જ્યોતિષ રાશિ ભવિષ્ય

0
1262

મેષ (અ.લ.ઇ.)
આ સમયગાળામાં એકંદરે આપને રાહતનો અનુભવ થશે. આપનાં આદરેલાં અધૂરાં કાર્યો પૂર્ણ થતાં આપ વિશેષ આનંદની લાગણી અનુભવશો. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રમાં આર્થિક પ્રગતિ થવાની સંભાવના ખરી જ. સંતાનોના મૂંઝવતા પ્રશ્નોનો પણ ઉકેલ મળતાં પારિવારિક આનંદમાં વૃદ્ધિ થશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. તા. 24, 25 રાહત જણાય. તા. 26, 27, 28 આર્થિક પ્રગતિ થાય. તા. 29, 30 પ્રવાસ શક્ય બને.
વૃષભ (બ.વ.ઉ.)
આ સપ્તાહમાં પ્રારંભિક તબક્કામાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. વ્યવસાય ક્ષેત્રે પણ પ્રગતિકારક રચના થતાં વિશેષ આનંદની અનુભૂતિ થશે. વિવાહઇચ્છુકો માટે પણ સમય શુભ જણાય છે. જૂનું હાઉસ વેચવું હોય કે નવું ખરીદવું હોય તો તે માટે સમય સાનુકૂળ જણાય છે. તા. 24, 25 આનંદમય દિવસો પસાર થાય. તા. 26, 27 શુભ કાર્ય થશે. તા. 28, 29, 30 દરેક રીતે સંભાળવું.
મિથુન (ક.છ.ઘ.)
સપ્તાહના શરૂઆતના દિવસોમાં આપના દિવસો સુખ-શાંતિપૂર્વક પસાર થાય તેવા યોગો જણાય છે. ઘરનાં-બહારનાં તમામ કાર્યોમાં સફળતા મળતાં વિશેષ આનંદની અનુભૂતિ અવશ્ય થશે. આવકનું પ્રમાણ જળવાતાં આર્થિક વિટંબણામાં પણ રાહત જણાશે. સપ્તાહના અંતિમ દિવસોમાં દરેક બાબતમાં સંભાળવું. તા. 24, 25, 26 આનંદમય દિવસો પસાર થાય. તા. 27, 28 સફળતા મળે. તા. 29, 30 દરેક રીતે સંભાળવું.
કર્ક (ડ.હ.)
આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. એકાદ બે દિવસ આનંદમાં જાય તો વળી શોકનું આવરણ આવી જવા પણ સંભાવના ખરી જ. વેપાર-વ્યવસાય ક્ષેત્રમાં આવકનું પ્રમાણ વધવા પામશે. તેમ છતાં નાણાકીય સાહસથી દૂર રહેવું હિતાવહ બની રહેશે. સ્થાવર – જંગમ મિલકતની ખરીદ કે વેચાણ માટે સમય સાનુકૂળ જણાય છે. તા. 24, 25, 26 સામાન્ય દિવસો ગણાય. તા. 27, 28 આવકનું પ્રમાણ જળવાશે. તા. 29, 30 સાનુકૂળતા વધશે.
સિંહ (મ.ટ.)
આ સપ્તાહમાં એકંદરે આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. આપનાં આદરેલાં અધૂરાં કાર્યો પૂર્ણ થતાં વિશેષ આનંદની લાગણી અનુભવશો. વેપાર-રોજગારમાં આવકનું પ્રમાણ જળવાઈ રહેતાં વિશેષ રાહત જણાશે. મિલન-મુલાકાત સફળ નીવડશે. તરુણો માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. તા. 24, 25 આનંદમય દિવસો ગણાય. તા. 26, 27, 28 આવકનું પ્રમાણ જળવાશે. તા. 29, 30 સફળ દિવસો ગણાય.
કન્યા (પ.ઠ.ણ.)
આ સમયગાળામાં પ્રારંભિક દિવસો આપના આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય તેમ તેમ આપને દરેક બાબતમાં દરેક રીતે સંભાળવું હિતાવહ બની રહેશે. ધાર્મિક શુભ કાર્યો થઈ શકે તેવા યોગો પણ ખરા જ. તરુણો માટે પ્રેમપ્રકરણમાં નિરાશા મળવાની સંભાવના વિશેષ જણાય છે. તા. 24, 25 આનંદમય દિવસો ગણાય. તા. 26, 27, 28 દરેક રીતે સંભાળવું. તા. 29, 30 નિરાશાજનક દિવસો ગણાય.
તુલા (ર.ત.)
