ત્રિપુરામાં સૌપ્રથમવાર ભાજપની સરકારઃ બિપ્લવ દેવ બન્યા  મુખ્યપ્રધાન

0
893

પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં સૌપ્રથમવાર ડાબેરીઓનું શાસન હટાવીને ભાજપે સત્તાના સૂત્રો સંભાળી લીધાં છે. નવનિયુક્ત મુખ્યપ્રધાન બિપ્લવ દેવે કહ્યું હતું કે, તેઓ જનતા પાસેથી જ પ્રેરણા મેળવી રહયા છે. તેમણે ત્રિપુરા રાજ્યના વિકાસ માટે કેન્દ્ર સરકાર પાસે સહયોગ માગ્યો હતો. તેમણે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ તરત જ જનતાને સંબોધતાં જણાવ્યું હતું કે, જો મારાથી કોઈ ભૂલ થઈ જાયતો મારો કાન પકડજો. ત્રિપુરાને સમૃધ્ધ બનાવવા માટે મારે સહુના સહયોગની જરૂરછે.. હું મુખ્યમંત્રી નથી, મને તમારો પુત્ર કે ભાઈ સમજીને મારી પાસે આવજો. હું આ પદ માટે હજી નવો છું, મારે આપના આશીર્વાદની જરૂરત છે. આજનો દિવસ એ રાજયના 37 લાખ લોકો માટેનો વિશેષ દિવસ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, છેલ્લા 25 વરસોથી વામપંથીઓ સરકાર ચલાવતા હતા. તેમના આપખુદ શાસનને ભાજપે હટાવી નાખ્યું . ભાજપની નેતાગીરીએ તેમજ નાના મોટા આગેવાનોએ એ માટે બહુ પરિશ્રમ કર્યો  હતો.ત્રિપુરાના અગરતલા શહેરમાં અસમ રાયફલ ગ્રાઉન્ડ ખાતે નવી સરકારનો શપથવિધિ સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ખાસ હાજરી આપી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here