‘ડિજિટલ વહીવટને નવો આયામ’’

 

નવી દિલ્હીઃ વીડિયો કોન્ફરન્સિંગનાં માધ્યમથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઈ-વાઉચર આધારિત ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન ‘ઈ-રૂપી’નું લોન્ચિંગ કરતાં જણાવ્યું હતું કે દેશ ડિજિટલ વહીવટને નવો આયામ આપી રહ્યો છે. ઈ-રૂપીનો ઉદ્દેશ્ય ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે. તેના દ્વારા કેશલેસ અને કોન્ટેક્ટલેસ ચૂકવણી થશે. સરકાર અનુસાર તેના દ્વારા યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવામાં મદદ મળશે. ઈ-રૂપી એક પ્રિપેઈડ ઈ-વાઉચર છે જેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)એ વિકસિત કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકારના આ પગલાંથી પારદર્શી અને લીકપ્રૂફ ડિલિવરીમાં મદદ મળશે. કોઈની સારવાર કે અભ્યાસમાં મદદ કરવી હોય તો તે રોકડની જગ્યાએ ઈ-રૂપીથી કરી શકે છે. તેનાથી એ જાણ થશે કે રૂપિયા સાચી જગ્યાએ ગયા છે. જો પુસ્તકો માટે રૂપિયા મોકલ્યા છે તો તેનાથી પુસ્તકો ખરીદવામાં આવ્યાં કે નહીં તે ઈ-રૂપીથી ખબર પડી જશે. સમયની સાથે તેમાં બીજી વસ્તુઓ પણ જોડવામાં આવશે એમ વડા પ્રધાને કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here