જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં 2016માં દેશવિરોધી નારા પોકારનારી વ્યક્તિઓ સામે પોલીસતંત્રે 1200 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી…

0
832

 

Reuters

2016માં આતંકવાદી અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી તેના વિરોધમાં જેએનયુમાં આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં આ ફાંસીનો વિરોધ કરવા માટે કેટલાક લોકોએ દેશ વિરુધ્ધ નારા પોકાર્યા હતા. જે લોકોને ગુનેગાર ગણીને પોલીસે તેમની સામે એફઆઈઆર દાખલ કરી છે. પોલીસે જેએનયુના સ્ટુડન્ટ એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ . અનિર્વાણ ભટ્ટાચાર્ય સહિત 7  કાશ્મીરી વિદ્યાર્થીઓને આરોપી બનાવ્યા છે. ચાર્જશીટમાં સીપીઆઈ નેતા ડી રાજાની પુત્રી અપરાજિતા રાજા, સહલા રશીદ સહિત કુલ 36 વ્યક્તિઓના નામનો સમાવેશ થાય છે. દિલ્હીની પટિયાલા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જસીટ પર મંગળવારે સુનાવણી કરવામાં આવશે.

કન્હૈયા કુમારે કહ્યું હતું કે, ત્રણ વરસ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી, તે પણ ચૂંટણીના સમયે જ આ કામ કરાયું તે પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે આ કેસ રાજનીતિથી પ્રેરિત છે. મને મારા દેશના ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે.

   સીપીઆઈના નેતા ડી રાજાએ જણાવ્યું હતું કે, રાજકારણથી પ્રેરાઈને પોલીસે આ પગલુંભર્યું  છે. અમારા વિદ્યાર્થીઓએ કશું ખોટું કર્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here