તબીબી વિદ્યાર્થીઓની જ્ઞાનપિપાસા સંતોષતું બી. જે. મેડિકલ સંગ્રહાલય

0
1191

શાળાઓમાં વિજ્ઞાન વિષય અંતર્ગત શરીરશાસ્ત્ર – શરીરનાં વિવિધ અંગો વિશે ભણાવવામાં આવે છે. સામાન્ય રીતે દરેક વિદ્યાર્થી વિષય 5ુસ્તકમાં આ5ેલી માહિતી કે ફોટોગ્રાફને આધારે જે તે અંગ વિશે ભણે છે, 5રંતુ જો લીવર, કિડની, મગજ, હૃદય કે ફેફસાં નજર સમક્ષ જોવા મળે તો તે વિશેની ઊંડી સમજ વિદ્યાર્થીઓમાં આવે છે. આ પ્રત્યક્ષ નિરીક્ષણમાં તેને જે તે અંગનું અસલ કદ, રંગ, સ્થાન વગેરે જોવા મળે છે, જે તેને જિંદગીભર યાદ રહી જાય છે. આવા પ્રત્યક્ષ નમૂનાઓનું સંગ્રહસ્થાન અમદાવાદની સિવિલ હોસિ્5ટલમાં આવેલી બી. જે. મેડિકલ કોલેજમાં આવેલું છે. ઈ. સ. 1946માં સ્થા5વામાં આવેલું આ સંગ્રહસ્થાન તબીબી વિજ્ઞાનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો લાભ રાજ્યમાં આવેલી આયુર્વેદ, એલો5થી અને હોમિયો5થી કોલેજના વિદ્યાર્થીઓ લે છે.
સંગ્રહઃ નામ પ્રમાણે આ મ્યુઝિયમમાં શરીરશાસ્ત્ર (એનેટોમી)નાં વિવિધ અંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચાર માળના આ મ્યુઝિયમમાં (1) ગર્ભ વિજ્ઞાન (એમ્બ્રિયોલોજી)ના 80 નમૂનાઓ (2) પ્રાણીઓની શરીરરચના (કમ્5ેરેટિવ એનેટોમી) (3) ચેતાતંત્ર (ન્યુરોએનેટોમી)ના 60 નમૂનાઓ (5) મનુષ્ય શરીરરચના વિજ્ઞાન (ગ્રોસ એનેટોમી)ના 420 નમૂનાઓ તેમ જ (5) માનવવંશશાસ્ત્ર (એન્થ્રો5ોલોજી)ની 197 પ્રતિકૃતિઓનો સંગ્રહ કરવામાં આવેલો છે. આ બધા નમૂનાઓ ઉ5રાંત વિવિધ ચાર્ટ, ફોટોગ્રાફ્સ અને પ્રતિકૃતિઓ 5ણ પ્રદર્શિત છે.
ગર્ભવિજ્ઞાનના નમૂનાઓમાં માતાના 5ેટમાં બાળકનો તબક્કાવાર વિકાસ અસલ નમૂનાઓ દ્વારા દર્શાવવામાં આવ્યો છે. મનુષ્યનું અસલ મગજ, ચેતાતંત્ર, હૃદય, ફેફસાં, જઠર, આંતરડાં, કિડની, યકૃત, બરોળ વગેરેના નમૂનાઓ વિવિધ રસાયણો દ્વારા સાચવીને પ્રદર્શિત કરવામાં આવ્યાં છે.
આ સંગ્રહાલય ગુજરાતની શાળાઓ તથા તબીબી વિજ્ઞાનની કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ માટે ખૂબ જ ઉ5યોગી છે. જોકે સંગ્રહાલય જાહેર જનતા માટે નથી, 5રંતુ 5ૂર્વસંમતિ પછી તમામ વિદ્યાર્થીઓના સમૂહને પ્રવેશ આ5વામાં આવે છે. વળી, સંગ્રહાલયની મુલાકાત વખતે એનેટોમી વિષયના અધ્યા5ક માર્ગદર્શન આ5ે છે. રોજેરોજ તેનો ઉ5યોગ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ જ કરે છે. આ પ્રકારનું સંગ્રહાલય વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સંસ્થાની ગરજ સારે છે. સં5ર્કઃ એનેટોમી વિભાગ, બી. જે. મેડિકલ કોલેજ, સિવિલ હોસિ્5ટલ, અસારવા,
અમદાવાદ – 380016.
વેબસાઈટઃ રૂરૂરૂ.ણુસ્ત્ર્ૃણૂ.ંશ્વરં, ફોનઃ 079-22680074, સમયઃ સવારે 9થી સાંજે 5 સુધી રવિવાર તેમ જ જાહેર રજાના દિવસોએ બંધ.
ફોટોગ્રાફીની 5રવાનગી નથી.

ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન, મ્યુઝિયમ, અમદાવાદ.
ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની જાળવણી અને સંશોધન માટે અંગ્રેજ અમલદાર એલેકઝાન્ડર ફાર્બસે અમદાવાદમાં 26મી ડિસેમ્બર, 1848ના રોજ ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ની સ્થાપના કરી. આ અંતર્ગત ભારતીય સંસ્કૃતિનાં વિવિધ પાસાંનો અભ્યાસ અને તેને લગતી સામગ્રી એકઠી કરવાનું શરૂ થયું. તેમાં કવિ દલપતરામે પ્રાચીન ગુજરાતી-સંસ્કૃત સાહિત્યને લગતી હસ્તપ્રતો એકઠી કરવા માંડી. 1930 સુધીમાં 800 હસ્તપ્રતો એકત્રિત થઈ. સંસ્થાનું નામ ‘ગુજરાત વિદ્યાસભા’ કરવામાં આવ્યું.
1939માં ‘ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન અને સંશોધન વિદ્યાભવન’ શરૂ થતાં તેની સાથે આ સંગ્રહને જોડવામાં આવ્યો. આમ ‘ગુજરાત વિદ્યાસભા’ હેઠળ સંશોધન વિદ્યાભવન અને આ સંગ્રહ જોડાતાં તેનું સંવર્ધન થતું ગયુું અને તેમાંથી સંગ્રહાલય વિકાસ પામ્યું. સ્વાભાવિક રીતે જ ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન અને સંશોધન વિદ્યાભવનના અભ્યાસક્રમને અને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સામગ્રી સંગ્રહાલયમાં ભેગી થતી ગઈ.
1960માં ‘ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન સંશોધન વિદ્યાભવન’ને આશ્રમ રોડ (એચ. કે. આટ્઱્સ કોલેજ) ખસેડવામાં આવતાં તેની સાથેનું આ સંગ્રહાલય પણ ત્યાં ત્રીજા માળે કાયમી પ્રદર્શન સ્વરૂપે ગોઠવાયું.
સંગ્રહઃ આ સંગ્રહાલયની મુખ્ય નિસબત અહીં ચાલતાં અધ્યયનોને ઉપયોગી થવાની રહી. જેમ જેમ અધ્યયનો ચાલતાં ગયાં તેમ તેમ સામગ્રી પણ સંગ્રહાતી ગઈ. આ સંગ્રહાલયમાં ઇતિહાસ અને સંસ્કૃતિના વિકાસના તબક્કા અનુસાર સામગ્રીઓ ગોઠવાયેલી છે. અહીં મુખ્યત્વે હસ્તપ્રતો, સિક્કાઓ, ચિત્રો અને શિલ્પોનો સમાવેશ થાય છે. હસ્તપ્રતોમાં મુખ્યત્વે ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ અને તેના પિતા કર્ણદેવનાં તામ્રપત્રો, રાષ્ટ્રકૂટ રાજા સુવર્ણવર્ષ કર્કરાજનું બ્રાહ્મી લિપિમાં કોતરાયેલું દાન-તામ્રપત્ર મુખ્ય છે. તાડપત્રીય અને કાગળ પર ભાલણકૃત ‘કાદમ્બરી’, હેમચંદ્રના ‘શબ્દાનુશાસન’ તથા ‘મુગ્ધાવબોધ ઐક્તિક’ની હસ્તત પણ નોંધપાત્ર છે.
રાજપૂત શૈલીનાં રાગ-રાગિણીનાં ચિત્રો, તીર્થંકરોનાં, રાજપૂત રાજાઓનાં ચિત્રો તથા કાશ્મીરી શૈલીનાં ચિત્રોનો અમૂલ્ય સંગ્રહ છે.
પ્રાચીન પંચમાર્ક સિક્કાઓથી શરૂ કરીને ક્ષત્રપ, ગુપ્ત, હૂણ, સાસા, નિયન ઉપરાંત મુઘલ સલ્તનત, મરાઠા, બ્રિટિશ અને અર્વાચીન સમયના સિક્કાઓ સહિત લગભગ ચાર હજાર સિક્કાઓનો સંગ્રહ છે. તેમાં સમુદ્રગુપ્તનો વીણા વગાડતો સોનાનો સિક્કો તેમ જ જિનવિજયજીને મળેલો ‘પદ્મશ્રી’નો ચંદ્રક પણ છે.
આ સંગ્રહાલયમાં બસો જેટલાં કાષ્ઠ, પાષાણ અને ધાતુમાં કંડારાયેલાં શિલ્પો પ્રદર્શિત છે. તેમાં સિદ્ધપુર અને કપડવંજનાં તોરણોની કાષ્ઠ અનુકૃતિઓ બેનમૂન છે. નૃત્ય ગણેશ અને દશાવતાર વિષ્ણુનાં પાષાણ શિલ્પો, ચમરાનાવિકા, બ્રહ્મશાંતિ યક્ષ, ચામુંડા, નાગબંધ, છત જેવાં સુંદર શિલ્પો અહીં પ્રદર્શિત છે.
ઉત્તરોત્તર વિકાસ પામતા આ મ્યુઝિયમે સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી અને અરબી-ફારસી તમામ હસ્તપ્રતોના કેટલોગ પાંચ ભાગોમાં પ્રગટ કરેલા છે. અહીંની સંસ્થાનું પુસ્તકાલય 78,000થી વધુ પુસ્તકો ધરાવે છે, જેમાં સંસ્કૃતિ અને પુરાતત્ત્વ મુખ્ય વિષયો છે.
સંપર્કઃ અધ્યક્ષ, ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન સંશોધન વિદ્યાભવન, હ. કા. આર્ટ્સ કોલેજ કમ્પાઉન્ડ, આશ્રમ રોડ, અમદાવાદ-380009. ફોન ઃ (079) 6588862
સમય ઃ દરરોજ 12થી 6 (બીજા અને ચોથા શનિવારે, રવિવારે તથા જાહેર રજાના દિવસે બંધ)

લેખકઃ ગુજરાત સરકારના પૂર્વ અધિકારી અને ભૂસ્તરશાસ્ત્રી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here