ડામાડોળ થઈ ચૂકેલી ભારતની અર્થવ્યવસ્થાને ફરીથી બેઠી કરવા માટેનો સરકારનો પ્રયાસ

 

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના કારણે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જેના કારણે ભારતની અર્થવ્યવસ્થા પર ખૂબ માઠી અસર પડી છે. ડામાડોળ થઈ ચૂકેલી ભારતની અર્થવ્યવસ્થાને ફરીથી બેઠી કરવા માટે કેન્દ્ર સરકારે  ૨૦ લાખ કરોડ રૂપિયાની આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી હતી. ત્યારબાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે બુધવારના રોજ પ્રેસ કોન્ફરન્સ યોજીને આર્થિક રાહત પેકેજ અંગે કેટલીક મહત્ત્વની જાહેરાત કરી હતી. જેમાં પીએફ, એસએમઈ, એનબીએફસી જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા સરકારના પેકેજ વિશે જાણકારી આપી હતી. ત્યારબાદ ૧૪ એપ્રિલે ગુરુવારના રોજ ફરી એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. જેમાં કેટલીક મહત્ત્વની જાહેરાતો થશે તેવી સંભાવના છે.

 શ્રમિક કાયદામાં સુધારઃ ન્યુનતમ વેતનનો ભેદભાવ દૂર કરાશે, મજૂરોનું વાર્ષિક હેલ્થ ચેકઅપ કરવામાં આવશે.  ન્યુનતમ વેતનનો દર પહેલા ૧૮૨ રૂપિયા હતો જેને વધારીને હવે ૨૦૨ રૂપિયા સુધીનો કરવામાં આવ્યો છે. ૨.૩૩ કરોડ પ્રવાસી મજૂરોને પંચાયતોમાં કામ મળ્યું છે.  મહિલાઓ માટે રાતપાળીમાં કામ કરવા માટે સુરક્ષા માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.  ૨.૫ કરોડ ખેડૂતોને બે લાખ કરોડ રૂપિયા  કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અપાશે, માછીમારો તથા પશુપાલકોને પણ લાભ અપાશે, સસ્તા દરે ક્રેડિટ મળશે.  હાઉસિંગ સેક્ટરને વેગ માટે ૬ થી ૧૮ લાખની વાર્ષિક આવક ધરાવતાં પરિવારો માટેની એફોર્ડેબલ હાઉસિંગ ક્રેડિટ લિંક  સ્કીમ ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી લંબાવી, અઢી લાખ પરિવારોને લાભ મળશે. ૭૦,૦૦૦ કરોડના રોકાણની આશા.  લારીગલ્લા, પાથરણાવાળાને સરળ ધિરાણ માટે ૫,૦૦૦ કરોડની જોગવાઇ, ૧૦ હજાર સુધીની લોન લઇ શકાશે, ૫૦ લાખ ફેરિયાઓને લાભ થશે.  પ્રવાસી મજૂર અને શહેરી ગરીબને સેલટર હોમમાં ત્રણ સમયનું ભોજન અપાશે. પ્રવાસી મજૂરને મનરેગામાં પણ કામ આપવામાં આવશે.  ખેડૂતોને ખેતી માટે ૮૬,૬૦૦ કરોડની લોન, ૩૧ મે સુધી વ્યાજમાંથી છૂટ.  ૨૫ લાખ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ્સ આપવામાં આવશે. ત્રણ કરોડ ખેડૂતો સુધી મદદ પહોંચાડવામાં આવશે. સરકાર લોકડાઉનમાં સતત કામ કરી રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here