જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

મેષ (અ.લ.ઇ.)

નોકરીના ક્ષેત્રે જણાતી મૂંઝવણ દૂર થશે અને આપની મનોકામના પૂર્ણ થશે. નવા હાઉસના ખરીદ-વેચાણમાં કાર્યમાં પણ સફળતા મળે તેવા યોગો જણાય છે. વિવાહઇચ્છુકો માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. આવકની સામે જાવકનું પ્રમાણ ચાલુ રહેવા પામશે. તબિયત સાચવવી સલાહભયુ* છે. તા. ૨૩, ૨૪ મૂંઝવણ દૂર થશે. તા. ૨૫, ૨૬ લાભદાયક રચના થાય. તા. ૨૭ શુભમય દિવસ ગણાય. તા. ૨૮ સામાન્ય દિવસ. તા. ૨૯ તબિયત સાચવવી.

વૃષભ (બ.વ.ઉ.)

વ્યાપાર-વ્યવસાયના ક્ષેત્રે આ સપ્ïતાહમાં ઍકંદરે આપને રાહત જેવું જણાશે. જાકે નોકરિયાત વર્ગે છૂપી ખટપટો અને હિતશત્રુઅો થકી સંભાળવાનું રહેશે. કૌટુંબિક ક્ષેત્રે પરસ્પર માન-મોભો અને મર્યાદા જાળવી લાગણીઅોનો ખ્યાલ રાખી સહનશીલતા કેળવવાથી શાંતિ જણાશે. વાહનથી ખાસ સંભાળવું. તા. ૨૩, ૨૪, ૨૫ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૬, ૨૭ દરેક કાર્યમાં સાવધાની રાખવી. તા. ૨૮ સામાન્ય દિવસ. તા. ૨૯ બપોર પછી રાહત જણાશે.

મિથુન (ક.છ.ઘ.)

આ સમયગાળામાં સંયુક્ત કુટુંબની મિલકત હોય તો તેના ભાગલા પાડવાનું કાર્ય હાથ ધરી શકાશે. કુટુંબમાં કોઈ ગેરસમજાને કારણે વિવાદનું વાતાવરણ ઊભું ન થાય તે ખાસ જાવું. કોર્ટ-કચેરીના પ્રશ્નોમાં આપનાતરફી વાતાવરણ ઊભું થશે. આર્થિક મૂંઝવણ માટે માર્ગ મળશે. સંતાનો અંગે વધુ ધ્યાન આપજા. તા. ૨૩, ૨૪ સાનુકૂળ તકો પ્રાપ્ïત થાય. તા. ૨૫, ૨૬ વિવાદ ટાળવો. તા. ૨૭, ૨૮, ૨૯ આનંદમય દિવસો પસાર થાય.

કર્ક (ડ.હ.)

નોકરિયાત વર્ગને આ સમયગાળામાં મહત્ત્વનાં કામકાજમાં સફળતા મળશે. બદલીનો ઊભો થયેલો યોગ ટાળી શકશો. ધંધાકીય ક્ષેત્રે પણ લાભના સંજાગો ઊભા થશે. વાહન-મકાનની બાબતો અંગે ચિંતા ઉદ્ભવશે. સંતાનોના પ્રશ્નોની મૂંઝવણ વધતી જણાશે. જીવનસાથીનો સહકાર મળશે. ગૃહજીવનના પ્રશ્નોનો ઉકેલ મળશે. કોર્ટ-કચેરીના સંજાગો ઊભા થશે. તા. ૨૩, ૨૪, ૨૫ સફળ દિવસો ગણાય. તા. ૨૬, ૨૭ લાભકારક દિવસો પસાર થાય. તા. ૨૮ સામાન્ય દિવસ. તા. ૨૯ કોર્ટ-કચેરીના કાર્યમાં વ્યસ્ત રહેશો.

સિંહ (મ.ટ.)

આ સપ્ïતાહમાં આવક કરતાં જાવકનું પાસું પ્રબળ જણાતાં નાણાભીડ વધશે. નોકરિયાત વર્ગ માટે બઢતીની તકો ઊભી થાય. પ્રવાસ, પર્યટનની યોજના સાકાર થશે.  જીવનસાથીનું આરોગ્ય કથળવાની શક્યતાઅો પણ જણાય છે. વિદ્યાર્થીવર્ગને ધાયુ* પરિણામ ન મળતાં નિરાશા સાંપડે. તા. ૨૩, ૨૪, ૨૫ આર્થિક વ્યવહારોમાં કાળજી રાખવી. તા. ૨૬, ૨૭ ધંધાકીય પ્રવાસ શક્ય બને. તા. ૨૮ સામાન્ય દિવસ. તા. ૨૯ બપોર પછી રાહત થાય.

કન્યા (પ.ઠ.ણ.)

આ સમયગાળામાં નોકરી-ધંધાના ક્ષેત્રમાં આપ હશો તો પરિસ્થિતિ સુધરશે. યશ-પ્રતિષ્ઠામાં અભિવૃદ્ધિ થશે. આપના વિરોધીઅો અને હિતશત્રુઅો ફાવે તેમ જણાતું નથી. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બનશે. પ્રવાસ માટે સમય સાનુકૂળ જણાતો નથી. ગૃહજીવનમાં પ્રસન્ïનતા જળવાશે. તા. ૨૩, ૨૪ ઉન્ïનતિદાયક દિવસો ગણાય. તા. ૨૫, ૨૬ કાર્ય સફળતાનો યોગ બનશે. તા. ૨૭ સામાન્ય દિવસ. તા. ૨૮, ૨૯ શુભમય દિવસો પસાર થાય.

