જમ્મુ- કાશ્મીર અને લદાખમાં વિશ્વનું સૌથી મોટું ટૂરિસ્ટ હબ બનવાની યોગ્યતા અને ક્ષમતા છે- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

0
961

વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 8 ઓગસ્ટે સાંદે દેશને સંબોધન કર્યું હતું. તેમણે તેમના રાષ્ટ્રજોગા પ્રવચનમાં જણાવ્યું હતું કે, 370ની કલમ રદ થયા બાધ હવે કાશ્મીરની છબી બદલાઈ જશે. દુનિયાભરના પ્રવાસીઓ માટે એ મનગમતું પ્રવાસ-સ્થલ બની રહેશે. હવે માત્ર બોલીવુડ જ નહિ, ઈન્ટરનેશનલ ફિલ્મોનું શૂટિંગ પણ કાશ્મીરમાં કરવામાં આવશેએક સમય એવો હતો કે, બોલીવુડની ફિલ્મો માટે કાશ્મીર સૌથી મનપસંદ સ્થળ હતું. તે સમયગાળામાં મોટાભાગની હિન્દી ફિલ્મોના શૂટિંગ કાશ્મીરમાં કરવામાં આવતા હતા. હવે ફરીથી કાશ્મીરની હાલત સામાન્ય – રાબેતા મુજબની થઈ ગઈ છે. હવે  ફરી ભારતના ફિલ્મ- ઉદ્યોગના લોકો અહીં પોતાની ફિલ્મનું શૂટિંગ કરવા આવશે. દુનિયાભરના પ્રવાસીઓ પણ કાશ્મીરની મુલાકાતે આવશે. કાશ્મીરના સ્થાનિક લોકો માટે રોજગારીનો એક નવો અવસર શરૂ થશે. 

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હું હિન્દી, તેલુગુ ્ને તમિલ સહિત તામ ફિલ્મ જગતના લોકોને આગ્રહ કરીશ કે જમ્મુ- કાશ્મીરમાં ફિલ્મનું શૂટિંગ, નિવેશ અને થિયેટરોના નિર્માણ કરવા માટે જરૂર વિચાર કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here