“જ્યોતિષ રાશિ ભવિષ્ય”

0
1136

મેષ (અ.લ.ઇ.)
આ સપ્તાહ દરમિયાન આપ હરો ફરો, પરંતુ મનમાં શાંતિ જણાશે નહિ. આપના પ્રયત્નો ધીમે ધીમે, પરંતુ જરૂરથી સફળતા આપશે. નાણાકીય દષ્ટિએ આ સમય એકંદરે સાનુકૂળ જણાય છે. આમ હોવા છતાં ખર્ચનું ભારણ અનુભવશો. નોકરિયાત વર્ગ માટે આ સમય સાનુકૂળ જણાય છે. અગત્યનાં કામો અવશ્ય સફળ થશે. વેપાર-ધંધામાં પણ સફળતા મળે તેમ છે. તા. 15, 16, 17 દરેક રીતે સંભાળવું. તા. 18, 19 લાભ થાય. તા. 20, 21 સફળ દિવસો ગણાય.

વૃષભ (બ.વ.ઉ.)
આ સપ્તાહમાં હજી આપને કેટલીક પ્રતિકૂળતાઓ અને અવરોધોનો સામનો કરવો પડશે. કોઈની સાથે અકારણ વિખવાદ કે ઘર્ષણમાં ન ઊતરશો. નાણાકીય દષ્ટિએ સમય શુભ જણાય છે. આર્થિક વ્યવસ્થા ઊભી થઈ શકશે. ઉઘરાણીનાં કામો પતે તેમ છે. નવું મૂડીરોકાણ લાભદાયી પુરવાર થઈ શકે તેમ છે. નોકરિયાત વર્ગને વિશેષ સફળતા મળશે. તા. 15, 16, 17 સામાન્ય દિવસો ગણાય. તા. 18, 19 વિવાદ ટાળવો. તા. 20, 21 લાભ થાય.

મિથુન (ક.છ.ઘ.)
આ સપ્તાહમાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. માનસિક અજંપો-અશાંતિ વધવા પામશે. કોઈ ને કોઈ પ્રકારે ચિંતા મન પર સવાર થયેલી જણાશે. ગૃહસ્થજીવનના પ્રશ્નો માટે સમય સાનુકૂળ જણાય છે. અતિ મહત્ત્વનાં કાર્યો હાથ ધરવાં હિતાવહ નથી. તા. 15, 16, 17 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. તા. 18, 19 ચિંતાજનક દિવસો ગણાય. તા. 20, 21 મૂંઝવણ વધવા પામશે.

કર્ક (ડ.હ.)
આ સમયગાળામાં એકંદરે આપને અધૂરાં કાર્યો માટે જરૂરી સાનુકૂળતા ઊભી થશે. માન-મહત્ત્વ વધવા પામશે. નાણાકીય મૂંઝવણો કોઈ સારો ઉકેલ મળી આવશે. આવકવૃદ્ધિ માટેના આપના પ્રયત્નો ફળશે. કૌટુંબિક ખર્ચ થવાની સંભાવના પણ જણાય છે. નોકરિયાત વર્ગને એકંદરે રાહત જણાશે. તા. 15, 16 કંઈક અંશે રાહતની લાગણી થાય. તા. 17 શુભમય દિવસ. તા. 18, 19 લાભકારક દિવસો પસાર થાય. તા. 20 ખર્ચાળ દિવસ. તા. 21 મિશ્ર દિવસ.

સિંહ (મ.ટ.)
આ સપ્તાહ દરમિયાન આપને દરેક બાબતમાં સંભાળીને કામકાજ કરવું પડશે. વિશેષ નાણાભીડ ખર્ચ, કરજ અને અન્ય કેટલાક અવરોધોના કારણે સમજીવિચારીને પગલું ભરવા સલાહ છે. નોકરી – ધંધાના ક્ષેત્રમાં આપના હરીફો, વિરોધીઓ બળવાન થતા દેખાશે. તેઓ વિશેષ મુશ્કેલી ઊભી ન કરે તેનું ધ્યાન રાખવું. ધાર્યો લાભ મળશે નહિ. તા. 15, 16, 17 દરેક રીતે સંભાળવું. તા. 18, 19 સામાન્ય દિવસો. તા. 20, 21 હિતશત્રુઓથી સંભાળવું.

કન્યા (પ.ઠ.ણ.)
આ સપ્તાહ દરમિયાન એકંદરે આપને રાહત જણાશે. આપની આર્થિક સમસ્યાઓ હશે તો તે અવશ્ય ઉકેલાઈ જશે. સપ્તાહના અંતિમ દિવસોમાં સ્વજનની તબિયત ચિંતા રખાવશે. પ્રવાસનું આયોજન કરવું હિતાવહ જણાતું નથી. ગૃહસ્થ જીવનમાં સંયમ અને સમજણથી કાર્ય કરવું જરૂરી જણાય છે. તા. 15, 16, 17 આનંદમય દિવસો ગણાય. તા. 18, 19 સામાન્ય દિવસો ગણાય. તા. 20, 21 મૂંઝવણ વધશે.

