ચેન્નઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ડિફેન્સ એક્સ્પોનું ઉદઘાટન

0
944

   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નઈ ખાતે ડિફેન્સ એકસ્પોનું ઉદઘાટન કર્યું હતું. તેમણે મેક ઈન ઈન્ડિયા સ્ટોલનો શુભારંભ કર્યો હતો. આ એકસ્પોનું મુખ્ય સૂત્ર- થીમ છે- ભારત– રક્ષા નિર્માણમાં વિકસિત થઈ રહેલું હબ .આ એકસ્પોમાં દુનિયાના વિવિધ દેશોની કંપનીઓ  ભાગ લઈ રહી છે. જેમાં અમેરિકા, બ્રિટન, રશિયા , સ્વીડન અને ફિનલેન્ડ સહિત 47 દેશોની કંપનીઓનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે વકતવ્ય આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, શાંતિ માટે એમે પ્રતિબધ્ધ છીએ,એટલાં જ પ્રતિબધ્ધ અમે  અમારા લોકોની અને અમારી ભૂમિની સુરક્ષા તેમજ સલામતી માટે પણ છીએ. રક્ષા મંત્ર્યાલયના સચિવ અજયકુમારે જણાવ્યું હતું કે, આ એકસ્પોનું આયોજન કરીને અમે સમગ્ર વિશ્વનો ભારતમાં અમારી સુરક્ષાના નિર્ણાણ માટેની ક્ષમતા દર્શાવવા માગીએ  છીએ. આ વખતે 701 કંપનીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં ભારતની 539 અને વિદેશની 163 કંપનીઓનો સમાવેશ થતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here