આ સપ્તાહમાં એકંદરે આપના સઘળા દિવસો આનંદમય બની રહે તેવા ગ્રહયોગો જણાય છે. પારિવારિક પ્રશ્નોમાં પણ ઘણી રાહત જણાશે. અંગત જીવનમાં પણ પ્રસન્નતા રહેશે. વેપાર રોજગારમાં આવકનું પ્રમાણ જળવાઈ રહેતાં વિશેષ આનંદની લાગણી અનુભવશો. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બને તેમ છે. તા. 24, 25, 26 આનંદમય દિવસો પસાર થાય. તા. 27, 28 પ્રસન્નતા જળવાશે. તા. 29, 30 પ્રવાસનું આયોજન થઈ શકે.
વૃશ્ચિક (ન.ય.)
સપ્તાહના પ્રારંભિક તબક્કામાં એકંદરે આપને રાહતની અનુભૂતિ થશે, પરંતુ જેમ જેમ દિવસો વ્યતીત થશે તેમ તેમ નાના મોટા પ્રશ્નો ઊભા થવાની સંભાવના પણ ખરી જ. ધીરજ અને સંયમથી નિર્ણયો લેવા સલાહભર્યું ગણાય. વડીલોના આરોગ્યની ચિંતા પણ સતાવશે. વેપાર-રોજગારમાં નાણાકીય સાહસથી દૂર રહેવું હિતાવહ બની રહેશે. તા. 24, 25, 26 રાહત જણાય. તા. 27, 28 લાભ થાય. તા. 29, 30 દરેક રીતે સંભાળવું.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સમયગાળામાં શરૂઆતના દિવસો આપના માટે આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. આપનાં અધૂરાં, અટવાયેલાં કાર્યો પૂર્ણ થતાં વિશેષ આનંદની અનુભૂતિ થશે. સંતાનોના પ્રશ્નોમાં પણ રાહત થશે. શરીર સુખાકારી જળવાશે. સપ્તાહના અંતિમ તબક્કામાં નાણાકીય સાહસથી દૂર રહેવું હિતાવહ ગણાય. તા. 24, 25, 26 આનંદમય દિવસો પસાર થાય. તા. 27, 28 સફળ દિવસો ગણાય. તા. 29, 30 સાહસથી દૂર રહેવું.
મકર (ખ.જ.)
આ સપ્તાહમાં એકંદરે આપને રાહતની અનુભૂતિ થશે. ઘરનાં – બહારનાં તમામ કાર્યોમાં સફળતા મળતાં વિશેષ આનંદની લાગણી અનુભવશો. અગાઉના સંજોગો અનુસાર ઊભા થયેલા નિરાશાજનક સંજોગોમાંથી આપ મુક્ત થઈ શકશો. પરિણામે વિશેષ સુખ-શાંતિ પ્રાપ્ત થશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. વાહનથી ખાસ સંભાળવું. તા. 24, 25 રાહત જણાય. તા. 26, 27, 28 આનંદમય દિવસો ગણાય. તા. 29, 30 પ્રવાસ શક્ય બને.
કુંભ (ગ.શ.સ.ષ.)
આ સમયગાળામાં એકંદરે આપને મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. એકાદ દિવસ આનંદમાં જાય તો વળી ચિંતા-ઉચાટ, ઉદ્વેગનું આવરણ આવી જાય. વેપાર-ધંધામાં નાણાંકીય છૂટ રહેશે છતાં ઉતાવળાં-અધીરા થઈ કોઈ આર્થિક સાહસ કરવું યોગ્ય રહેશે નહિ. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. તા. 24, 25, 26 સામાન્ય દિવસો ગણાય. તા. 27, 28 દરેક રીતે સંભાળવું. તા. 29, 30 આર્થિક સાહસથી દૂર રહેવું.
મીન (દ.ચ.ઝ.થ.)
આ સપ્તાહમાં પ્રારંભિક તબક્કામાં આપને રાહતની લાગણીનો અનુભવ થશે, પરંતુ જેમ જેમ દિવસો વ્યતીત થશે તેમ તેમ કંઈ ને કંઈ ઉપાધિ તેમ જ ઉચાટ, ઉદ્વેગનું આવરણ ઊભું થવાની શક્યતાઓ ખરી જ. વેપાર-રોજગારમાં નાણાકીય સાહસથી દૂર રહેવું. ઉતાવળા, અધીરા થઈ આર્થિક વ્યવહારો કરવા નહિ. પ્રવાસ માટે સમય સાનુકૂળ જણાતો નથી. તા. 24, 25, 26 રાહત જણાય. તા. 27, 28 ઉચાટ-ઉદ્વેગ રહેશે. તા. 29, 30 દરેક રીતે સંભાળવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here