તુલા (ર.ત.)
આ સમયગાળામાં આપના નાણાકીય સંજોગો સુધરતા જણાશે. નાણાભીડના કારણે કશું અટકે તેમ નથી. આપના વ્યવહારો ચાલતા રહેશે. મકાન-મિલકતના પ્રશ્નો માટે હજી સમય સાનુકૂળ જણાતો નથી. નવું હાઉસ લેવું અત્યારે સલાહભર્યું નથી. મકાન પાછળ નાણાં રોકતાં પહેલાં સો વખત વિચાર કરવા જેવો સમય જણાય છે. તા. 15, 16, 17 લાભકારક દિવસો ગણાય. તા. 18, 19 ઉતાવળા નિર્ણયો લેવા નહિ. તા. 20, 21 સમજીવિચારીને પગલાં ભરવા.

વૃશ્ચિક (ન.ય.)
આ સમય આપના માટે ખર્ચાળ અને વ્યયકારક નીવડે તેમ છે. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધી ન જાય તે ખાસ જોશો, નહિતર તીવ્ર નાણાભીડનો અનુભવ થશે. કોઈ અણધાર્યો લાભ થવાની આશા ઠગારી નીવડશે. નાણાકીય સાહસ, શેર-સટ્ટાથી દૂર રહેવું હિતાવહ જણાય છે. વેપાર-ધંધામાં એકંદરે રાહત જણાશે. તા. 15, 16, 17 ખર્ચાળ દિવસો ગણાય. તા. 18, 19 નિરાશાજનક સ્થિતિ ઊભી થાય. તા. 20, 21 રાહત જણાશે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સપ્તાહ દરમિયાન એકંદરે આપને રાહત જણાશે. આપનાં આદરેલાં અધૂરાં કાર્યો પૂર્ણ થતાં આપ વિશેષ આનંદની લાગણી અનુભવશો, છતાં આર્થિક બાબતોમાં હજી ઉતાવળા અધીરા બની કોઈ નિર્ણયો લેવા યોગ્ય નથી, નહિતર નુકસાન થઈ શકે તેમ છે, માટે વ્યાસાયિક દષ્ટિએ વધુ જાગરૂક રહેવાનું સલાહભર્યું છે. તા. 15, 16, 17 આનંદમય દિવસો ગણાય. તા. 18, 19 સમજીવિચારીને નિર્ણયો લેવા. તા. 20, 21 ધીરજથી કામ લેવું.

મકર (ખ.જ.)
આ સમયગાળામાં આપને મિશ્ર સંયોગોમાંથી પસાર થવું પડશે. પ્રારંભિક દિવસોમાં ઘરની – બહારની ચિંતાઓ આપને પરેશાન કરશે. કૌટુંબિક જવાબદારીઓનો બોજ વધશે. સ્વજનો અંગેની ચિંતા પણ સાથે સાથે રહેવા પામશે. જેમ જેમ દિવસો વ્યતીત થશે તેમ તેમ કંઈક રાહતનો અનુભવ થશે. પ્રવાસ ટાળવો, વાહનથી સંભાળવું. તા. 15, 16, 17 સામાન્ય દિવસો પસાર થાય. તા. 18, 19 જવાબદારી વધવા પામશે. તા. 20, 21 કંઈક રાહત થાય, વાહનથી સંભાળવું.

કુંભ (ગ.શ.સ.ષ.)
શરૂઆતના સમયગાળામાં આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. નોકરિયાત વર્ગે વિશેષ કાળજી રાખવી પડશે. હિતશત્રુઓથી ખાસ સાચવવું પડશે. વેપાર-રોજગારમાં પણ અનપેક્ષિત મુશ્કેલીઓ ઊભી થવા સંભાવના ખરી જ. સપ્તાહના અંતિમ ચરણમાં કંઈક રાહત જણાશે. તરુણોના પ્રશ્નો ઉકેલાશે. તા. 15, 16, 17 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 18, 19 હિતશત્રુઓથી સંભાળવું. તા. 20, 21 રાહત જણાય.

મીન (દ.ચ.ઝ.થ.)
આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. આર્થિક બાબતોમાં ખાસ સંભાળવું પડશે. આ સંદર્ભમાં લીધેલા ઉતાવળા નિર્ણયો વિશેષ નુકસાનકારક સાબિત થવાની સંભાવના પણ ખરી જ. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આપને રાહતનો અનુભવ થશે. કૌટુંબિક પ્રશ્નોમાં વિશેષ રાહત જણાશે. તા. 15, 16, 17 સામાન્ય દિવસો ગણાય. તા. 18, 19 આર્થિક બાબતોમાં ખાસ સંભાળવું. તા. 20, 21 રાહત જણાય.