જમ્મુ-કાશ્મીર બોર્ડર પર ફરી ઉડતો ઓબ્જેક્ટ દેખાયોઃ જવાનોએ ગોળીબાર કરતા ગાયબ

 

જમ્મુઃ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ જમ્મુ-કાશ્મીરના આર્નીયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક ઊડતી વસ્તુ જોવા મળતા તેના પર ગોળીબાર કર્યો હતો. એમ એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.

અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ૧૩ અને ૧૪ જુલાઇની મધ્યરાત્રે આર્નીયા સેક્ટરમાં સૈનિકોએ ભારતીય વિસ્તારમાં ૨૦૦ મીટરની ઊંચાઈએ એક લાલ ઝબકતી લાઇટ જોઈ હતી. સૈનિકોએ લાલ ઝબકતી લાઈટ તરફ ફાયરિંગ કર્યું હતું. જેના કારણે તે પરત ફરી ગયું હતું. હાલમાં આ વિસ્તારમાં શોધ કરવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી કંઈ મળ્યું નથી.

આ અગાઉ, ૨ જુલાઈએ પાકિસ્તાનના એક ક્વાડકોપ્ટરે આર્નીયા સેક્ટરથી આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. 

પરંતુ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યા બાદ તે પરત ફરી ગયું હતું. પાકિસ્તાનસ્થિત આતંકવાદીઓએ ૨૭ જૂનના રોજ ડ્રોન દ્વારા વહેલી સવારે જમ્મુ શહેરના આઈએએફ સ્ટેશન પર બે બોમ્બ ફેંકયા હતા. જેના કારણે બે જવાનોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જમ્મુ-કાશ્મીરના સરહદ જિલ્લાઓમાં મોટે ભાગે વિવિધ જિલ્લાના અધિકારીઓએ ડ્રોન અને અન્ય માનવરહિત હવાઈ વાહનોના સંગ્રહ, વેચાણ અથવા કબજે કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here