ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનુને સિલ્વર મેડલ એનાયત

 

ઇમ્ફાલઃ ટોક્યો ઑલિમ્પિકમાં ઝળહળતી સફળતા બાદ વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુ સોમવારે મણિપુર પાછા ફર્યા હતા. અૅરપોર્ટ પર તેમને ઉષ્માભર્યો આવકાર આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત જનમેદનીએ ભારતમાતાકી જયના પોકારો કર્યા હતા. જોકે, અૅરપોર્ટ પર તેમને મળવા લોકોની ભારે ભીડ ભેગી થઇ હતી. ચાનુ સિક્યોરિટી અને ફેસશીલ્ડ તથા માસ્ક સાથે અૅરપોર્ટની બહાર આવ્યા હતા. 

ચાનુ ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન છે અને કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ૨૦૧૬માં નિષ્ફળ રહેનારા ચાનુએ છેલ્લા પાંચ વર્ષ  તાલીમમાં ગાળ્યા હતા. આ સમય દરમિયાન તેમણે માત્ર પાંચ દિવસ પરિવાર સાથે ગાળ્યા હતા. 

મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે સોમવારે જાહેરાત કરી હતી કે ટોક્યો ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવનાર વેઇટલિફ્ટર સાંઇખોમ મીરાબાઇ ચાનુને રાજ્યના એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ બનાવવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી મીરાબાઇ ચાનુને એક કરોડ રૂપિયાનો પુરસ્કાર પણ આપવામાં આવશે. મણિપુરમાં વિશ્વ કક્ષાની વેઇટલિફ્ટિંગ અૅકેડેમી પણ બનાવવામાં આવશે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here