દુનિયાની અનોખી મહિલા કે જેના શરીરમાંથી સતત નીકળ્યા કરે છે દારૂ

 

નવી દિલ્હીઃ રશિયાના પિટ્સબર્ગથી એક ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે, જેમાં એક ડોક્ટરે એક એવી મહિલાની જાણકારી આપી છે, જેનો યુરિન (મૂત્ર) દારૂ જેવો છે. ડોક્ટરના જણાવ્યા મુજબ, આ એક અસાધારણ ચિકિત્સકીય દશા છે, જ્યાં યીસ્ટના ફોર્મેન્શનથી મહિલાના બ્લેડરમાં આપોઆપ દારૂ બને છે. 

જે ડોક્ટરોએ આ મહિલાનું ચેક-અપ કર્યું અને તેમનો ઉપચાર કરી રહ્યા છે તેમણે જ આ રિપોર્ટ આપ્યો છે, જે મુજબ આ એક દુર્લભ ચિકિત્સા સ્થિતિ છે, પરંતુ એનાં લક્ષણો પહેલાં ધ્યાનમાં આવ્યાં નહિ. તેમણે કહ્યું હતું કે અલગ અલગ સંસ્થાનોમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ ટીમના અનુભવોના આધારે કહી શકાય કે આ એક યુરિનરી ઓટો બ્રેવરી સેન્ડ્રોમ હોઈ શકે છે. આ સિન્ડ્રોમમાં જો તમે ફક્ત કાર્બોહાઇડ્રેટ જ ભોજનમાં લેતા હશો તો તમારા શરીરમાં દારૂ બનવાનું શરૂ થઈ જાય છે. 

જે મહિલાનો ઉલ્લેખ ડોક્ટરોએ પોતાના આ વિચિત્ર રિપોર્ટમાં કર્યો છે તે ૬૧ વર્ષની મહિલા છે. આ મહિલા ડોક્ટરો પાસે પોતાના લીવર ડેમેજની સારવાર કરાવી રહી છે અને ઘણા સમયથી ડાયાબિટીસથી પીડાય છે, જે હજુ સુધી કાબૂમાં આવ્યો નથી. 

તે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માગે છે. હમણાં સુધી સ્થિતિ એવી હતી, ડોક્ટરોને એમ લાગતું હતુ કે મહિલા દારૂ પીવાની પોતાની લત છુપાવી રહી છે, પરંતુ ક્યારેય હોસ્પિટલમાં આવે ત્યારે એ મહિલા નશામાં હોય તેવાં કોઈ લક્ષણ જોવા મળ્યાં ન હતાં. 

ઘણા સમયથી આ મહિલા દરદીનું ચેક-અપ પિટ્સબર્ગની હોસ્પિટલમાં થઈ રહ્યું હતું, પરંતુ પરિણામ કશું નહોતું આવતું, આખરે ડોક્ટર્સ હવે એ તારણ પર પહોંચ્યા છે કે આ એક દુર્લભ મેડિકલ કન્ડિશન છે, જે યુરિનરી ઓટો બ્રેવરી સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે, જેમાં દારૂ પીધા વગર પણ તમારા શરીરમાં કાર્બોહાઇડ્રેટથી દારૂ બનવાનું શરૂ થઈ જાય છે અને તે મૂત્ર માર્ગે શરીરની બહાર નીકળી જાય છે. એટલું જ નહિ, શરીરમાં આ રીતની સ્થિતિને કારણે વ્યક્તિ ક્યારેક તો વગર દારૂ પીધે, દારૂ પીધા પછી દરદી જે નશાની સ્થિતિમાં હોય એમાં પણ પહોંચી જતો હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here