દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને AppLock અને Garena Free Fire સહિત ૫૪ એપ્સ ભારતમાં પ્રતિબંધ

 

નવિ દીલ્હી: ભારત સરકારે ફરી એકવાર ચીન પર ડિજિટલ પ્રહારો કર્યા છે. ખરેખર, સરકારે દેશમાં ૫૪ સ્માર્ટફોન એપ્સ પર પ્રતિબંધ મૂકયો છે. આ તમામ એપ્સ ભારતની સુરક્ષા માટે જોખમી હતી. પ્રતિબંધિત એપ્સમાં લોકપ્રિય ગેમ ગેરેના ફ્રી ફાયર અને એપલોક એપનો પણ સમાવેશ થાય છે. અગાઉ જૂન ૨૦૨૦માં ભારતે દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટિકટોક, વીચેટ અને હેલો જેવા અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સહિત ૫૯ ચાઇનીઝ મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂકયો હતો.

સરકારે પ્રતિબંધિત કરેલી નવી ૫૪ એપ્સની સંપૂર્ણ યાદી ઉપલબ્ધ નથી. આ ૧૧ એપ્સના નામ સામે આવ્યા છે. સ્વીટ સેલ્ફી એચડી, બ્યુટી કેમેરા-સેલ્ફી કેમેરા, ઇકવેલાઇઝર અને બાસ બૂસ્ટર, સેલ્સફોર્સ એન્ટ માટે કૈમકાર્ડ, આઇસોલેન્ડ ૨ એશેઝ ઓફ ટાઇમ લાઇટ, વીવા વીડિયો એડિટર, ટેનસેંટ એકસરીવર, ઓનમોજી ચેઝ, ઓનમોજી એરેના, એપલોક, ડયુઅલ સ્પેસ લાઇટ લોકપ્રિય સ્માર્ટફોન ગેમ ગેરેના ફ્રી ફાયરને પહેલાથી જ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. 

આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આ પણ આ સૂચિનો ભાગ હોઇ શકે છે. જો કે, ગેમના ડિસ્ટ્રીબ્યુટર ગેરેના ઇન્ટરનેશનલે હજુ સુધી આ મામલે કોઇ ટિપ્પણી કરી નથી. ઇલેકટ્રોનિકસ અને આઇટી મંત્રાલયે આ એપ્સ પર પ્રતિબંધ મુકયો છે. 

આ તમામ એપ ભારતીય યુઝરનો ડેટા ચીન અને અન્ય દેશોમાં મોકલી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એપ્સ વિદેશી સર્વર પર ભારતીય યુઝર્સનો ડેટા લીક કરી રહી હતી. ગૂગલના પ્લે સ્ટોરને એપ્સને પ્રતિબંધિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભારત સરકારે અગાઉ ૨૯ જૂન ૨૦૨૦ના રોજ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકયો હતો. 

૨૯ જૂન ૨૦૨૦ના રોજ પ્રથમ ડિજિટલ સ્ટ્રાઇક કરતી વખતે ૫૯ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે બાદ ૨૭ જુલાઇ ૨૦૨૦ના રોજ ૪૭ એપ્સ, ૨ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ ૧૧૮ અને નવેમ્બર ૨૦૨૦ના રોજ ૪૩ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ ૫૪ એપ્સ પર પ્રતિબંધ મૂકવામા ં આવ્યો છે. ટેકનોલોજી એકટની કલમ ૬૯અ હેઠળ ઇન્ફોર્મશન ટેકનોલોજી મંત્રાલયે આ તમામ એપ્સ પર -તિબંધ લગાવી દીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here