ટ્રમ્પનો H-1B Visa પરનો નિર્ણય US કોર્ટે પલટી નાખ્યોઃ ભારતીયો માટે ખુશખબર

 

વોશિંગ્ટનઃ અમેરિકામાં કામ કરનારા ભારતીય ટેક પ્રોફેશનલ્સ માટે ખુબ રાહતના સમાચાર છે. ઓક્ટોબરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારાH-1B Visa કાર્યક્રમમાં કરાયેલા ફેરફારને અમેરિકાની કોર્ટે ફગાવી દીધા છે. આ સાથે જ ભારતીય કુશળ કારીગર એટલે કે પ્રોફેશનલ્સ હવે અમેરિકામાં પહેલાની જેમ જ કામ કરી શકશે. 

કોરોના વાઇરસ આવ્યા બાદ આ વર્ષ ઓક્ટોબરમાં અમરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય પાછળ ટ્રમ્પ પ્રશાસનનું માનવું હતું કે કોરોનાના કારણે અનેક અમેરિકનોની નોકરી ગઈ તો બહારથી આવનારા લોકોને રોકીને સ્થાનિક લોકોને તે નોકરીઓ આપી શકાય છે. આ દાનતથી વિદેશી પ્રોફેશનલ્સની ભરતી કરતી કંપનીઓ પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. નવા નિયમો એટલા કડક હતા કે લગભગ એક તૃતિયાંશ અરજીધારકોને H-1B  મળી શકે તેમ નહતા. હવે સત્તા બદલાયા બાદ ટ્રમ્પનો આ આદેશ પણ બદલાઈ ગયો છે. 

અત્રે જણાવવાનું કે અમેરિકાની સરકાર દર વર્ષે બહારથી આવનારા તમામ ક્ષત્રોમાં કામ કરતા પ્રોફેશનલ્સ માટે ૮૫ હજાર H-1B બહાર પાડે છે. જેમાં આઈટી પ્રોફેશનલ્સની સંખ્યા સૌથી વધુ છે. અમેરિકામાં હાલ લગભગ ૬ લાખ H-1B હોલ્ડર કામ કરી રહ્યા છે. જેમાંથી મોટાભાગના ભારતના છે અને બીજા નંબરે ચીનના વર્કર છે. 

કેલિફોર્નિયાના ડિસ્ટ્રિક્ટ જજ જેફરી H-1B પર ડોનાલ્ડ ટ્રમ્પના આદેશને રદ કરતા કહ્યું કે સરકારે આ નિર્ણય લેતા સંપૂર્ણ રીતે પારદર્શક પ્રક્રિયાનું પાલન કર્યું નથી. સરકાર દ્વારા કોરોના મહામારીના લીધે લોકોની ગયેલી નોકરીઓના કારણે નિર્ણય લેવાયો તે દલીલ સંપૂર્ણ રીતે ખોટી છે. જસ્ટિસ જેફરીએ કહ્યું કે ‘કોવિડ-૧૯ એવી મહામારી છે જે કોઈના વશમાં નથી, પરંતુ આ મામલે વધુ સચેત થઈને કાર્યવાહી થઈ શકે તેમ હતી.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here