દિલ્હી હાઈકોર્ટે દવાઓના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મૂક્યો

0
845

દિલ્હીની હાઈકોર્ટે દવાઓની ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મેનન અને જસ્ટિસ વી કે. રાવની ખંડપીઠે આદેશ આપ્યો હતો કે, ભારતમાં ઈન્ટરનેટના માધ્યમથી દવાઓનું જે વેચાણ થાય છે ,તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. વડી અદાલતે કેન્દ્ર સરકાર અને દિલ્હીની આપ સરકારને આદેશ આપ્યો હતોકે, જેટલું બને એટલું જલ્દીથી આ પ્રતિબંધને લાગુ કરવામાં આવે. અદાલતે ઉપરોકત નિર્ણય દિલ્હીસ્થિત એક ડર્મેટોલોજિસ્ટ જહીર અહેમદની અરજીની સુનાવણી દરમિયાન લીધો હતો. જહીર અહેમદે એવી દલીલ કરી હતીકે, કોઈ પણ પ્રકારના નીતિ- નિયમ કે કાનૂનનું પાલન કર્યા વિના રોજબરોજ લાખો દવાઓનું ઈન્ટરનેટના માધ્યમથી વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેને કારણે બિમાર વ્યક્તિના જીવન પર તો જોખમ છે જ, પણ એસાથે ડોકટરે પણ તકલીફોનો સામનો કરવો પડે છે. દવાઓનું ઓનલાઈન વેચાણ કરવાની કાયદો પરવાનગી આપતો નથી. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ, 1940 અને ફાર્મસી એકટ, 1949ની જોગવાઈઓ વિરુધ્ધ આ વેચાણ કરવામાં આવી રહ્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here