જ્યોતિષ રાશિ ભવિષ્ય

 

મેષ (અ.લ.ઇ.)

આપને સર્વ પ્રકારે સુખશાંતિનો અહેસાસ થશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં યશ-પ્રતિષ્ઠા અવશ્ય મળે તેવા યોગો ગણી શકાય. આર્થિક આયોજનો સફળ બનશે. ધંધામાં આવકનું યોગ્ય પ્રમાણ જળવાતાં મનને વિશેષ આનંદ મળશે. વ્યાવસાયિક સ્થિરતા વધશે. પરિવારમાં સંવાદિતા જળવાશે. તા. ૯ શુભ સમય પસાર થાય, તા. ૧૦ લાભમય દિવસ, તા. ૧૧ ધારી સફળતા મળે, તા. ૧૨ ઠીક, તા. ૧૩ બપોર પછી રાહતનો અનુભવ થાય, તા. ૧૪-૧૫ આનંદી દિવસો.

વૃષભ (બ.વ.ઉ.)

આ સપ્ïતાહ દરમિયાન આપને ઍકંદરે સાર્વત્રિક સફળતા મળશે. વેપાર-વ્યવસાય ક્ષેત્રમાં તથા નોકરીમાં અણધાર્યો આર્થિક લાભ જણાશે. ઘરમાં નાનાં-મોટાં કાર્યોનું આયોજન થઈ શકે. અનપેક્ષિત ભાગ્યોદય જેવું પણ થાય. સ્ત્રીઅો તથા વિદ્યાર્થીમિત્રો માટે શુભ સમય. તા. ૯ આનંદી દિવસ, તા. ૧૦ લાભમય દિવસ પસાર થાય, તા. ૧૧ શુભ દિવસ, તા. ૧૨ અણધારી સફળતા મળે, તા. ૧૩ કુટુંબમાં શુભ કાર્યનું આયોજન થાય, તા. ૧૪-૧૫ રાહત.

મિથુન (ક.છ.ઘ.)

ઘરનાં, બહારનાં નાનાં, મોટાં કાર્યોમાં સફળતા મળતાં આપનો આનંદ બેવડાશે. વેપાર-ધંધામાં આવકનું પ્રમાણ જળવાશે. અધૂરાં, અટવાયેલાં કાર્યો પૂર્ણ થઈ શકશે. નવાં ક્ષેત્રોમાં પગરણ માંડશો. પરિવારમાં પણ સંવાદિતા જળવાશે. વડીલોનું સ્વાસ્થ્ય જળવાય. સ્ત્રીઅો તથા વિદ્યાર્થીઅો માટે અનુકૂળતા સમય, તા. ૯ શુભ, તા. ૧૦ લાભ, તા. ૧૧ સાનુકૂળતા, તા. ૧૨ લાભ, તા. ૧૩ બપોર પછી સારïું, તા. ૧૪-૧૫ આનંદી દિવસ.

કર્ક (ડ.હ.)

આ સપ્ïતાહ દરમિયાન આપને દરેક રીતે દરેક બાબતમાં પ્રતિકૂળતાનો અનુભવ થશે. હરીફો તમને માત આપવામાં રચ્યાપચ્યા રહેશે. ઘરમાં પણ સામાન્ય કારણોસર પરસ્પર મનદુઃખ જેવું થઈ જવાની શક્યતાઅો પણ ખરી જ. વ્યાપાર, વ્યવસાય ક્ષેત્ર તથા નોકરીમાં પણ આવકની સામે જાવકનું પ્રમાણ વધતાં અકળામણ વધશે. માત્ર ઘરના તરïુણોનો ભાગ્યોદય થશે. સ્ત્રીઅો માટે સામાન્ય સમય. તા. ૯ ચિંતા, તા. ૧૦ ક્લેશ, તા. ૧૧ ઉચાટ, તા. ૧૨ ઉદ્વેગ, તા. ૧૩ રાહત, તા. ૧૪ સામાન્ય દિવસ, તા. ૧૫ ઠીક.

