છૂટાછેડાનો કેસ પેન્ડિંગ હોય તો બે વર્ષનું શરતી કાયમી નાગરિકત્વ મેળવવા માટે શું કરવું જોઈએ?

0
1313

છૂટાછેડાનો કેસ હજી સુધી પેન્ડિંગ હોય ત્યારે બે વર્ષનો શરતી કાયમી નાગરિકત્વ દરજ્જો મેળવવા માટે શું કરવું જોઈએ?
જો તમારી પાસે છૂટાછેડાનો અંતિમ ઓર્ડર હોય તો તમે ગમે ત્યારે ફોર્મ આઇ-751 ફાઈલ કરી શકો છો. એ વાત સાચી છે કે જો તમારી પાસે શરતી ગ્રીન કાર્ડ હોય ત્યારે તેની અંતિમ તારીખે પૂરું થતું નથી, પરંતુ જો તમે છૂટાછેડા માટે હજી સુધી ફાઈલ કર્યું ન હોય અથવા તો તમારા છૂટાછેડા હજી ફાઇનલ ન થયા હોય તો શું થાય?
જો તમે અમેરિકી સિટિઝન જીવનસાથીથી અલગ થયા હો અથવા તે-તેણી ફોર્મ આઇ-751 ફાઈલ કરવાનો ઇનકાર કરે તો તમારે હવે પછી શું કરવું જોઈએ તેનો વ્યૂહાત્મક નિર્ણય લેવાની જરૂર પડશે.
1. આ પ્રકારના કેસમાં, તમારી પાસે કેટલાક વિકલ્પો છેઃ
– લગ્ન જાળવી રાખો અને વેઇવર સાથે ફોર્મ આઇ-751 ફાઈલ કરો.
– છૂટાછેડા માટે ફાઈલ કરો અથવા ફોર્મ આઇ-751 પુરાવા સાથે મેઇલ કરો કે જેથી ખ્યાલ આવે કે તમે છૂટાછેડા માટેની પ્રારંભિક પ્રક્રિયા શરૂ કરી છે.
– તમારું શરતી નાગરિકત્વ પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જુઓ અને વેઇવર માટે ફાઈલ કરવા રિમૂવલ પ્રોસિડિંગના સ્થાને તમે આવી જશો.
2. તમારા છૂટાછેડા હજી સુધી ફાઇનલ ન થયા હોય તો તમારા વિકલ્પો ચકાસોઃ
– તમે ડિવોર્સ વેઇવર બાયપાસ કરી શકો છો, જો તમે અથવા તમારું શરતી નાગરિકત્વ બાળક પર તમારા અમેરિકી જીવનસાથી પર અત્યાચાર ગુજારાતો હોય અથવા ખૂબ જ હાડમારીના કારણે તમને અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવ્યા હોય.
તમારા આઇ-751 ડિવોર્સ વેઇવર રિકવેસ્ટ સાથે યુએસસીઆઇએસ છૂટાછેડાનો અંતિમ આદેશ જોવા માગે છે, ત્યારે કેટલાક શરતી નાગરિકો આ પ્રક્રિયામાં અટવાઇ ગયા છે.
છૂટાછેડાની પ્રક્રિયામાં કેટલાક મહિના અથવા તેનાથી વધારે સમય લાગે છે. જોકે કેટલાક શરતી નાગરિકો તેઓની ડિવોર્સ પિટિશનની કોપી, તેઓના નિર્ધારિત મેડિટેશન સેશન્સ અથવા કોર્ટની તારીખોની સાબિતી તેઓના ફોર્મ આઇ-751 સાથે ફાઈલ કરે છે.
મોટા ભાગના કેસોમાં, યુએસસીઆઇએસ (ફોર્મ આઇ-797 વિશે) રિસીપ્ટ નોટિસ જારી કરે છે જે અરજીકર્તાનું નિર્ધારિત સમય માટેનું ગ્રીન કાર્ડ ચાલુ રાખે છે.
આ પછી, યુએસસીઆઇએસ રિકવેસ્ટ ફોર એવિડન્સ બહાર પાડે છે, જે માટે અંતિમ છૂટાછેડા હુકમનામા માટે પૂછવામાં આવે છે.
જો હજી તમારા છૂટાછેડા ન થયા હોય અને તમે તમારા શરતી નિવાસની અંતિમ તારીખ પછી પણ ફોર્મ આઇ-751 ફાઈલ કર્યા વગર અમેરિકામાં રહેતા હો તો, તમારે રિમૂવલ પ્રોસિડિંગ કરવું જાઈએ.
તમે સમયસર ફોર્મ આઇ-751 ફાઇન ન કરી શકવાના કારણે, તમારે આ પ્રોસિડિંગ (અને કામચલાઉ ગ્રીનકાર્ડ) જાળવી રાખવાની વિનંતી કરવી જોઇએ.
3. ડિવોર્સ વેઇવર વગર આઇ-751 ફાઈલ કરોઃ
વેઇવર સાથે ફોર્મ આઇ-751 ફાઈલ કરવાનું ડિવોર્સ પર આધારિત હોય છે અને તમારે સંપૂર્ણ અને હસ્તાક્ષર કરેલી પિટિશન સબમિટ કરાવવી જોઈએ, જેની સાથે ફાઈલિંગ ફી, તમારા પરમેનન્ટ રેસિડન્સ કાર્ડની કોપી, ડિવોર્સ હુકમનામાની કોપી, લગ્નની કોપી, તમારા લગ્નના અંત બાબતે સર્જાયેલી પરિસ્થિતિ સંબંધિત પુરાવા પણ સબમિટ કરાવવા જોઇએ.
4. શા માટે તમે છૂટાછેડા લીધા તે વિશેના પુરાવા કયારે રજૂ કરવા જોઈએ?
– નો-ફોલ્ટ ડિવોર્સ
– તમારા ભૂતપૂર્વ જીવનસાથીના દોષથી ડિવોર્સ
– મેરેજ કાઉન્સેલિંગનો પ્રયાસ કર્યો હોય
5. તમે ફાઈલ કર્યા પછી શું થશે?
તમારી પિટિશન ફાઈલ કર્યા પછી યુએસસીઆઇએસ ફોર્મ આઇ-979 પર રિસીપ્ટ નોટિસ જારી કરશે, જે તમારા ગ્રીનકાર્ડ તરીકે ફરજ અદા કરશે અને તમને અમેરિકામાં અથવા વિદેશમાં રહેવાની અને કામ કરવાની મંજૂરી આપશે.
યુએસ ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લો કઈ રીતે તમને, તમારા પરિવારને, તમારા મિત્રોને અસર કરી શકે છે તે વિશે વધુ માહિતી માટે તમે અમારા ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લોયર્સ અથવા એટર્નીઝ સાથે વાત કરી શકો છો, નાચમન ફુલવાની ઝિમોવેક (એનપીઝેડ) લો ગ્રુપ, પી. સી.નો  સંપર્ક  201-670-0006 (107) પર ફોન કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here