ચીનની દાદાગીરી સામે સંદેશ આપવા દલાઈ લામા તાઈવાનની યાત્રા કરશે

 

બિજિંગઃ ચીનની વધતી જતી દાદાગીરી સામે ભારત જ નહીં દુનિયાના બાકી દેશોમાં પણ રોષ ફેલાઈ રહ્યો છે. હવે ચીન સામે શિંગડા ભેરવનાર તાઈવાન અને તિબેટિયનોના ધર્મગુરુ દલાઈ લામાએ પણ હાથ મિલાવ્યા છે. 

દલાઈ લામા અને બીજા તિબેટિયનોને ભારતે આશ્રય આપ્યો છે. ચીન સામે મોરચો માંડવા માટે દલાઈ લામા આગામી વર્ષે તાઈવાનની મુલાકાત લેવા માટે ઈચ્છુક છે. દલાઈ લામાએ જાહેરાત કરી હતી કે, તાઈવાનના એક સંગઠને આપેલા આમંત્રણ બાદ હું આગામી વર્ષે તાઈવાનની યાત્રા માટે ઈચ્છુક છું. બીજી તરફ તાઈવાને કહ્યું છે કે, દલાઈ લામા દુનિયાના પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ છે અને તેમને નોબેલ પીસ પ્રાઈઝ મળેલુ છે. દલાઈ લામાના સમર્થકો તાઈવાનમાં પણ છે અને તેઓ ઈચ્છે છે કે, દલાઈ લામા ઉપદેશ આપવા માટે તાઈવાનની મુલાકાત લે.

તાઈવાન સરકારના પ્રવક્તાએ ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષમાં શહીદ થયેલા તિબેટના એક સૈનિકને શ્રધ્ધાંજલિ પણ આપી હતી અને દુખ પણ વ્યક્ત કર્યું હતુ. આ પહેલા દલાઈ લામા છેલ્લે ૨૦૦૯માં તાઈવાન ગયા હતા. જોકે શી જિનપિંગે ચીનમાં સત્તા સંભાળ્યા બાદ તેઓ તાઈવાન પહેલી વખત જશે.

કોરોના કી ઐસી તૈસીઃ બ્રાઝિલમાં નિયંત્રણો હળવા થતાં જ હજારો લોકો દરિયા કાંઠે દોડ્યા!

રયો ડી જાનેરોઃ બ્રાઝિલમાં કોરોના વાઇરસના ચેપના કસો ઓછા થયા બાદ નિયંત્રણો હળવા કરાયા છે અને તે સાથે જ વીતેલા સપ્તાહના અંતની રજાઓમાં હજારો લોકોએ દરિયા કાંઠા પર હજારો લોકો ઉમટી પડ્યા હતા. રયો ડી જાનેરોનો જાણીતો ઇપાનેમા બીચ શિન-રિવની રજાઓમાં હજારો લોકોથી ઉભરાઇ ગયો હતો અને આ બીચ પર આવનારા મોટા ભાગના લોકોએ માસ્ક પણ પહેર્ર્યાં ન હતા. આ દરિયાકાંઠા પર સખત તડકાથી બચવા માટેની રંગબેરંગી છત્રીઓનો જાણે મેળો જામ્યો હતો. સપ્તાહોના લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગ સહિતના નિયંત્રણોથી કંટાળલા લોકો એ રીતે દેશના વિવધ બીચો પર ઉમટવા માંડ્યા હતા જાણે કે રોગચાળો પુરો થઇ ગયો હોય! જ્યારે કે હજી પણ બ્રાઝિલમાં રોજના સરેરાશ ૮૨૦ જેટલા કસો નીકળી રહ્યા છે અને ૪૧ લાખ કરતા વધુ કસો સાથે બ્રાઝિલ વિશ્વનો ત્રીજા ક્રમનો સૌથી અસરગ્રસ્ત દેશ છે જે એક સમયે તો બીજા ક્રમ સુધી જઇ આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here