જમ્મુ- કાશ્મીરના ભતપૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબદુલ્લાનું નિવેદન : ભગવાન રામ તો સહુના ભગવાન છે. જે દિવસે વિવાદનું સમાધાન થઈજશે એ દિવસે મંદિરની ઈંટ લગાવવા હું જાતે જઈશ

0
798

સુપ્રીમ કોર્ટે અયોધ્યા રામ -મંદિર વિવાદની સુનાવણી ટાળીને 10 જાન્યુઆરીની તારીખ આપી ત્યારથી એ અંગે અનેક રાજકીય નેતાઓ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરી રહ્યા છે. નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબદુલ્લાએ આશ્ચર્યજનક નિવેદન આપ્યપં છે. તેમણે જણાવ્યું હતું કે, રામ- મંદિર નિર્માણ અંગેના વિવાદનો ઉકેલ પરસ્પર વાતચીત કરીને જ લાવવો જોઈએ. એ માટે અદાલત સુધી જવાની જરૂર નથી.કાયદો લાવીને રામનું મંદિર બનાવવું એ યોગ્ય ન ગણાય. રામ તો સહુના ભગવાન છે. સુપ્રીમ કોર્ટે આજે માત્ર 30 સેકન્ડનો સમય લઈને સુનાવણીની નવી તારીખ 10 જાન્યુઆરી હોવાનું જાહેર કર્યું હતું. આ સુનાવણી માટે નવી ત્રણ ન્યાયાધીશોની બેન્ચ(ખંડપીઠ)ની રચના કરવામાં આવશે. જે અંગેની જાહેરાત 7 જાન્યુઆરી સુધી થવાની શક્યતા છે.

કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે નિરાશાનો સૂર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, દેશ 4 જાન્યુઆરીની સુનાવણીની રાહ જોતો હતો , હવે એની તારીખ 10 જાન્યુઆરી કરવામાં આવી છે. રામ- મંદિર નિર્માણનો મામલો સંગીન છે. એનો ત્વરાથી ઉકેલ આવવો જોઈએ. એ કેસની સુનાવણી બનતી ત્વરાથી  સતત કરવી જોઈએ. . દેશના મોટાભાગના લોકો આ વિવાદનું જલ્દી સમાધાન થાય એવું ઈચ્છી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here