દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ( જેએનયુ)માં ફી વધારાના મુદે્ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહેલા પ્રદર્શનો દરમિયાન કેટલાક બુરખાધારીઓએ કેમ્પસમાં ઘુસી જઈને આચરેલી હિંસાના પ્રત્યાધાતો દેશના વિવિધ શહેરો અને નગરોમાં પણ પડી રહ્યા છે..પોલીસ તપાસ, રાજકીય નેતાઓના નિવેદને, વિરોધ અને સમર્થનના માહોલમાં જેએનયુના કુલપતિ એમ જગદીશ કુમારે કરેલું નિવેદન … 

0
1200

 

 

    જેએનયુના કુલપતિ એમ જગદીશ કુમારે કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના અધિકારીઓની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે દેખાવકારોનું સમર્થન કરી રહેલા રાજકીય નેતાઓને ધ્યાનમાં રાખીને કટાક્ષ કરતાં કહ્યું હતું કે, હું પ્રદર્શન કરનારા લોકોનું સમર્થન કરનાર મહાન હસ્તીઓને પૂછવા માગુ છું કે, તેઓ આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા વિધ્યાર્થીને ટેકો આપવા તેમની સાથે કેમ ઊભા નથી રહેતા…

   વિદ્યાર્થીઓ સાથે આચરવામાં આવેલી હિંસાને મુદો્ બનાવીને રાજકારણ રમતા નેતાઓ પ્રત્યે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મહેરબાની કરીને યુનિવર્સિટીનું રાજનીતિકરણ કરશો નહિ. અમારા મામલામાં બિનજરૂરી હસ્તક્ષેપ ન કરો. અમને એકલા છોડી દો. અમને અમારું કામ કરવા દો. અમે યુનિવર્સિટીના કેમ્પસને પુન વિદ્યાર્થીઓને લાયક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. 

       કુલપતિએ તમામ વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને કેમ્પસમાં શાંતિ જાળવવાની તેમજ ખોટી અફલાઓથી દૂર રહેવાની વિનંતી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here