નડિયાદની કિડની હોસ્પિટલનાં 40 વર્ષ પૂર્ણઃ 1070 સફળ રોબોટિક સર્જરી થઈ

????????????????????????????????????
નડિયાદની વિખ્યાત કિડની હોસ્પિટલના 40 વર્ષ પૂર્ણ થયા છે તે પ્રસંગે માહિતી આપતા (ડાબેથી) ડો. મોહન રાજાપુરકર, ડો. મહેશ દેસાઇ અને ડો. એ. કે. રસ્તોગી. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)

નડિયાદઃ નડિયાદની મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલે સ્પેશિયલિટી રીનલ કેર (મૂત્રાશયના રોગો અંગેની સારવાર)ની ઉત્કૃષ્ટ સર્વિસ પૂરી પાડવાના માર્ચ, 2018 સુધીનાં 40 વર્ષમાં 1070 સફળ રોબોટિક સર્જરી પૂર્ણ કરી છે. એવા સમયે કે જ્યારે ભારતમાં દર વર્ષે બે લાખ ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે, ત્યારે વાર્ષિક માત્ર 8000 ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. હોસ્પિટલે તામિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઇઝેશન (લ્બ્વ્વ્બ્) સ્થાપવાની દરખાસ્ત કરી છે. હોસ્પિટલ દ્વારા ભવિષ્યના તમામ ટ્રાન્સપ્લાન્ટ કેસમાં એક જ સ્થળે ટ્રાન્સપ્લાન્ટ સર્વિસ પૂરી પાડવા માટે ટ્રાન્સપ્લાન્ટ ટાવર ઊભું કરવાની દરખાસ્ત કરાઈ છે.

હોસ્પિટલના ચેરમેન રોહિતભાઈ પટેલ જણાવે છે કે ગુજરાતમાં મૃત વ્યક્તિઓનાં અંગોનું તમામ ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરને યોગ્ય રીતે સમાન વિતરણ થાય તે માટેની કોઈ પબ્લિક પ્રાઇવેટ પોલિસી નથી. આથી જેમને સૌથી વધુ જરૂરિયાત હોય તેમને આ મૂલ્યવાન અંગો મેળવવામાં તકલીફ પડે છે. પ્ભ્શ્ણ્ દ્વારા છેક 1980માં ગુજરાતમાં રીનલ ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત કરવામાં આવી હતી. તેની નિષ્ણાત ડોક્ટરોની ટીમ અને સ્પેશિયલિસ્ટોએ સફળતાપૂર્વક 3000 ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે, જેમાં દર્દીઓનું આયુષ્ય સૌથી વધુ 35 વર્ષ જેટલું લંબાવી શકાયું છે. પ્ભ્શ્ણ્ દ્વારા ડાયાલિસિસના 3,28,000 કેસમાં પણ સારવાર આપવામાં આવી છે. અમે 40 વર્ષ પૂરાં કરી રહ્યા છીએ ત્યારે આ સારી કામગીરીને આગળ ધપાવવા માગીએ છીએ.

પ્ભ્શ્ણ્ના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મહેશ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌપ્રથમ વાર દા વિન્સી સી રોબોટિક આસિસ્ટેડ સર્જરી સિસ્ટમ સ્થાપિત કરવાનો યશ ધરાવનાર પ્ભ્શ્ણ્ દ્વારા પશ્ચિમ ભારતમાં સૌથી ઝડપી રોબોટિક સર્જરી પ્રોગ્રામ વિકસાવવાનું બહુમાન પ્રાપ્ત થયું છે. સંસ્થાના સ્થાપકો સ્વ. જયરામદાસ પટેલ, ઓચ્છવલાલ મોહનલાલ પરીખ, હર્ષદભાઈ એન. દલાલ અને પ્રહ્લાદ પટેલની આગેવાની હેઠળ છેલ્લાં 40 વર્ષથી યુરોલોજીનાં 90 ટકા ઓપરેશન ઓપન સર્જરીથી થતાં હતાં તેમાં ઘટાડો કરીને માત્ર પ્ભ્શ્ણ્માં આ પ્રમાણ આઠ ટકા સુધી લઈ જવામાં આવ્યું છે. હોસ્પિટલ દ્વારા કિડની સ્ટોનના 30,000 કેસની સારવાર કરવામાં આવી છે.

મે સંશોધન અને તાલીમ પર ભાર મૂક્યો છે અને અમારાં પરિણામોની ઇન્ટરનેશનલ જર્નલ્સમાં વ્યાપક સમીક્ષા કરવામાં આવી છે. અમે 41 નેફ્રોલોજિસ્ટસ અને 70 યુરોલોજિસ્ટસને તાલીમ આપી છે, જે દેશ અને દુનિયામાં કિડનીના દર્દીઓને સર્વિસ પૂરી પાડી રહ્યા છે તેવું પ્ભ્શ્ણ્ના ડિરેક્ટર ડો. મોહન રાજાપુરકરે જણાવ્યું હતું.

જ્યારે પ્ભ્શ્ણ્ના મેડિકલ ડિરેક્ટર ડો. એ. કે. રસ્તોગીએ જણાવ્યું કે પ્ભ્શ્ણ્ના ડોક્ટરોની ટીમ દ્વારા ભારતી વિદ્યાપીઠ સાંગલી, કેઈએમ હોસ્પિટલ, પૂના અને પારસ હોસ્પિટલ, પટનામાં ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ હાથ ધરવામાં મહત્ત્વની કામગીરી બજાવાઈ છે. અમે લેપ્રોસ્કોપિક ડોનર નેફ્રેક્ટોમીમાં પાયોનિયર ગણાઈએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here