જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

મેષ ( અ, લ, ઈ )

આ સમયગાળામાં આપને દુઃખ, હતાશા તથા બેચેનીનો અનુભવ થાય તેવા યોગો જણાય છે. નોકરી-ધંધાના પ્રશ્નોમાં પણ મુશ્કેલીઅોનો સામનો કરવો પડે તેવું બનવાની સંભાવના પણ ખરી જ. આર્થિક સમસ્યાઅો આપને મૂંઝવે તેમ પણ બને. આવકની સામે જાવક વધવાની સંભાવના વિશેષ જણાય છે. વિદ્યાર્થીઅોઅે અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૩૧, ૧, ૨ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૩, ૪ ખર્ચ વધવા પામે. તા. ૫, ૬ સામાન્ય દિવસો.

વૃષભ ( બ, વ, ઉ )

અનેક પ્રશ્નો આપની સામે ઊભા છે તેમાંથી કેટલાક સફળ થાય તેમ છે. આપના કાર્યમાં સારી રીતે મદદ કરનાર વ્યક્તિઅો આવી મળવાની છે. સગા-સંબંધી તથા કુટુંબના આપ્ïતજનો જાડે વિવાદ, મત-મતાંતર થવાની સંભાવના ખરી જ. નોકરી-ધંધામાં યશ મળશે. નવું મૂડીરોકાણ કરતાં સાચવવું. કૌટુંબિક શુભ કાર્ય થઈ શકશે. તા. ૩૧, ૧, ૨ કાર્યસફળતા મળે. તા. ૩, ૪ વિવાદ ટાળવો. તા. ૫, ૬ આર્થિક બાબતોમાં સંભાળવું.

મિથુન ( ક, છ, ઘ )

વ્યવસાયને લગતા કેટલાક પ્રશ્નો અહીં ગૂંચવાઈ જવાની સંભાવના ખરી જ. અેટલે કુનેહ અને ડહાપણ દાખવીને પ્રશ્નો ઉકેલવા તરફ ધ્યાન આપજાે. ચાલુ નોકરીમાં અણધારી ગરબડ કે સંઘર્ષ જાગે તેમ લાગે છે. આર્થિક પરિસ્થિતિ હવે સુધારી શકશો. મહત્ત્વના લાભ મળી શકે તેવા સંજોગોનું નિર્માણ થશે. સંતાનોની ચિંતા વધશે. તા. ૩૧, ૧, ૨ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૩, ૪ આર્થિક લાભ થાય. તા. ૫, ૬ સંતાનોની ચિંતા વધવા પામે.

કર્ક ( ડ, હ )

આ સમય શારીરિક આરોગ્ય તથા માનસિક દૃષ્ટિઅે પ્રતિકૂળ નીવડે તેમ છે. અન્ય વ્યક્તિઅો સાથે પણ વિવાદ કે ઘર્ષણ થવાની સંભાવના ખરી જ. આવક વધશે. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધવાની શક્યતાઅો પણ રહેલી જણાય છે. નોકરિયાત વર્ગને અણધાર્યો લાભ મળી પણ જાય. ઉપરી અધિકારી સાથે સંવાદિતા જણાશે. તા. ૩૧, ૧, ૨ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૩, ૪ ખર્ચાળ દિવસો. તા. ૫, ૬ ગૃહજીવનમાં સંભાળવું.

સિંહ ( મ, ટ )

આ સમય દરમિયાન અશાંતિ અને અજંપાભરી સ્થિતિ મનમાં રહેવા સંભવ છે. મન ઉન્માદમાં રહેશે. આર્થિક દૃષ્ટિઅે સમય મધ્યમ જણાય છે. આવકમાં ખાસ નોîધપાત્ર વધારો થવાની શક્યતા જણાતી નથી. ખર્ચના પ્રમાણમાં વધારો થવાની સંભાવના ખરી જ. મકાન- મિલકતને લગતા પ્રશ્નોમાં પ્રયત્ïનથી લાભ થાય. મુસાફરી થાય. તા. ૩૧, ૧, ૨ ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. ૩, ૪ ખર્ચાળ દિવસો ગણાય. તા. ૫, ૬ ખર્ચાળ દિવસો.

કન્યા ( પ, ઠ, ણ )

જમીન-મકાનના પ્રશ્નો અંગે સાનુકૂળતા જણાય છે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં પણ વિશેષ અનુકૂળતાની અનુભૂતિ થશે. માન-પ્રતિષ્ઠા-યશ મેળવી શકશો. નાણાકીય આયોજનોમાં સંભાળવું પડશે. આવકની સામે જાવક વધવાની સંભાવના ખરી જ. કૌટુંબિક જવાબદારીઅો વધશે, જે તમે પાર પાડી શકશો. વિદ્યાર્થીઅે અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૩૧, ૧, ૨ સફળ દિવસો પસાર થાય. તા. ૩, ૪ નાણાકીય બાબતોમાં સંભાળવું. તા. ૫, ૬ જવાબદારી વધશે.

