ટ્વિટર બાદ હવે યુટ્યુબે પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ બ્લોક કર્યુ

 

વોશિંગ્ટનઃ કેપિટલ હિંસા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓમાં સતત વધરો થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા કંપની ટ્વિટર અને ફેસબૂક બાદ હવે યુટ્યુબે પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ બેન કર્યુ છે. ગૂગલે યુટ્યુબને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિશિયલ ચેનલ બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો હતો. હવે ઓછામાં ઓછા સાત દિવસ સુધી આ ચેનલ પર વીડિયો અપલોડ નહીં કરી શકાય.

આ પહેલા ટ્વિટર અને ફેસબૂકે પણ ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટ બેન કર્યાં હતા. જો કે ટ્વિટરે તેમને ચેતવણી આપીને એકાઉન્ટ રિસ્ટોર કર્યુ હતું. ટ્વિટરે ચેતવણી આપી હતી કે જો હવે તેમણે તેમની પોલિસીનું ઉલ્લંઘન કર્યુ તો તેમનું એકાઉન્ટ કાયમ માટે બંધ કરી દેવામાં આવશે. તો ફેસબૂકે અનિશ્ચિત મુદત માટે ટ્રમ્પનું એકાઉન્ટ બેન કર્યુ છે.

અમેરિકામાં હિંસા ફેલાવવાના આરોપોનો સામનો કરી રહેલા ટ્રમ્પના એકાઉન્ટ બ્લોક વિશેની માહિતી ગૂગલે ટ્વિટ વડે આપી હતી, તેમણે ટ્વિટ કરીને કહ્યું કે પોલિસી ઉલ્લંઘન અને સંભવિત હિંસાને ધ્યાનમાં રાખીને અમે ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યુ છે. જેના પર હવે કોઈ નવું કન્ટેન્ટ અપલોડ નહીં થઇ શકે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here