ધરતી તરફ આવી રહી છે એફિલ ટાવરના આકારની વિશાળ ઉલ્કાઃ નાસા

 

વોશિંગ્ટનઃ અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ ચેતવણી આપી છે કે ફ્રાન્સના એફિલ ટાવરના આકારની વિશાળ ઉલ્કા આગામી મહિને ધરતી તરફ આવી રહી છે. નાસાએ ઉલ્કાને સંભવિત રીતે ખતરનાક ઉલ્કાની શ્રેણીમાં રાખી છે. આ ઉલકાનું નામ ૪૬૬૦ નેરેયસ છે અને ફૂટબોલની પીચથી ત્રણ ગણી મોટી છે. આ ઉલ્કા ધરતી સાથે ટકરાય તો તેનાં પરિણામ ભયાનક આવી શકે છે જો કે રાહતની વાત એ છે કે ઉલ્કા ધરતીની દૂરથી પસાર થઈ જશે.

ઉલ્કાથી ધરતીને કોઈ જોખમ નથી. નાસાના કહેવા પ્રમાણે ઉલ્કા ૩૯ લાખ કિમીની દૂરીથી પસાર થશે જે ધરતી અને ચંદ્ર વચ્ચેની દૂરીના ૧૦ ગણા છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે, ૧૧ ડિસેમ્બરના રોજ ઉલ્કા ધરતીની નજીકથી પસાર થઈ શકે છે. આ ઉલ્કા ૩૩૦ મીટર લાંબી છે અને તે ૯૦ ટકા ઉલ્કાથી મોટી છે. ૪૬૬૦ નેરેયસની શોધ અમેરિકી ખગોળશાત્રી એલેનોર એફ હેલિને ૧૯૮૨માં કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here