ચીનમાં વિશ્વનો સૌથી લાંબો પુલ બની રહ્યો  છે !

0
915
Reuters

ચીનની દિવાલ -ગ્રેટ વોલ્સ વિષે તો આપણે સૌ જાણીએ છીએ. વિશ્વની એક અજાયબી ગણાય છે આ દિવાલ  સદીઓ સુધી હજારો મજૂરોએ દિવસ- રાત કામ કરીને આ વિરાટ અાયોજન પૂર્ણ કર્યું હતું. હવે એવી સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ છેકે, ચીન દુનિયાનો સૌથી લાંબો સમુદ્રી સેતુ- પુલ બનાવી રહ્યું છે.કહેવામાં આવી રહ્યું છે કે, આ પુલ બનાવવા ઉપયોગમાં લેવાયેલી સ્ટીલ ધાતુનો જથ્થો એટલો બધો છે કે એ સ્ટીલમાંથી 60 એફિલ ટાવરો ઊભાં થઈ શકે. પુલની લંબાઈ 55 કિલોમીટરની છે. આ પુલ  હોંગકોંગ, મકાઉ અને ચીન અરસપરસ જોડાશે. આ પુલ સમુદ્રના જળની ભીતર બનાવવામાં આવનારી સુરંગમાંથી પસાર થશે. આશરે 9 વરસ અગાઉ ચીને આ પુલની પરિયોજનાનો આરંભ કર્યો હતો. એક સમાચાર સંસ્થાઓ આપેલી માહિતી અનુસાર, આ પુલ હોંગકોંગને દક્ષિણ ચીનના જાણીતા શહેર જુહાઈ અને જુગારના શોખીનો માટે પ્રચલિત મકાઉને એકબીજા સાથે જોડશે. આ પુલ કયારે વ્યવહાર માટે ખુલ્લો મૂકાશે એ બાબત હજી ચીનના વહીવટીતંત્રે કશી જાણકારી આપી નથી. આ પુલ120 વરસ સુધી ઉપયોગમાં લઈ શકાશે અને એને લીધે પ્રવાસ કરનારાઓનો 60 ટકા સમય બચી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here