દેશમાં સૌથી મોટું ધર્માંતરણ રેકેટ ચલાવતા મૌલાના સિદ્દિકીની ધરપકડ

 

લખનૌઃ ઉત્તરપ્રદેશના ત્રાસવાદ વિરોધી દળે દેશમાં સૌથી મોટું ધર્માંતરણનું રેકેટ ચલાવતા ઈસ્લામિક સ્કોલર મૌલાના કલીમ સિદ્દિકીની ધરપકડ કરી છે. ગત ૨૦ જૂનના રોજ દિલ્હીના જામિયા નગરમાંથી પકડાયેલા મુફ્તિ કાઝી જહાંગીર આલમ કાસમી અને મોહમ્મદ ઉમર ગૌતમની ધરપકડના ત્રણ માસ બાદ સિદ્દિકીની ધરપકડ કરાતા આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૧૦ જણાને પકડવામાં આવ્યા છે. આ તમામ લોકો કુખ્યાત પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈના ભંડોળની મદદથી ભારતમાં મુક-બધિર વિદ્યાર્થીઓનું ઈસ્લામમાં ધર્માંતરણ કરતાં હતાં. સમાજવાદી પક્ષના સાંસદ શફીકુર બર્કે સિદ્દિકીની ધરપકડને અયોગ્ય ગણાવી ભાજપ સરકાર મુસ્લિમોને હેરાન કરે છે તેમ કહ્યું હતું.

આ સમગ્ર ધર્માંતરણના રેકેટ અંગે માહિતી આપતાં એટીએસના એડીજી પ્રશાંક કુમારે જણાવ્યું હતું કે ગૌતમ અને તેના સાથીઓને બ્રિટન સ્થિત અલ-ફલા ટ્રસ્ટ દ્વારા રૂ. ૫૭ કરોડનું ભંડોળ ધર્માંતરણ કરવા માટે આપવામાં આવ્યું હતું. પકડાયેલા સિદ્દિકીએ પ્રી-મેડિકલ ટેસ્ટ પાસ કરી છે અને એમબીબીએસનો અભ્યાસ કરવાને બદલે તે નદવાતુલ ઉલેમામાં જોડાયો હતો. સિદ્દિકીને વિદેશોમાંથી જંગી ભંડોળ મળતું હતું જેનાથી તે મદરસાઓને નાણાં આપતો હતો. 

ધર્માંતરણ માટે સિદ્દિકી પોતે તૈયાર કરેલી ધાર્મિક સામગ્રી લોકોને આપતો હતો. તે લોકોને એવું ઠસાવતો હતો કે માત્ર શરિયા જ લોકોને સાચો ન્યાય અપાવી શકે છે. એટીએસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર બહરીનથી રૂ. ૧.૫ કરોડ રૂપિયા ટ્રસ્ટના ખાતામાં જમાં કરાવાયા હતાં. આ સિવાય રૂ. ૩ કરોડ પણ ખાતામાં જમાં કરાવાયા હોવાની વિગતો સાંપડી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here