ઝૂમાં પ્રાણીઓને કોરોના વેક્સિન અપાઈ

 

કોરોના સંક્રમણથી બચવા માટે અત્યાર સુધી મનુષ્યને વેક્સિન આપવામાં આવી રહી હતી પરંતુ હવે જાનવરોને પણ વેક્સિન આપવાનું ચાલુ થઈ ગયું છે. અમેરિકાના એક ઝૂમાં પ્રાણીઓને કોરોનાથી બચાવવા માટે તેમને વેક્સિન આપવામાં આવી રહી છે.

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો ખાતે આવેલા બે એરિયા સ્થિત ઓકલેન્ડ ઝૂમાં પ્રાણીઓને કોવિડ વેક્સિન આપવામાં આવી રહી છે. હાલ અહીં રીંછ અને વાઘને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. જાણવા મળ્યા મુજબ ટાઈગર જિંજર અને મોલી પહેલા એવા બે જાનવર છે જેમને વેક્સિન આપવામાં આવી છે.

પ્રાણીઓ માટેની આ વેક્સિન ન્યુ જર્સી સ્થિત એનિમલ હેલ્થ કંપની Zoetis  દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઓકલેન્ડ ઝૂએ ટ્વીટમાં લખ્યું હતું કે, Zoties તરફથી જાનવરોને વેક્સિનેટ કરવા માટે ૧૧,૦૦૦ ડોઝ ડોનેટ કરવામાં આવ્યા છે. આ વેક્સિન ૨૭ રાજ્યોના આશરે ૭૦ ઝૂમાં મોકલવામાં આવશે. શરૂઆતમાં વાઘ, રીંછ, ગ્રિજલી બિયર, પહાડી સિંહ અને ફૈરેટ્સ (નોળિયાની એક જાત)ને આ વેક્સિન આપવામાં આવશે.

પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી સેવાઓના વાઇસ પ્રેસિડેન્ટ એલેક્સ હર્મને જણાવ્યું હતું કે અહીં રહેતા કોઈ પણ પ્રાણીઓને કોરોના નથી. પરંતુ સાવચેતી તરીકે આ પગલું ભર્યું છે. બિલાવ અને ભૂરા રીંછ, પર્વત સિંહોને રસીનો પ્રથમ ડોઝ આપતા પહેલા પ્રાણીઓ છે. આ પછી, આ રસી સસ્તન પ્રાણીઓ અને પિગને આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here