સિંહ (મ.ટ.)

આ સમયગાળામાં આપને સુખ-દુઃખ, અનુકૂળતા અને પ્રતિકૂળતા ઍમ મિશ્ર સંજાગોનો અનુભવ થશે. ધારેલાં કાર્યોમાં આપ અસફળ રહેશો. ન ધારેલાં કેટલાંક કાર્યો અોચિંતા સિદ્ધ થઈ શકશે. ઘર માટે ખરીદી થઈ શકશે. મિલન સમારંભમાં તમે કેન્દ્રસ્થાને રહેશો. મહત્ત્વની વ્યક્તિ સાથે મુલાકાત થાય. સ્ત્રીઅો તથા વિદ્યાર્થીમિત્રો માટે મિશ્ર સમય. તા. ૯ સામાન્ય, તા. ૧૦ ઠીક, તા. ૧૧ લાભ, તા. ૧૨-૧૩ બપોર પછી સારïું, તા. ૧૪ લાભ, તા. ૧૫ શુભ.

કન્યા (પ.ઠ.ણ.)

નોકરીના ક્ષેત્રમાં કાર્યબોજ વધતો રહેશે. તે સામે આપના કાર્યની કદર અોછી થશે. હાથ ધરેલાં કાર્યોમાં સફળતા ન મળતાં વધારે નિરાશ થવાશે. ખર્ચનું વધતું પ્રમાણ અકળાવશે. કુટુંબ-પરિવારમાં પણ અન્યાય જેવું જણાય. સ્ત્રી વર્ગે તથા વિદ્યાર્થીમિત્રોઍ પણ દરેક રીતે સંભાળવું. તા. ૯-૧૦ સામાન્ય દિવસો પસાર થાય, તા. ૧૧ શુભ સમાચાર મળે, તા. ૧૨ ઠીક, તા. ૧૩-૧૪ ચિંતાથી ઘેરાયેલા રહેશો, તા. ૧૫ બપોર પછી કંઈક રાહત.

તુલા (ર.ત.)

આપના વ્યક્તિગત આરોગ્યની ચિંતા પણ રહેશે. તે સાથે, પરિવારના પ્રશ્નો પણ આપની મૂંઝવણમાં વધારો કરશે. મિત્રો-ભાઈભાંડુ સાથે મનદુઃખ થાય. વેપાર-રોજગારમાં પણ સંતોષકારક સ્થિતિ જણાશે નહિ. આવકની સામે જાવકનું પ્રમાણ વધતું જણાશે. મનમાં ચિંતા ઘેરી વળશે વડીલોના આરોગ્યની ચિંતા યથાવતï્ રહેશે. કારણ વિનાની દોડધામ કરવી પડે. તા. ૯ ઠીક, તા. ૧૦ સામાન્ય, તા. ૧૧ લાભ, તા. ૧૨ ચિંતા, તા. ૧૩-૧૪ ક્લેશ, તા. ૧૫ બપોર પછી રાહત.

વૃડ્ઢિક (ન.ય.)

ઘરની જવાબદારીઅો પણ વધશે. ઘરના શુભ પ્રસંગ નિમિત્તે પણ દોડધામ થયા કરશે. વાહન-અકસ્માતથી ખાસ સંભાળવું. વાણી, વર્તન, વ્યવહારમાં સંયમ રાખવો જરૂરી બનશે, નહિતર નિવારી ન શકાય ઍવું નુકસાન થાય. સ્ત્રીઅો તથા બાળકો માટે સામાન્ય સમય. તા. ૯ સામાન્ય દિવસ પસાર થાય, તા. ૧૦ ઠીક, તા. ૧૧ પરદેશથી શુભ સમાચાર મળે, તા. ૧૨ રાહત અનુભવાય, તા. ૧૩-૧૪ ચિંતા, દોડધામ, તા. ૧૫ ક્લેશ.

ધન (ભ.ધ.ફ.ઢ.)

