ટાઈમ્સ ગ્રુપના ચેરપર્સન ઈન્દુ જૈનનું 84 વર્ષની  વયે દુખદ નિધન …..

Indu Jain (Image: Twitter/@navikakumar)

 

 

 ટાઈમ્સ ગ્રુપના ચેરપર્સન ઈન્દુ જૈનનુ 84 વરસે દુઃખદ અવસાન થયું હતું. ઈન્દુ જૈન એક સુવિખ્યાત ભારતીય મિડિયા- વ્યક્તિત્વ હતા. ભારતના સૌથી મોટા મિડિયા ગ્રુપ, – બેનેટ, કોલમેન એન્ડ કું. લિમિટેડના અધ્યક્ષ હતા. જે અખબાર ગ્રુપનો ટાઈમ્સ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે..તેો જીવન આધ્યાત્મિક સાધક, અગ્રણી પરોપકારી અને સેવાભાવી, કળાના પ્રતિષ્ઠત આશ્રયદાતા તેમજ મહિલા અધિકારો ના હિમાયતી હતાં. તેમણે 13 મે, 2021ના દિને આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. છેલ્લા કેટલાક સમયથી તેઓ કોરોના સામે લડતા હતા. 

   ટાઈમ્સ ફાઉન્ડેશન કુદરતી આફતો, પૂર, ભૂકંપ, વંટોળ કે  રોગચાળો- જેવી આપત્તિમાં રાહત માટે કમ્યુનિટી સર્વિસીસ , રિસર્ચ ફાઉન્ડેશન અને ટાઈમ્સ રિલીફ ફંડ વગેરે પ્રવૃત્તિ નું આયોજન કરે છે. સદગત ઈન્દુ જૈન ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટના અધ્યક્ષ પણ હતા. તેમને 2016માં કેન્દ્ર સરકાર તરફથી  પદ્મભૂષણ સન્માન  એનાયત કરવામાં આવ્યું હતું. ઈન્દુ જૈનનાં લગ્ન અશોક જૈન સાથે થયાં હતા. તેઓને બે પુત્રો- સમીર જૈન અને વિનીત જૈન છે. એક પુત્રી છે. અશોક જૈનનું 4 ફેબ્રુઆરી, 1999ના દિને કલીવલેન્ડ યુએસએમાં અવસાન થયું હતું.ઈન્દુ જૈન તેમની માનવતા વાદી સેવા- વૃત્તિ, માનવતાવાદી વિચારધારા અને અનેકવિધ સામાજિક – સેવા પ્રવૃત્તિઓ માટે વિશ્વભરમાં જાણીતા હતા.