જ્યોતિષ રાશિ ભવિષ્ય

(તા. ૨૬ મે ૨૦૨૩થી તા. ૧ જૂન ૨૦૨૩ સુધી)

મેષ (અ,લ,ઈ)

કોઈ કાર્ય પૂર્ણ કર્યા પછી આગળ વધવાનું પ્લાનિંગ કરશો તો તે આપના માટે શુભદાયી બની રહેશે. ધીરજથી તેમ જ દીર્ઘ દૃષ્ટિથી વિચારીને જ કાર્ય કરવું આપના માટે હિતાવહ બની રહેશે. એના લીધે આપને અપેક્ષિત લાભ પણ થઈ શકે. પેટ સાથે સંબંધિત રોગ આપને પરેશાન કરી શકે તેવા યોગો જણાય છે. જૂની સમસ્યાઓનું સમાધાન મળશે. તા. ૨૬, ૨૭, ૨૮ દરેક રીતે સંભાળીને કાર્ય કરવું. તા. ૨૯, ૩૦ આરોગ્ય જાળવવું. તા. ૩૧, ૧ લાભ થાય.

 

વૃષભ (બ,વ,ઉ)

ભૂમિ તથા ભવન સાથે જોડાયેલા સોદા થવાની સંભાવના જણાય છે. સમસ્યા વિચાર્યા સિવાય નિર્ણય કરવો હિતાવહ જણાતો નથી. કોઈ દસ્તાવેજ કરવા માટે – હસ્તાક્ષર કરવા માટે સમય યોગ્ય નથી. પૈસા કમાવાનો પૂર્ણ અવસર આપને પ્રાપ્ત થશે. પહેલાં કરતાં સ્વાસ્થ્ય સારું રહેશે. શ્વશુર પક્ષ તરફથી આપને ફાયદો થઈ શકે છે. તા. ૨૬, ૨૭, ૨૮ સમજીવિચારીને કાર્ય કરવું. તા. ૨૯, ૩૦ આર્થિક લાભ થાય. તા. ૩૧, ૧ શુભ સમાચાર મળે. 

 

મિથુન (ક,છ,ધ)

આવક કરતાં ખર્ચનું પ્રમાણ વિશેષ રહેશે. માનસિક ચિંતામાં પણ રાહતનો અનુભવ આપ કરી શકશો. વેપાર રોજગારમાં સ્થિતિ સામાન્ય જણાય છે. તેમ છતાં આર્થિક સંપન્નતા જળવાશે. પારિવારિક પ્રશ્નોમાં મૂંઝવણ યથાવત્ રહેવા સંભાવના ખરી જ. દામ્પત્યજીવનમાં મધુરતા રહેશે. વાદવિવાદથી દૂર રહેવું હિતાવહ ગણાય. તા. ૨૬, ૨૭, ૨૮ ખર્ચ થાય. તા. ૨૯, ૩૦ સામાન્ય દિવસો પસાર થાય. તા. ૩૧, ૧ પારિવારિક મૂંઝવણ યથાવત્ રહેશે. અઘટિત ઘટના ઘટી શકે છે. 

 

કર્ક (ડ,હ)

આપ સાહસપૂર્ણ નિર્ણયો થકી લાભ મેળવી શકશો. હિતશત્રુઓથી સાચવવું જરૂરી જણાય છે. અનપેક્ષિત આર્થિક ઉપાર્જનથી આનંદ થશે. ઘર માટે આવશ્યક ખરીદી થઈ શકે તેમ છે. નવી ઓળખાણો અત્યંત લાભદાયી બની રહેશે. દામ્પત્યજીવનમાં પણ પ્રસન્નતા જળવાય તેમ છે. તા. ૨૬, ૨૭, ૨૮ સમજીવિચારીને આયોજન કરવું હિતાવહ રહેશે. તા. ૨૯, ૩૦ લાભદાયક દિવસો. તા. ૩૧, ૧ આનંદમય દિવસો ગણાય.

 

સિંહ (મ,ટ)

કેટલીક અપ્રિય ઘટના બની શકે છે. ભાઈભાંડુ સાથે મતભેદો થવાની શક્યતા પણ ખરી જ. ધનપ્રાપ્તિ માટે ઉત્તમ સંકેત જણાય છે. આપનો ‘મૂડ’ મહદ્ અંશે ખરાબ રહેવાની શક્યતાઓ વિશેષ જણાય છે. મિલન-મુલાકાત સફળ નીવડે તેમ છે. આંખોની કાળજી રાખવી જરૂરી છે. વાણી-વર્તન વ્યવહાર પર નિયંત્રણ જરૂરી છે. તા. ૨૬, ૨૭, ૨૮ ઉચાટ-ઉદ્વેગ રહેશે. તા. ૨૯, ૩૦ દરેક રીતે સંભાળવું. તા. ૩૧, ૧ આરોગ્યની કાળજી રાખવી.

