દુનિયામાં  કોરોનાના કુલ કેસોની સંખ્યા ૩૭.૪૩ કરોડને પાર 

   

વોશિંગ્ટન: કોરોના મહામારીના નવા નવા વેરિઅન્ટ સતત પેદાં થતાં રહેતા લોકો માટેેે રાહતનો શ્ર્વાસ લેવાનું મુશ્કેલ બન્યું છે. દુનિયાભરમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩૭.૪૩ કરોડ થઇ ગઇ છે. જ્યારે કોરોનાનો કુલ મરણાંક ૫૬.૮૩ કરતાં વધી ગયો છે. યુરોપમાં ઓમિક્રોનનો ચેપ પૂરઝડપે ફેલાઇ રહ્યો છે તો રશિયા અને ફ્રાન્સ કોરોનાના નવા હોટ સ્પોટ બન્યા છે. રશિયામાં કોરોનાના કેસોની સંખ્યા અને મરણાંક સતત વધી રહ્યો છે તો બીજી તરફ ઘણાં નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. રશિયામાં છેલ્લા ઘણાં દિવસોથી કોરોનાના નવા કેસોની સરેરાશ સંખ્યા એક લાખ કરતાં વધારે રહી છે. આજે પણ રશિયામાં કોરોનાના નવા ૧,૨૪,૦૭૦ કેસો અને ૬૨૧ જણાના મોત નોંધાયા હતા. રશિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૧૧,૮૬૧,૦૭૭ અને મરણાંક ૩,૩૧,૩૪૯ થઇ ગયો છે. બીજી તરફ ફ્રાન્સમાં કોરોનાના નવા ૨,૪૯,૪૪૮ કેસો નોંધાયા છે. ફ્રાન્સમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૧૯,૦૫૮,૦૭૩ થઇ છે જ્યારે મરણાંક ૧,૩૦,૫૮૩ થયો છે. ન્યુઝીલેન્ડની વડાપ્રધાન જેસિન્ડા આર્ડેનને કોરોનાનો ચેપ લાગ્યો છે. તો ઇરાકના વિદેેશપ્રધાન ફવાદ હુસેનને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. ઇઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટે જણાવ્યું હતું કે ઇઝરાયલમાં ઓમિક્રોનનો કેર ઘટી રહ્યો છે. પણ આને કોરોના મહામારીનો અંત ગણવો તે બેવકૂફી ગણાશે. ઇઝરાયલમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૨,૮૩૦,૧૬૧ અને મરણાંક ૮,૭૨૫ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here