જગદીશ ત્રિવેદીના કાર્યક્રમમાં મંદબુદ્ધીના બાળકો માટે રૂપિયા ૨૬ લાખનાં દાનનો ધોધ

 

ટેનેસી: અમેરીકાના ટેનેસી રાજ્યના નેશવીલ શહેરમાં ગુજરાત કલ્ચરલ એશોશિએશન (GCA) હોલમાં ડો. જગદીશ ત્રિવેદીનો હાસ્યદરબાર યોજાયો હતો. નેશવીલ GCA કમિટી તથા આગેવાનો જેવા કે જગુભાઈ વી. પટેલ અને દીનેશ લાલાએ નક્કી કરેલ હતું કે આ કાર્યક્રમની સંપૂર્ણ આવક ગુજરાત રાજ્યના બારડોલી પાસે આવેલા ખરવાસા ગામની મંદબુદ્ધીનાં બાળકોની શાળા શાંતિનાથાય સેવાશ્રમને અર્પણ કરીશું. સમાજસેવક કલાકાર જગદીશ ત્રિવેદીએ સૌપ્રથમ આ કાર્યક્રમનો પોતાનો પુરસ્કાર ખરવાસાની શાળાને અર્પણ કર્યો હતો અને પછી એક પછી એક શ્રોતાજનોએ પોતપોતાના તરફથી દાનની જાહેરાત કરતાં કુલ ૩૨,૫૧૫ અમેરીકન ડોલર એકત્ર થયા હતા જે આશરે ૨૬ લાખ રૂ‚પિયા થયા. આ સંસ્થાના પ્રમુખે જણાવ્યા મુજબ આ રકમમાંથી મંદબુદ્ધીનાં  બાળકો માટે ફીઝીયોથેરાપીના સાધનો વસાવવામાં આવશે. આ રકમ નેશવીલ જીસીએ તરફથી અમેરીકાના ડલાસમાં રહેતા મૂળ ખરવાસા ગામના ડાહ્યાભાઈ એન. પટેલ જે આ સંસ્થાના ભૂમિદાતા અને પ્રમુખ છે તેમને એટલે કે બ્રાઈટર વિઝન ફાઉન્ડેશનને મોકલી આપવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here