ચીનની આક્રમકતા વિરુદ્ધ અમેરિકાના સાંસદોનું ભારતને ખુલ્લું સમર્થન

0
882

 

વોશિંગ્ટનઃ લદાખમાં ચીન દ્વારા તાજેતરમાં દેખાડવામાં આવેલી સૈન્ય આક્રમકતાની વિરુદ્ધ ભારતને અમેરિકાના કોંગ્રેસના દ્વિદળીય સભ્યોનું જબરજસ્ત સમર્થન મળ્યું છે. ભારત અને ચીનની સેનાઓની વચ્ચે પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (ન્ખ્ઘ્)ના ઘણા વિસ્તારોમાં પાંચ મે બાદથી ગતિવિધિ ચાલી રહી છે. સ્થિતિ ત્યારે ખરાબ થઇ જ્યારે ૧૫ જૂનના ગલવાન ખીણના સંઘર્ષમાં ભારતીય સેનાના ૨૦ જવાન શહીદ થયા અને ચીનના પણ કેટલાક સૈનિકો માર્યા ગયા.

છેલ્લા કેટલાક સપ્તાહમાં, હાઉસ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંને સભ્યોના ઘણા સાંસદોએ ભારતીય પ્રદેશોમાં જોડાણ કરવાના ચીનના પ્રયાસો સામે ભારતના કડક વલણની પ્રશંસા કરી હતી.

ડેમોક્રેટિક પાર્ટીના વરિષ્ઠ સાંસદોમાંના એક ફ્રેન્ક પેલોને હાઉસ રિપ્રેઝન્ટેટિવ્સમાં ભારતના લદ્દાખ ક્ષેત્રમાં ચીનના આક્રમકતાની નિંદા કરતા કહ્યું કે, હું ચીનને તેની લશ્કરી આક્રમકતા સમાપ્ત કરવા અપીલ કરું છું. આ સંઘર્ષનું સમાધાન ફક્ત શાંતિપૂર્ણ માધ્યમથી થવું જોઈએ.

ફ્રેન્ક પેલોન ૧૯૮૮થી યુએસ કોંગ્રેસના સભ્ય છે, તેમણે ભારત-યુએસ સંબંધોને ભારપૂર્વક ટેકો આપ્યો હતો. એવા સમયે જ્યારે વોશિંગ્ટન ડીસીમાં રાજકીય વિભાજન વધ્યું છે, ત્યારે બંને પક્ષોના પ્રભાવશાળી ધારાસભ્યો ચીન સામે ભારતના વલણને સમર્થન આપી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો, આ અથડામણના થોડા મહિના પહેલા ચીની સૈન્યએ કથિત રીતે સીમા પર ૫,૦૦૦ સૈનિકો એકત્રીત કર્યા અને આ સ્પષ્ટપણે બળ અને આક્રમકતા દાખવી છે.

ચીન સામે ભારતને સમર્થન ટ્વિટ્સ દ્વારા, જાહેર ભાષણો, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસમાં ભારતીય રાજદૂત તરણજિત સિંઘ સંધુ દ્વારા કરવામાં આવ્યું હતું. ઘણા સાંસદોએ સંધુને ચીન સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરવા પણ બોલાવ્યા હતા.

એક દિવસ અગાઉ કોલોરાડોથી આવેલા રિપબ્લિકન સેનેટર કોરી ગાર્ડનરે સંધુને ફોન કરીને એલએસીમાં ભારતીય સૈનિકોની શહાદત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. ગાર્ડનરે કહ્યું, ‘અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધ વ્યાપક, ઉંડા અને પ્રગતિમાં છે. અમારા દેશો વચ્ચેના ક્ષેત્રમાં સામાન્ય પડકારો અને આક્રમકતાનો સામનો કરવા અને ભારત-પ્રશાંતમાં નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જાળવવા માટે બંને દેશો વચ્ચે કેટલું મહત્ત્વનું સહયોગ છે તે અંગે અમે ચર્ચા કરી.’

કોલોરાડોના રિપબ્લિકન સેનેટર ગાર્ડનર પૂર્વ એશિયા, પેસિફિક અને આંતરરાષ્ટ્રીય સાયબર સિક્યુરિટી પોલિસી પર સેનેટ વિદેશી બાબતોની સબકમિટીના અધ્યક્ષ પણ છે. સેનેટર રિક સ્કોટે અઠવાડિયા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને ચીની આક્રમકતા સામેની તેમની લડવાની પ્રશંસા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here