 

કન્યા (પ,ઠ,ણ)

આપના હિતશત્રુઓથી ખાસ સાચવવું પડશે. અલબત્ત, તેઓ આપનું કંઈ બગાડી શકવાના નથી. આપનું આયોજન, ઉદ્દેશ્ય, લક્ષ્ય વગેરે ગુપ્ત રાખશો તો વિશેષ ફાયદો થશે. આપની કાર્યદક્ષતામાં વૃદ્ધિ થાય તેવા યોગો પણ ખરા જ. પારિવારિક જીવનમાં વિશેષ આનંદ થાય તેમ છે. નોકરિયાત વર્ગ પોતાની જવાબદારી નિભાવી શકશે. તા. ૨૬, ૨૭, ૨૮ શુભ દિવસો ગણાય. તા. ૨૯, ૩૦ પ્રવાસનું આયોજન શક્ય બને. તા. ૩૧, ૧ સફળ દિવસો ગણાય.

 

તુલા (ર,ત)

આપની સામાજિક યશ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય તેવા યોગો જણાય છે. આપના સાહસિક નિર્ણયોની બાબતમાં આપ આગળ વધી સફળ થઈ શકો તેમ છો. ઇચ્છિત નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. સાર્વજનિક માન-સન્માન મળવાની શક્યતાઓ પણ ખરી જ. તા. ૨૬, ૨૭, ૨૮ આર્થિક લાભ થવાની શક્યતા ખરી જ. તા. ૨૯, ૩૦ સફળ દિવસો. તા. ૩૧, ૧ યશ-પ્રતિષ્ઠા વધવા પામશે.

 

વૃશ્ચિક (ન,ય)

આપની સામાજિક યશ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય તેવા યોગો જણાય છે. આપના સાહસિક નિર્ણયોની બાબતમાં આપ આગળ વધી સફળ થઈ શકો તેમ છો. ઇચ્છિત નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. સાર્વજનિક માન-સન્માન મળવાની શક્યતાઓ પણ ખરી જ. તા. ૨૬, ૨૭, ૨૮ આર્થિક લાભ થવાની શક્યતા ખરી જ. તા. ૨૯, ૩૦ સફળ દિવસો. તા. ૩૧, ૧ યશ-પ્રતિષ્ઠા વધવા પામશે.

ધન (ભ,ધ,ફ,ઢ)

શરીરની-આરોગ્યની કાળજી રાખવા માટે સમય સૂચક જણાય છે. વાહનથી ખાસ સંભાળવું જરૂરી છે. જમીન દલાલી, રિયલ એસ્ટેટ કે કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિઓએ સમજીવિચારીને દીર્ઘ દૃષ્ટિથી નિર્ણયો લેવા હિતાવહ બની રહેશે. અજ્ઞાત ભય આપની માનસિક અશાંતિમાં વધારો કરી શકે તેમ છે. તા. ૨૬, ૨૭, ૨૮ આરોગ્યની કાળજી રાખવી. તા. ૨૯, ૩૦ સમજીવિચારીને નિર્ણયો લેવા. તા. ૩૧, ૧ દરેક રીતે સંભાળવું. 

 

મકર (જ,ખ)

નવાં લક્ષ્યો અને નૂતન આયોજન સાથે આપ આપનાં સઘળાં કાર્યોમાં સફળતા પામી શકો તેમ છે. આપના કાર્યની ક્વોલિટી અને ક્વોન્ટિટી બન્નેમાં વૃદ્ધિ થવાના યોગો જણાય છે. વેપાર, વ્યવહાર અને આર્થિક બાબતોમાં સફળતા મળે તેમ છે. સમય સાનુકૂળ છે. આગળ વધી શકો છો. વડીલોના આરોગ્યની ચિંતા રહે. તા. ૨૬, ૨૭, ૨૮ આનંદમય દિવસો પસાર થાય. તા. ૨૯, ૩૦ લાભકારક દિવસો ગણાય. તા. ૩૧, ૧ અનુકૂળ દિવસો ગણાય. 

 

કુંભ (ગ,શ,સ,ષ)

આપનું તથા કુટુંબીજનોનું સ્વાસ્થ્ય સંભાળવાની જરૂર જણાય છે. માંદગી-હોસ્પિટલ-દવા-દારૂ પાછળ ખર્ચ થવાની સંભાવના ખરી જ. શરૂઆતના દિવસોમાં પ્રતિકૂળતાઓનો અનુભવ થાય, પરંતુ જેમ જેમ દિવસો વીતતા જશે તેમ તેમ જરૂ૨થી રાહતનો અનુભવ થશે જ. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. વાહનથી સંભાળવું. તા. ૨૬, ૨૭, ૨૮ આરોગ્ય સંભાળવું. તા. ૨૯, ૩૦ રાહત થાય. તા. ૩૧, ૧ પ્રવાસ શક્ય બની શકે તેમ છે. 

 

મીન (દ.ચ,ઝ,થ)

સપ્તાહની શરૂઆત સુખદ જણાય છે. વ્યવસાયમાં સારો લાભ મળવાના સંકેત પણ ખરા જ. વધુ આવક માટે નવા સ્રોત ઊભા થવાની શક્યતાઓ ખરી જ. વિવાહઇચ્છુકો માટે પણ સમય સાનુકૂળ જણાય છે. સરકાર અથવા સરકારી કાર્યો થકી લાભ થવાની શક્યતાઓ ખરી જ. વાણી-વર્તન વ્યવહાર સંયમિત રાખવો જરૂરી છે. તા. ૨૬, ૨૭, ૨૮ આનંદમય દિવસો ગણાય. તા. ૨૯, ૩૦ શુભ કાર્ય થઈ શકે. તા. ૩૧, ૧ દરેક રીતે સંયમથી વર્તવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here