જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

મેષ (અ.લ.ઈ.)

આ સપ્તાહમાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. આપ હરો-ફરો, પરંતુ મનમાં શાંતિ જણાશે નહિ. ઘરનાં – બહારનાં તમામ કાર્યોમાં વિક્ષેપ તથા વિલંબનો અનુભવ થશે. સ્વજનો સાથે મનદુ:ખના પ્રસંગો ઊભા થવાની શક્યતાઓ પણ ખરી જ. વાહનથી ખાસ સંભાળવું. પ્રવાસ ટાળવો. તા. ૩, ૪, ૫ દરેક રીતે સંભાળીને કામ કરવું. તા. ૬, ૭ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૮, ૯ વાહનથી ખાસ સંભાળવું. અકસ્માત થવાની શક્યતા વધુ છે.

વૃષભ (બ.વ.ઉ.)

આનંદ-ઉલ્લાસભર્યા આ સપ્તાહમાં આપ સફળતા સાથે આનંદની અનુભૂતિ કરી શકશો. સામાજિક યશ-પ્રતિષ્ઠા મળે તેવા યોગો પણ જણાય છે. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રમાં ધારી સફળતા મળશે. નોકરિયાત વર્ગ માટે સમય સાનુકૂળ જણાય છે. નાના-મોટા પ્રવાસનું આયોજન થઈ શકે તેમ છે. તા. ૩, ૪, ૫ આનંદમય દિવસો પસાર થાય. તા. ૬,૭  યશ-પ્રતિષ્ઠા મળે. તા. ૮, ૯ નોકરિયાત વર્ગને ધારી સફળતા મળે.

મિથુન (ક.છ.ઘ.)

સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપને આનંદ ઉલ્લાસ જણાશે. અનપેક્ષિત લાભ પણ થાય, પરંતુ જેમ જેમ દિવસો વીતતા જશે તેમ તેમ દરેક બાબતમાં દરેક રીતે વિચારપૂર્વક પગલાં ભરવાં હિતાવહ બની રહેશે. વાણી, વર્તન, વ્યવહારમાં પણ સંયમી બનવું પડશે. પ્રવાસ માટે સમય યોગ્ય નથી. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૩, ૪, ૫ આનંદમય દિવસો ગણાય. તા. ૬, ૭ દરેક કાર્ય સંભાળપૂર્વક કરવું હિતાવહ છે. તા. ૮, ૯ પ્રવાસ ટાળવો.

કર્ક (ડ.હ.)

આ સમયગાળામાં આપનાં અધૂરાં, અટકેલાં, અટવાયેલાં સર્વ કાર્યો સરળતાથી પૂર્ણ – સિદ્ધ થતાં અવશ્ય આનંદની અનુભૂતિ થશે. તરુણો માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં ધારી સફળતા મળે તેવા યોગો જણાય છે. સપ્તાહના અંતિમ દિવસોમાં નાણાકીય લાભ થવાની શક્યતાઓ પણ ખરી જ. લોટરીથી પણ લાભ થાય. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૩, ૪, ૫ સફળ દિવસો ગણાય. તા. ૬, ૭ લાભકારક દિવસો પસાર થાય. તા. ૮, ૯ આર્થિક ઉત્કર્ષ થાય.

સિંહ (મ.ટ.)

આ સપ્તાહમાં શરૂઆતના તબક્કામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. આપ હરો-ફરો, પરંતુ મનમાં આનંદ-રાહત જેવું જણાશે નહિ. પારિવારિક પ્રશ્ર્નોમાં પણ આપ અટવાઈ જશો. સ્નેહીઓ સ્વજનો સાથે મનદુ:ખ થવાની સંભાવના પણ ખરી જ. અંતિમ દિવસોમાં કંઈક રાહત થશે. તા. ૩, ૪, ૫ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૬, ૭ ઉચાટ-ઉદ્વેગ રહેશે. તા. ૮, ૯ કંઈક રાહત થાય.

કન્યા (પ.ઠ.ણ.)

આ સમયગાળામાં આપને સર્વ પ્રકારે સુખ-શાંતિ અને આનંદ-ઉલ્લાસની અનુભૂતિ થશે. આપના જીવનમાં સંસ્મરણીય શુભ ઘટના બનવાની સંભાવના પણ ખરી જ. પ્રિય વ્યક્તિ સાથેની મુલાકાત સફળ નીવડશે. વિવાહઇચ્છુકો માટે પણ સમય સાનુકૂળ જણાય છે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૩, ૪ આનંદમય દિવસો પસાર થાય. તા. ૫ આકસ્મિક લાભ થાય. તા. ૬, ૭ શુભમય દિવસો ગણાય. તા. ૮, ૯ લાભકારક દિવસો પસાર થાય.

તુલા (ર.ત.)

