જ્યોતિષ રાશિ ભવિષ્ય

0
1183

મેષ (અ.લ.ઇ.)
સપ્તાહના પ્રારંભિક દિવસોમાં આપને ઘણી રાહત જણાશે. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ કાર્યબોજ – જવાબદારી વધવા પામશે. સાથે સાથે કાર્ય સફળ થતાં આનંદ પણ થશે. વેપાર – વ્યવસાય ક્ષેત્રે પણ સાનુકૂળ સંજોગોનું નિર્માણ થશે. સપ્તાહના અંતિમ દિવસોમાં દરેક બાબતમાં ધ્યાન રાખવું હિતાવહ બની રહેશે. તા. 20, 21, 22 આનંદમય દિવસો પસાર થશે. તા. 23, 24 જવાબદારી વધશે. તા. 25, 26 સાનુકૂળ દિવસો ગણાય.

વૃષભ (બ.વ.ઉ.)
આ સમયગાળામાં આપના દિવસો આનંદમય પસાર થશે. ઘરનાં – બહારનાં તમામ કાયોમાં સફળતા મળતાં વિશેષ આનંદની અનુભૂતિ અવશ્ય થશે જ. સપ્તાહના અંતિમ દિવસોમાં દરેક બાબતમાં દરેક રીતે ધ્યાન રાખવું હિતાવહ બની રહેશે. વડીલોના આરોગ્યની ચિંતા પણ રહેશે. નાના મોટા પ્રવાસનું આયોજન શક્ય જણાય છે. તા. 20, 21 આનંદમય દિવસો ગણાય. તા. 22, 23, 24 સફળતા મળશે. તા. 25, 26 પ્રવાસ માટે શુભ.
મિથુન (ક.છ.ઘ.)
આ સપ્તાહમાં આપને એકંદરે રાહત જણાશે. પ્રારંભિક દિવસોમાં આપનાં મહત્ત્વનાં કાર્યો પૂર્ણ થતાં વિશેષ આનંદની લાગણી અનુભવશો. વેપાર – વ્યવસાય ક્ષેત્રમાં નવી તકો ઊભી થવાની સંભાવના પણ ખરી જ. નોકરીઇચ્છુકો માટે પણ સમય સાનુકૂળ જણાય છે. છતાં નાણાકીય સાહસથી દૂર રહેવું હિતાવહ જણાય છે. તા. 20, 21 એકંદરે રાહત જણાશે. તા. 22, 23, 24 નવી તકો પ્રાપ્ત થાય. તા. 25, 26 શરીરની કાળજી રાખવી.
કર્ક (ડ.હ.)
સપ્તાહના સઘળા દિવસો આનંદમય પસાર થાય તેવા યોગોને નકારી શકાય તેમ નથી. નોકરિયાત વર્ગને પણ વિશેષ રાહત જણાશે. વેપાર વ્યવસાયમાં આવકનું પ્રમાણ જળવાઈ રહેતાં તકલીફો ઘટશે. સ્વતંત્ર વ્યવસાય કરનાર માટે સમય વિશેષ સાનુકૂળ જણાય છે. મિલન – મુલાકાત ફળશે. ગૃહજીવનમાં સંવાદિતા રહેશે. તા. 20, 21, 22 આનંદમય દિવસો ગણાય. તા. 23, 24 લાભકારક દિવસો પસાર થાય. તા. 25, 26 સફળ દિવસો ગણાય.
સિંહ (મ.ટ.)
આ સમયગાળામાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. શરૂઆતના દિવસોમાં જ આર્થિક લાભ થતાં આપનો આનંદ બેવડાશે. નાના મોટા પ્રવાસનું આયોજન શક્ય જણાય છે. વેપાર રોજગારમાં આવકનું પ્રમાણ જળવાઈ રહેશે. તરુણો માટે પણ સમય શુભ જણાય છે. સરકારી તંત્ર સાથેના કામકાજમાં કાળજી રાખવી જરૂરી છે. તા. 20, 21, 22 આનંદમય દિવસો ગણાય. તા. 23, 24 લાભ થાય. તા. 25, 26 શુભ દિવસો ગણાય.
કન્યા (પ.ઠ.ણ.)
આ સપ્તાહમાં આપના સઘળા દિવસો આનંદપ્રદ બની રહેશે. ઘરનાં – બહારનાં તમામ કાર્યોમાં સફળતા મળતાં વિશેષ રાહતની લાગણી અનુભવશો. નોકરિયાત વર્ગ માટે પણ સમય શુભ જણાય છે. પારિવારિક પ્રશ્નોમાં પણ ઘણી રાહત જણાશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય જણાય છે. યશ-પ્રતિષ્ઠા વધવા પામશે. તા. 20, 21, 22 આનંદમય દિવસો ગણાય. તા. 23, 24 લાભ થાય. તા. 25, 26 પ્રવાસ માટે શુભ.
તુલા (ર.ત.)
