નરેન્દ્ર મોદી સહિત નેતાઓઍ નહેરૂને અર્પેલી શ્રદ્ધાંજલિ

 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ દેશના સર્વપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂને તેઓના (૧૩૩માં) જન્મદિને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી આપતા ટ્વિટ ઉપર જણાવ્યું હતું કે, જવાહરલાલ નહેરૂ આપણા માટે અવિસ્મરણીય બની રહેશે. તેઅો ૧૮૮૯માં જન્મેલા, ૧૫ ઓગષ્ટ ૧૯૪૭થી ૨૨મે ૧૯૬૪ સુધી દેશના વડાપ્રધાનપદે રહ્ના હતા. અને સતત સત્તર વર્ષ સુધી રાષ્ટ્રની સેવા કરી હતી. તેમના જન્મદિને અમારી શ્રદ્ધાંજલિ સાથે રાષ્ટ્રને અર્પેલા તેઓના પ્રદાનને પણ આપણે સ્મરીઍ છીઍ. ભારતના સર્વપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂને તેઓના જન્મદિને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભવ્ય શ્રદ્ધાંજલિ અર્પી હતી અને કહ્નાં હતું કે, તેઓના પ્રચંડ પ્રયત્નો સિવાય ૨૧મી સદીનું ભારત સિદ્ધ થઈ શકયું ન હોત, તેઓના મહાન પ્રદાન સિવાય ૨૧મી સદીનું ભારત કલ્પી પણ શકાય તેમ નથી. યમુના તટે ‘શાંતિવન’ સમાધિ સ્થળે દેશના દિવંગત વડાપ્રધાનને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી, વર્તમાન પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, મહામંત્રી કે. સી. વેણુગોપાલને જવાહરલાલ નેહરૂને શ્રદ્ધાંજલિ અર્પી હતી. નેહરૂને શ્રદ્ધાંજલિ અર્પવા સવારથી જ જનસામાન્યની કતાર શરૂ થઈ ગઈ હતી. વરિષ્ઠ નેતાઓઍ પુષ્પાંજલિ અર્પિત કર્યા પછી જન સામાન્યમાંથી કેટલાક લોકોઍ શાંતિવનમાં દેશના દિવંગત નેતાને પુષ્પાંજલિઓ અર્પી હતી. મલ્લિકાર્જુન ખડગેઍ જણાવ્યું કે, નહેરૂ આધુનિક ભારતના સર્જક હતા તેઓના મહાન પ્રદાન સિવાય ૨૧મી સદીના આધુનિક ભારતની કલ્પના પણ થઈ શકે તેમ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here