આ સપ્તાહમાં આપ આનંદ-ઉલ્લાસ, ઉમંગની અનુભૂતિ સાથે સફળ નીવડશો. નાનાં મોટાં દરેક કાર્યોમાં અનપેક્ષિત સફળતા મળશે. નાના-મોટા પ્રવાસનું આયોજન પણ શક્ય બનશે. સ્નેહીઓ, શુભેચ્છકો મિત્રો સાથેની મુલાકાત ફળદાયી નીવડશે. વિવાહઇચ્છુકો માટે પણ સમય શુભ છે. સાસરી પક્ષ તરફથી શુભ સમાચાર મળે. તા. ૩, ૪, ૫ લાભકારક દિવસો પસાર થાય. તા. ૬, ૭ સફળ દિવસો ગણાય. તા. ૮ લાભ થાય. તા. ૯ શુભમય દિવસ.

વૃશ્ર્ચિક (ન.ય.)

આનંદ-ઉલ્લાસભર્યું આ સપ્તાહ આપના માટે સર્વ પ્રકારે શુભ ફળદાયી બની રહેશે. તરુણો માટે વિશેષ આનંદપ્રદ બની રહેવાની સંભાવના પણ ખરી જ. વ્યાપાર-વ્યવસાયમાં અનપેક્ષિત લાભ થતાં વિશેષ આનંદ થશે. મિલન-મુલાકાત શક્ય બનશે. પ્રવાસ પણ થઈ શકે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું. તા. ૩, ૪, ૫ શુભ ફળ આપશે. તા. ૬, ૭ આનંદમય દિવસો પસાર થાય. તા. ૮, ૯ લાભકારક દિવસો ગણાય.

ધન (ભ.ધ.ફ.ઢ.)

વર્તમાન ગ્રહાધીન સ્થિતિ અનુસાર આપ દરેક પ્રકારે સુખ-શાંતિનો અનુભવ કરી શકશો. આપનાં નાનાં-મોટાં ઘરનાં-બહારનાં તમામ અટવાયેલાં કાર્યોમાં અનપેક્ષિત સફળતા મળતાં આનંદ-ઉમંગ વધવા પામશે. નોકરિયાત વર્ગને પણ વિશેષ લાભ થાય. પુત્રનો ઉત્કર્ષ થતો જોવા મળે. ધંધામાં અણધાર્યો લાભ જોવા મળે. તા. ૩ લાભમય દિવસ. તા. ૪, ૫ આનંદમય દિવસો ગણાય. તા. ૬, ૭ ધાર્યું કામ થઈ શકે. તા. ૮, ૯ શુભમય દિવસો પસાર થાય.

મકર (ખ.જ.)

આ સમયગાળામાં આપ અવિરતપણે સફળતા પ્રાપ્ત કરતા રહેશો. જીવનમાં અનેરા આનંદ-ઉમંગની અનુભૂતિ થવાની સંભાવના પણ ખરી જ. સરકારી કામકાજમાં પણ અનપેક્ષિત સફળતા મળવાના યોગોને પણ નકારી શકાય તેમ નથી. પતિ-પત્નીના અંગત પ્રશ્ર્નોમાં પણ રાહત જણાશે. સાસરી પક્ષથી લાભ થાય. તા. ૩, ૪, ૫ આનંદમય દિવસો પસાર થાય. તા. ૬, ૭ લાભકારક દિવસો ગણાય. તા. ૮ લાભમય દિવસ. તા. ૯ સર્વ પ્રકારે રાહત જણાય.

કુંભ (ગ.શ.સ.ષ.)

વ્યાવસાયિક તથા આર્થિક દ્ષ્ટિએ લાભ આપનારા આ સપ્તાહમાં આપ આનંદ-ઉમંગની અનુભૂતિ અવશ્ય કરી શકશો. સામાજિક યશ-પ્રતિષ્ઠા મળવાના, વધવાના યોગો પણ ખરા જ. નવું હાઉસ ખરીદવું હોય કે જૂનું હાઉસ વેચવું હોય તો તે માટે પણ સમય સાનુકૂળ જણાય છે. પ્રવાસ પર્યટન થઈ શકે. તા. ૩, ૪, ૫ લાભકારક દિવસો ગણાય. તા. ૬, ૭ શુભમય દિવસો. તા. ૮, ૯ આર્થિક ઉત્કર્ષ થાય.

મીન (દ.ચ.ઝ.થ.)

આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. ઘડીકમાં આનંદ તો ઘડીક શોકાતુર બની દુ:ખની અનુભૂતિ કરો તેવા ગ્રહયોગો જણાય છે. દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. વાહનથી ખાસ સંભાળવું. પ્રવાસ ટાળવો. વડીલોના આરોગ્યની ચિંતા સતત રહ્યા કરે. તા. ૩, ૪, ૫ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૬, ૭ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. તા. ૮ મિશ્ર દિવસ. તા. ૯ વાહનથી ખાસ સંભાળવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here