આ સમયગાળામાં આપને એકંદરે રાહત જણાશે છતાં મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. એકાદ બે દિવસ શાંતિ સ્થપાય તો વળી ઉચાટ-ઉદ્વેગનું વાતાવરણ ઊભું થતાં મનની શાંતિમાં ભંગ જણાય. કોર્ટ પ્રકરણની સ્થિતિ યથાવત્ રહેવા પામે તેમ છે. હિતશત્રુઓ થકી પણ સાવધ રહેવું જરૂરી છે. પ્રવાસ ટાળવો. વાહનથી ખાસ સંભાળવું. તા. 20, 21 એકંદરે રાહત જણાશે. તા. 22, 23, 24 ચિંતાજનક દિવસો ગણાય. તા. 25, 26 દરેક રીતે સંભાળવું.
વૃશ્ચિક (ન.ય.)
આ સપ્તાહમાં આપને એકંદરે રાહત જણાશે. કેટલાક દિવસોથી અનુભવાતી અકળામણનો અંત આવતાં વિશેષ રાહતની લાગણી અનુભવશો. સ્નેહીઓ શુભેચ્છકો સાથેની મિલન-મુલાકાત શક્ય બનતાં અનેરા આનંદની અનુભૂતિ અવશ્ય થશે. ઘરનાં બહારનાં તમામ કાર્યો સફળતાથી પૂર્ણ કરી શકાશે. ભાઈ-ભાંડુની ચિંતા રહેવા પામશે. તા. 20, 21, 22 રાહત જણાય. તા. 23, 24 સફળ દિવસો ગણાય. તા. 25, 26 સામાન્ય દિવસો ગણાય.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સમયગાળામાં આપ હરો ફરો, પરંતુ મનમાં આનંદ જણાશે નહિ. શારીરિક પીડા આપની મૂંઝવણમાં વધારો કરે તેવી શક્યતાઓ પણ ખરી જ. આંખોની કાળજી વિશેષ રાખવી જરૂરી જણાય છે. તરુણો માટે સમય વિશેષ પ્રતિકૂળ જણાતો નથી. નોકરિયાત વર્ગને કંઈક રાહત જણાશે. ગૃહજીવનમાં સંયમ તથા સમજદારીથી કામ લેવું. તા. 20, 21, 22 ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. 23, 24 આરોગ્યની કાળજી રાખવી. તા. 25, 26 કંઈક રાહત જણાય.
મકર (ખ.જ.)
આ સપ્તાહ દરમિયાન આપને દરેક બાબતમાં સંભાળીને કામકાજ કરવું પડશે. આપ હરો ફરો, પરંતુ મનમાં ઉચાટ, ઉદ્વેગ જેવું સતત રહ્યા કરશે. શરીરની કાળજી વિશેષ રાખવી પડશે. વેપાર-વ્યવસાયમાં આર્થિક વ્યવહારોમાં વિશેષ ધ્યાન રાખવું પડશે. નાણાકીય સાહસથી દૂર રહેવું હિતાવહ જણાય છે. તા. 20, 21, 22 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ છે. તા. 23, 24 શરીરની કાળજી વિશેષ રાખવી. તા. 25, 26 આર્થિક સાહસથી દૂર રહેવું.
કુંભ (ગ.શ.સ.ષ.)
આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. નાણાકીય બાબતોમાં વિશેષ કાળજી રાખવી પડશે. વ્યાવહારિક કામોમાં પણ પરસ્પર મનદુઃખના પ્રસંગો સર્જાય તેવા યોગો જણાય છે. દરેક બાબતમાં દરેક રીતે સંભાળીને કામકાજ કરવાથી નુકસાન ઓછું થાય તેવા યોગો જણાય છે. તા. 20, 21, 22 સામાન્ય દિવસો પસાર થાય. તા. 23, 24 સહનશીલતા રાખવી. તા. 25, 26 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું.
મીન (દ.ચ.ઝ.થ.)
આ સમયગાળામાં પ્રારંભિક દિવસોમાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. જેમ જેમ દિવસો વીતતા જશે તેમ તેમ કંઈક રાહતની અનુભૂતિ અવશ્ય થશે. સ્વતંત્ર વ્યવસાય કરનાર માટે સારા લાભની આશા રાખી શકાય તેમ છે. મિલન-મુલાકાત ફળશે. નાના-મોટા પ્રવાસનું આયોજન પણ શક્ય જણાય છે. તા. 20, 21, 22 સામાન્ય દિવસો ગણાય. તા. 23, 24 લાભ થાય. તા. 25, 26 પ્રવાસ માટે શુભ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here