દેશભરમાંથી જન્મદિન નિમિત્તે  લાખો શુભકામનાઓ મેળવનારી અભિનેત્રી દીપિકા પદુકોણ કહે છેઃ હું તમામ શુભચિંતકોની આભારી છું…

0
1333

 

                 મેઘના ગુલઝાર નિર્દેશિત ફિલ્મ છપાકની અભિનેત્રી  દીપિકા પદુકોણે જણાવ્યું હતું કે, હું અને રણવીર સિંહ તમારી શુભકામનાઓ બદલ તમારા આભારી છીએ. અમે હંમેશા અમારો જન્મદિવસ અમારા પરિવાર અને નિકટના મિત્રો સાથે જ  મનાવવાનો પ્રયાસ કરીએ છીએ. 

 દીપિકાએ જણાવ્યું હતું કે, જીવનમાં આગળ વધવા માટે ક્ષમા આપવાનો ગુણ હોવો બહુજ જરૂરી છે.જો તમારામાં ફરગિવનેસની લાગણી હશે તો જ જીવનમાં તમે પ્રગતિ કરી શકશો. નહિતર તમે ભૂતકાળમાંથી બહાર જ નહિ આવી શકો. તમે ભૂતકાળને પકડીને બેશી રહેશો તો તમને કદી આગળ વધવાની તક જ નહિ મળે. મેં પણ મારી ભૂતકાળની કડવાશને છોડીને આગળ વધવાનો નિષ્ઠાથી પ્રયાસ કર્યો હતો. કોઈએ તમને જાણે- અજાણતાં દુખ પહોંચાડ્યું હોય, તમને જખમ આપ્યા હોય, કોઈ તમારી સાથે ખરાબ રીતે વર્ત્યુ હોય કે ખોટું બોલ્યું હોય – આવી ઘટનાઓ તો આપણા સહુના જીવનમાં બનતી જ હોય છે. એને યાદ કરીન દુખી થવાનો કશો અર્થ નથી. મોટું દિલ રાખીને બધું ભૂલી જાવ, તમારી સાથે અયોગ્ય રીતે વર્તન કરનાર વ્યક્તિને માફ કરી દો. મેં  એમ જ કર્યું છે. આથી જ હું આજે આગળ વધી શકી છું. આ ફરગિવનેસનો મેસેજ જ મારી છપાક ફિલ્મ આપે છે. છપાક ફિલ્મ એસિડ સર્વાઈવર લક્ષ્મીના જીવન પર આધારિત છે. મારા અને લક્ષ્મીના જીવનમાં સામ્ય છે. અમારા બન્નેના જીવનમાં એક ઘટના બની જેને કારણે અમારે બન્નેએ ડિપ્રેશનનો ભાગ બનવું પડ્યું. પરંતુ અમે ડિપ્રેશનમાં ગરક ન થયાં, પણ હિંમતભેર ડિપ્રેશનમાંથી બહાર આવ્યા.અમે જીવનમાં હકારાત્મક અભિગમને સ્વીકાર્યો. અમે સંજોગોનો હિમંતથી સામનો કર્યો. પોઝિટિવ થિકિંગ અને ફરગિવનેસની સંવેદનાને કારણે જીવનમાં આશા અને ઉત્સાહનું આગમન થયું. 

 દીપિકા પદુકોણના રણબીર કપુર સાથે થયેલા બ્રેક અપ બાદ દીપિકા ઈમોશનલી પડી ભાંગી હતી. એ ડિપ્રશનનો ભોગ બની હતી. પરંતુ તેમે બહાદુરીથી, આંતરશક્તિથી સંજોગોનો સામનો કર્યો અને ડિપ્રશનમાંથી બહાર નીકળીને જીવનની ગતિવિધિમાં જોડાઈ ગઈ…આવા ઉદાહરણો અનેક લોકોને પ્રેરણા પૂરી પાડે છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here