તુલા (ર.ત.)

આ સપ્ïતાહમાં આપને ઍકંદરે રાહત જેવું જણાશે. ધંધાકીય ક્ષેત્રે વિકાસ થાય તેવા યોગોનું નિર્માણ થવાની સંભાવના ખરી જ. છતાં આર્થિક વ્યવહારોમાં વિશેષ કાળજી રાખવી જરૂરી બનશે. ગૃહજીવનની બાબતો માટે સમય શુભ જણાય છે. સ્વજનોના સંપર્કથી સુખ મળશે. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨૩, ૨૪, ૨૫ ધંધાકીય પ્રગતિ થઈ શકે. તા. ૨૬, ૨૭ આર્થિક વ્યવહારોમાં કાળજી રાખવી. તા. ૨૮ સામાન્ય દિવસ ગણાય. તા. ૨૯ સ્વજનોથી લાભ થાય.

વૃડ્ઢિક (ન.ય.)

આ સપ્ïતાહમાં ઍકંદરે આપને રાહત જણાશે. સ્નેહીઅો, સાથે મિલન-મુલાકાત થઈ શકશે. નોકરી-ધંધાના ક્ષેત્રમાં માર્ગ મળશે. સંતાનો અંગેના મૂંઝવતા પ્રશ્નોનો પણ ઉકેલ મળતાં આનંદ જળવાશે. તબિયત માટે સમય સાનુકૂળ જણાય છે. કોર્ટ-કચેરીને લગતાં કામકાજમાં ધારી સફળતા મળે તેમ જણાતું નથી. તા. ૨૩, ૨૪, ૨૫ રાહતભર્યા દિવસો ગણાય. તા. ૨૬, ૨૭ શુભ સમાચાર મળશે. તા. ૨૮ લાભમય દિવસ. તા. ૨૯ ચિંતાજનક સંજાગો ઊભા થાય.

ધન (ભ.ધ.ફ.ઢ.)

આ સમયમાં હજી જાઈઍ તેવી સફળતા રાહત આપને મળે તેમ જણાતું નથી. જમીન – મકાનની ફેરબદલીનાં કાર્યો થઈ શકશે નહિ. હજી પ્રતિકૂળતાઅો ચાલુ રહેશે. સ્નેહી-સ્વજનો-શુભેચ્છકો સાથેની મુલાકાત ફળદાયી નીવડશે. દામ્પત્યજીવનમાં સંવાદિતા વધશે. તા. ૨૩, ૨૪, ૨૫ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. ૨૬, ૨૭ શુભમય દિવસો ગણાય. તા. ૨૮ સામાન્ય દિવસ. તા. ૨૯ તબિયત સંભાળીને કામકાજ કરવું.

મકર (ખ.જ.)

આ સપ્ïતાહમાં નોકરી-ધંધાના ક્ષેત્રમાં વિકાસ અને સફળતાનો માર્ગ ખૂલતો જણાશે. કોઈ અગત્યની અણધારી તક મળશે, જેથી આપના આનંદમાં ઉમેરો થશે. ગૃહજીવનમાં કોઈ મતભેદો કે બીમારીના કારણે મનદુઃખ હોય તો તેનું નિવારણ શક્ય બનશે. ઘરના વડીલ વર્ગની તબિયત માટે વિશેષ કાળજી રાખવી જરૂરી છે. તા. ૨૩, ૨૪, ૨૫ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૬, ૨૭ અણધાર્યો લાભ થાય. તા. ૨૮ સામાન્ય દિવસ. તા. ૨૯ કૌટુંબિક બીમારીના સંજાગો ઊભા થાય.

કુંભ (ગ.શ.સ.ષ.)

આ સમયગાળામાં નોકરિયાત વર્ગની મુશ્કેલીઅોનો અંત આવશે. ધંધાકીય ક્ષેત્રે હજી સમય સાથ આપે તેમ જણાતું નથી. મકાન-વાહન નિમિત્તે ટેન્શન ચાલુ રહે તેવા યોગો જણાય છે તે સિવાય ગૃહજીવનમાં સંવાદિતા સાથે પ્રેમભયુ* વાતાવરણ જણાશે. સંતાનોની તબિયતની કાળજી વિશેષ રાખવી જરૂરી જણાય છે. તા. ૨૩, ૨૪, ૨૫ રાહતભર્યા દિવસો. તા. ૨૬, ૨૭ મકાન-સંપત્તિ બાબતો માટે પ્રતિકૂળ. તા. ૨૮, ૨૯ મિશ્ર દિવસ.

મીન (દ.ચ.ઝ.થ.)

આ સમયગાળામાં આર્થિક દૃષ્ટિઍ આપના માટે સાનુકૂળ સંજાગો ઊભા થશે. ગૃહજીવનમાં વિવાદ-ગેરસમજ હશે તો તેમાં પણ રાહત જણાશે. સંતાનના પ્રશ્નમાં પણ મૂંઝવણ દૂર થશે. સંતાનો રાહત આપશે. વડીલવર્ગ જા ઘરમાં હોય તો તેમની તબિયતની કાળજી રાખવી પડશે. પ્રવાસ અંગે ખર્ચ વધવાની શક્યતાઅો ખરી જ. તા. ૨૩, ૨૪, ૨૫ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૬, ૨૭ મૂંઝવણ દૂર થશે. તા. ૨૮, ૨૯ તબિયતની કાળજી વિશેષ રાખવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here