ચીન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત લઈ લો.

0
1030

અઝહર મસૂદને યુનોમાં  ગ્લોબલ ટેરરિસ્ટ ડિકલેર કરવા અંગેના પ્રસ્તાવ સામે  વિટો વાપરનારા ચીન સામે ભારતમાં જન- આક્રોશ વધી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની આર્થિક શાખા સવદેશી જાગરણ મંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ એવી માગણી કરી હતી કે, ચીનનો આપવામાં૆ આવેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો બનતી ત્વરાથી પરત લઈ લેવામાં આવવો જોઈએ. સ્વદેશી જાગરણ મંચના સંયોજક અશ્વિની મહાજને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસપત્ર લખીને જણાવ્યું હતું કે, ચીનથી આયાત કરવામાં આવતા માલ- સામાન પર ભારતમાં સૌથી ઓછો ટેરિફ ( જકાત) લાગે છે. હવે ચીનને બોધપાઠ ભણાવવા માટે ચીનની  ઈમ્પોર્ટેડ વસ્તુઓ પર તાત્કાલિક અસરથી લાગુ થાયએ રીતે ટેરિફ વધારી દેવો જોઈે. ચીનથી ભારતમાં 76 અબજ રૂપિયાનો માલ- સામાન ભારતમાં આયાત થા.ય છે, જયારે ભારતથી ચીન મનોકલાતા સર- સામાનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. ચીન પાસેથી ભારત મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લઈ લે એ માટે વિવધ સંગઠનો અનો લોકો દબાણ કરી રહ્યા છે. જેવા સાથે તેવાની ચાણક્ય નીતિ અપનાવામાં જ શાણપણ છે, એ સરકારે સમજવું જ રહ્યું …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here