વ્યાપાર-વ્યવસાયમાં આવકનું પ્રમાણ જળવાઈ રહેશે. અટવાયેલાં કાર્યો પૂર્ણ થશે. હાથ ધરાયેલાં, અધૂરાં મહત્ત્વનાં કાર્યો સરળતાથી પૂરાં કરી શકશો. પરિવારમાં, જીવનસાથી સાથેના વ્યવહારમાં વિશેષ સંવાદિતા જળવાશે. વિવાહઇચ્છુકો માટે પણ શુભ સમય ગણાય. સ્ત્રીઅો માટે પણ શુભ સમય. વિદ્યાર્થીઅોને ધારણા બહારની સફળતા મળે. તા. ૯ સારી, તા. ૧૦ સફળતા, તા. ૧૧ લાભ, તા. ૧૨ શુભ, તા. ૧૩ સામાન્ય, તા. ૧૪-૧૫ આનંદી દિવસો.

મકર (ખ.જ.)

ગોચરના શુક્રનું ભ્રમણ આપને અનેક રીતે શુભ ફળ આપશે. વ્યાપાર-વ્યવસાય તથા નોકરી ક્ષેત્રે આવકનું પ્રમાણ જળવાશે. મિલકતની લે-વેચમાં પણ અનપેક્ષિત લાભ મળી શકે. ભાઈભાંડુ સાથે મનમેળ રહે. નોકરીના ક્ષેત્રમાં આપનું વર્ચસ વધશે. વડીલવર્ગનું આરોગ્ય જળવાશે. નાના-મોટા પ્રવાસનું આયોજન થઈ શકે. સ્ત્રીઅો તથા વિદ્યાર્થીઅો માટે શુભ સમય ગણાય. તા. ૯ શુભ, તા. ૧૦ સફળતા, તા. ૧૧ લાભ, તા. ૧૨ ઠીક, તા. ૧૩ સામાન્ય, તા. ૧૪-૧૫ આનંદી દિવસો.

કુંભ (ગ.શ.સ.ષ.)

રવિ-મંગળનો કેન્દ્રયોગ આપને હિતશત્રુઅો થકી હંફાવશે. નાણાકીય બાબતોમાં આયજનોમાં વિશેષ ચિંતા રહ્ના કરશે. ખર્ચ-ખરીદી ટાળવા પ્રયત્ન કરવો જરૂરી ગણાય. નોકરીમાં વિપરીત સ્થળાંતર થવાની શક્યતાઅો જણાય છે. સ્ત્રીવર્ગ માટે પ્રતિકૂળ સમય. વિદ્યાર્થીમિત્રોઍ મહેનત કરવી પડશે. તા. ૯ ખર્ચનું પ્રમાણ વધી જશે, તા. ૧૦ ચિંતામાં દિવસ પસાર થાય, તા. ૧૧ નિષ્ફળતા ઘેરી વળશે, તા. ૧૨ સામાન્ય, તા. ૧૩ ઠીક, તા. ૧૪-૧૫ બપોર પછી રાહત.

મીન (દ.ચ.ઝ.થ.)

અનપેક્ષિત અન્ય દુર્ઘટના કે નુકસાનથી પણ સંભાળવું જરૂરી બનશે. તે ઉપરાંત મિલન, મુલાકાત માટે શુભ સમય ગણાય. નાના-મોટા પ્રવાસનું આયોજન થઈ શકે. સપ્ïતાહના મધ્ય ભાગમાં વડીલોના આરોગ્યના પ્રશ્નો આપની ચિંતા-મૂંઝવણમાં વધારો કરશે. સ્ત્રીઅો માટે પણ સંભાળવા જેવો સમય. તા. ૯ મૂંઝવણ વધશે. તા. ૧૦ બપોર પછી રાહત. તા. ૧૧ ઠીક, તા. ૧૨ સામાન્ય, તા. ૧૩ રાહત મળે, તા. ૧૪ સફળતા, તા. ૧૫ મધ્યમ.     

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here