ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓએ બાજી મારી

 

ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓએ સારી શરૂઆત કરી છે. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. હોકી ટીમે આર્જેન્ટીનાને ૩-૧થી હરાવ્યું. તીરંદાજીમાં અતનુ દાસ બે વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટને હરાવીને પુુરુષ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે.

બોરંક્સગમાં પુરુષોની ૯૧+ કિલોગ્રામ વેટ કેટેગરીમાં સતીશ કુમાર ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે. પ્રથમ રાઉન્ડમાં બાય મેળવનાર સતીશે પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં જમૈકાના રિકાર્ડો બ્રાઉનને ૪-૧થી હરાવ્યો. સતીશે હવે મેડલ પાક્કો કરવા માટે એક જીત મેળવવાની છે. સિંધુએ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં વર્લ્ડ નંબર ૧૨ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને ૪૧ મિનિટમાં ૨૧-૧૫, ૨૧-૧૩થી હરાવી દીધી, જ્યારે પુરૂષ હોકીમાં ભારતીય ટીમે પૂલ એની સરખામણીમાં આર્જેન્ટીનાને ૩-૧થી હરાવીને અંતિમ-૮માં જગ્યા પાક્કી કરી લીધી છે.

તીરંદાજીમાં પુરુષ સિંગલ્સમાં ભારતના અતનુ દાસે ચાઈનીઝ તાઈપેજના ડેન યુચેંગને ૬-૪થી હરાવીને અંતિમ ૩૨માં પ્રવેશ કરી લીધો છે. તીરંદાજીમાં ભારતના અતનુ દાસે સાઉથ કોરિયાના ઝિનયેક ઓહને શૂટઆઉટમાં હરાવી દીધો. બંને તીરંદાજ પાંચ સેટ પછી ૫-૫ની બરાબરી પર હતા. શૂટઆઉટમાં કોરિયાઈ તીરંદાજે નવનો સ્કોર બનાવ્યો. અતનુ દાસે પર્ફેક્ટ ૧૦ના સ્કોરની સાથે મેચ જીતી લીધી. અતનુ દાસ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે. ફાઈનલમાં પહોંચ્યા પહેલાં તેણે દિવસના પોતાના પ્રથમ મુકાબલામાં ચાઈનીઝ તાઈપેજના ડેન યુચેંગને ૬-૪થી હરાવ્યો હતો. અતનુ કરતાં પહેલાં તેની પત્ની દીપિકા કુમારીએ પહેલાં જ મહિલા સિંગલ્સમાં અંતિમ ૧૬માં સ્થાન મેળવી લીધું છે.

હોકીમાં રિયો ઓલિમ્પિકની ગોલ્ડ મેડલિસ્ટ ટીમ આર્જેન્ટીનાને હરાવ્યા પછી પૂલ એમાં ભારતના ૯ અંક થઈ ગયા છે અને તે બીજા સ્થાને છે. ભારતીય ટીમનું પોતાના પૂલમાં ટોપ-૪માં રહેવાનું નક્કી છે. ભારત તરફથી ત્રીજા ક્વાર્ટરમાં વરૂણ કુમાર અને ચોથા ક્વાર્ટરમાં વિવેક સાગર પ્રસાદ અને હરમનપ્રીત સિંહે ગોલ કર્યો છે.

શૂટિંગમાં હાલ મહિલાઓની ૨૫ મીટર એર પિસ્તોલનો ક્વોલિફિકેશન પ્રિસિઝન રાઉન્ડ ચાલી રહ્યો છે. એમાં ભારતની રાહ સરનોબત અને મનુ ભાકર ભાગ લઈ રહી છે. બોરંક્સગમાં લંડન ઓલિમ્પિકની બ્રોન્જ મેડલિસ્ટ એમસી મેરીકોમ પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઊતરશે.

રોઈંગ- ભારતીય નૌકાયન ખેલાડી અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ ટોક્યો ઓલિમ્પિક્સની લાઈટવેટ ડબલ સ્કલ્સ સ્પર્ધામાં ૧૧મા ક્રમે રહ્યા છે, જે આ સ્પર્ધામાં ઓલિમ્પિકમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતીય જોડીએ ૬ઃ૨૯.૬૬નો સમય કાઢીને ફાઈનલમાં બીમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું. આયર્લેન્ડે ગોલ્ડ, જર્મનીએ સિલ્વર અને ઈટાલીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here