તુલા ( ર, ત )

કૌટુંબિક તેમ જ દામ્પત્યજીવનને લગતી કેટલીક સમસ્યાઅોનો ઉકેલ આપને આ સમયગાળામાં મળી શકે તેમ છે. પ્રવાસ-પર્યટનથી પણ આનંદ મળે તેમ છે. આવક વધવાની સાથે ખર્ચનું પ્રમાણ વધવાની શક્યતાઅો પણ ખરી જ. મિલન-મુલાકાત સફળ નીવડશે. કુટુંબમાં ધાર્મિક પ્રસંગની ઉજવણી થઈ શકે. તા. ૩૧, ૧, ૨ શુભ સમાચાર મળે. તા. ૩, ૪ આનંદમય દિવસો પસાર થાય. તા. ૫, ૬ મિલન – મુલાકાત ફળદાયી બને.

વૃશ્ચિક ( ન, ય )

નોકરી વ્યવસાયને લગતાં રચનાત્મક તથા વિકાસનાં કાર્યોને સફળતાપૂર્વક પાર પાડી શકશો. આ સમયગાળામાં આર્થિક લાભો મળવાની આશા પણ રાખી શકશો. આપની મહત્ત્વની યોજનાઅો અંગે જરૂરી નાણાકીય જાગવાઈ કરવા અંગે ગ્રહમાન સાનુકૂળ જણાય છે. તે સિવાય સાંપત્તિક પ્રશ્નો હાથ ધરવા હિતાવહ જણાતા નથી. પ્રવાસ ટાળવો. તા. ૩૧, ૧, ૨ સફળ દિવસો પસાર થાય. તા. ૩, ૪ આર્થિક લાભ થાય. તા. ૫, ૬ પ્રવાસ ટાળવો.

ધન ( ભ, ધ, ફ, ઢ )

આ સપ્ïતાહમાં અેકંદરે આપ ઘણી રાહત અનુભવી શકશો. ચિંતાનો બોજ હળવો થશે. માનસિક તાણ અોછી થતાં વિશેષ શાંતિ થશે. આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા પ્રયત્નશીલ રહેજાે, અવશ્ય સફળતા મળશે. મહત્ત્વની યોજના કે પ્રસંગ માટે નાણાકીય વ્યવસ્થા કરી શકશો. અેકાદ બે નવી તકો મળવાની સંભાવના પણ ખરી જ. તા. ૩૧, ૧, ૨ અેકંદરે રાહત રહે. તા. ૩, ૪ સફળ દિવસો ગણાય. તા. ૫, ૬ લાભ થાય.

મકર ( જ, ખ )

આર્થિક દૃષ્ટિઅે આ સમયમાં આપના પ્રયત્ïનો યારી આપી જશે. આવકમાં વૃદ્ધિ થાય. નવીન રચનાત્મક પ્રવૃત્તિઅો દ્વારા લાભ થવાની શક્યતાઅો ખરી જ. અેકંદરે નાણાકીય ચિંતાઅો દૂર થતાં આર્થિક સમસ્યાઅો હલ કરી શકશો. તે સિવાય ગૃહજીવનના તેમ જ ખાસ કરીને સંતાનોના પ્રશ્નોમાં મૂંઝવણ વધવા સંભાવના ખરી જ. પ્રવાસ ટાળવો. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૩૧, ૧, ૨ લાભ થાય. તા. ૩, ૪ સફળ દિવસો. તા. ૫, ૬ મિશ્ર દિવસો.

કુંભ ( ગ, શ, સ, ષ )

આ સમયમાં માનસિક તાણ, ઉચાટ-ઉદ્વેગ કે અશાંતિ ઊભી થવાની શક્યતાઅો ખરી જ. જમીન-મિલકતને લગતા પ્રશ્નો ગૂંચવાય તેવી સંભાવના ખરી જ. મુશ્કેલી તથા અગવડ વધારે તેવા સંજાગોનું નિર્માણ થવાની સંભાવના ખરી જ. ગૃહજીવનમાં સંવાદિતા રાખવી પડશે. વાહનથી સંભાળવું. પ્રવાસ ટાળવો. તા. ૩૧, ૧, ૨ ઉચાટ-ઉદ્વેગ રહ્ના કરશે. તા. ૩, ૪ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૫, ૬ પ્રવાસ ટાળવો.

મીન ( દ, ચ, ઝ, થ )

આ સમયગાળામાં અેકંદરે આપને રાહત જણાશે. ગૃહજીવનની સમસ્યાઅોમાં વિશેષ રાહત જણાશે. ભાગીદારીના પ્રશ્નો હશે તો તમે તેને ઉકેલી શકશો. અલબત્ત, આપને આપનું અંગત આરોગ્ય જાળવવું પડશે તે સિવાય મકાન, મિલકતને લગતા પ્રશ્નો હશે તો તેમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડશે. નોકરિયાત વર્ગને અેકંદરે રાહત જણાશે. સંતાનોથી લાભ થાય. તા. ૩૧, ૧, ૨ રાહતભર્યા દિવસો ગણાય. તા. ૩, ૪ આરોગ્ય જાળવવું. તા. ૫, ૬ લાભ થાય.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here