જાણીતા ફિલ્મ  સંગીતકાર ખય્યામનું 92 વર્ષની વયે નિધન — ફેફસામાં ઈન્ફેકશન થવાને કારણેતેમને મુંબઈની સુજય હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા હતા…

0
1023

 અનેક હિન્દી ફિલ્મોમાં યાદગાર સંગીત આપનારા, ભારતીય કલા જગતને  અનેક સુરીલી તર્જની અમૂલ્ય ભે્ટ આપી જનારા ઉત્કૃષ્ટ અને કલ્પનાશીલ સર્જક ખય્યામનું સોમવારે 92 વર્ષની જૈફ વયે મુંબઈમાં દુખદ અવસાન થયું હતું. તેમને પદ્મભૂષણ અને કેન્દ્રીય સંગીત – નાટક અકાદમીના સન્માનથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. કભી-કભી, ઉમરાવજાન, નૂરી, બાજાર, રઝિયા સુલતાન જેવી ફિલ્મોમાં યાદગાર ગીતો આપી સંગીતચાહકોના દિલ જીતી લીધા હતા. ફિલ્મ કભી-કભી અને ઉમરાવજાન માટે તેમને બેસ્ટ મ્યુઝિક ડિરેકટરનો ફિલ્મફેર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ કે.એલ સાયગલની જેમ હીરો અને  ગાયક બનવવા માગતા હતા. તેમના 90મા જન્મદિને ખચ્યામ સાહેબે એક ટ્રસ્ટની રચના કરી હતી, પોતાની જીવનભરની કમાણી ટ્રસ્ટને નામે કરવાનું તેમણે એલાન કર્યું હતું. આશરે 12 કરોડ રૂપિયા તેમણે ટ્રસ્ટને આપ્યા હતા. આ ટ્રસ્ટ જરૂરતમંદ કલાકારોને મદદરૂપ બનશે. તેમણે ગઝલ ગાયક તલત અઝીઝ અને તેની પત્ની બીનાને મુખ્ય ટ્રસ્ટીપદની જવાબદારી સોંપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here