જમ્મુ -કાશ્મીરની સરહદ પર કેન્દ્ર સરકાર બંકરોનું નિર્માણ કરશે

0
1068

પાકિસ્તાન વારંવાર જમ્મુ અને કાશ્મીરનાી સરહદ પર આવેલા જિલ્લાઓમાં ગોળીબાર કરીને જાનહાનિ કરતું રહે છે. આ સમયે સરહદ પાસે રહેનારા અનેક લોકો આ ગોળીબારનો ભોગ બનીને મોતને ભેટતા હોય છે. આવી ઘટનાઓથી જનતાને ઉગારવા , તેમના જીવનને સલામતી બક્ષવા માટે ભારત સરકારે આશરે 14,000 જેટલાં નાના-મોટા બંકરોનું નિર્માણ કરવાની યોજના બનાવી હોવાનું જાણવા મળ્યું હતું. આ બંકર સાંબા, પૂંછ, જમ્મુ , કઠુઆ અને રાજૌરી જિલ્લામાં બનાવવામાં આવશે. ઉપરોક્ત જિલ્લાઓમાં આમ જનતા માટે 1431 મોટા કોમ્યુનિટી બંકર પણ બનાવવામાં આવી રહ્યા છે. એક બંકરમાં આસરે 40 લોકો સુરક્ષિત રહી શકે એ પ્રકારની સુવિધા રખાશે. બંકરોનું નિર્માણ સરહદની નજીક 3 કિલોમીટરના ભૌગોલિક વિસ્તારમાં આવતા હોય તે ગામોમાં કરાશે. નાના બંકરો 160 ચોરસ ફૂટના હશે. જેમાં 8થી 10 વ્યક્તિઓ રહી શકશે. નેશનલ બિલ્ડીંગ કન્સ્ટ્રકશન કોર્પોરેશન – એનબી સીસી દ્વારા કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here