‘જો અભિનંદનને નહીં છોડીએ તો ભારત આપણા પર રાત્રે હુમલો કરી દેશે’

[Reuters/PTV via Reuters TV]

 

ઇસ્લામાબાદઃ ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ ભારતે પાકિસ્તાનના બાલાકોટ પર સર્જીકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓના કેમ્પ સાફ કરી દીધા હતા. ભારતના આ પરાક્રમથી પાકિસ્તાન સહિત દુનિયાના તમામ દેશોને ભારતની તાકાતનો પરચો મળી ગયો હતો. અને આ વાત પાકિસ્તાનના પ્રધાને પોતે કબૂલી છે.

રાષ્ટ્રીય વિધાનસભામાં બોલતા, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના નેતા અયાઝ સાદિકે ફેબ્રુઆરી ૨૦૧૯માં ભારતે પાકિસ્તાનના બાલાકોટ પર કરેલી સર્જીકલ સ્ટ્રાઇક વિશે બોલતા એક મોટો ખુલાસો કર્યો હતો. તેમણે શાસક ઈમરાન ખાનની સરકાર પર ટીકા કરતા કહ્યું હતું કે જ્યારે ભારતીય વાયુસેનાના પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પાકિસ્તાને કબજે કર્યા હતા, ત્યારે પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ એક અગત્યની મીટિંગમાં કહ્યું હતું કે જો આપણે વિંગ કમાન્ડર અભિનંદનને નહીં છોડીએ તો ભારત રાત્રે ૯ વાગ્યા સુધીમાં આપણા પર હુમલો કરશે. એક વીડિયો જે વાયરલ થયો છે, તેમાં મુસ્લિમ લીગ-નવાઝના નેતા અયાઝ સાદિક કહે છે કે પાકિસ્તાનના ટોચના બ્રાસ વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ એ સમયે ગભરાટના સ્વરમાં કહ્યું હતું કે જો ત્ખ્જ્ના પાઇલટને જલ્દીથી ભારતને સોપવામાં ન આવે તો ભારત પાકિસ્તાન ઉપર મોટો હુમલો કરશે. અયાઝ સાદિકે ઉમેર્યું હતું કે વડા પ્રધાન ઇમરાન ખાને તે સમયે બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો.

અયાઝ સાદિકે બુધવારે પાકિસ્તાનની રાષ્ટ્રીય વિધાનસભામાં બોલતા કહ્યું હતું કે, મને યાદ છે શાહ મહમૂદ કુરેશી મીટિંગમાં હતા જેમાં ઇમરાન ખાને હાજર રહેવાની ના પાડી હતી અને સેનાના ચીફ જનરલ બાજવા ઓરડામાં આવ્યા હતા, તેના પગ ધ્રૂજતા હતા અને તે પરસેવે રેબઝેબ થતા હતા. વિદેશ પ્રધાને કહ્યું કે ભગવાનની ખાતર અભિનંદનને ભારત જવા દો નહીં તો ભારત રાત્રે ૯ વાગ્યે પાકિસ્તાન પર હુમલો કરી દેશે. ૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ, વિંગ કમાન્ડર અભિનંદને ડોગફાઇટ દરમિયાન પાકિસ્તાની એફ-૧૬ જેટ પર ગોળી ચલાવી હતી, જો કે, તેમના મિગ -૨૧ એરક્રાફટને પણ ગોળી વાગતા, તેમણે પેરાશ્યુટ વાપર્યું, જે બાલાકોટમા લેન્ડ થયું. જ્યાં પાકિસ્તાની સેનાએ તેમની ધરપકડ કરી લીધી હતી. જો કે ૧ માર્ચે પાકિસ્તાને ભારતના વિંગ કમાન્ડર અભિનંદનને અટારી-વાઘા સરહદ પર છોડવાની ફરજ પડી હતી