ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવી રહ્યા છે..પ્રવાસની અગાઉ તેમણે જમ્મુ- કાશ્મીર બાબતનું તેમનું વલણ બદલી નાખ્યું …

0
1014

 

 

 ચીન પાકિસ્તાનું પાક્કું સમર્થક છે. ભારતનીવિરુધ્ધની દરેક બાબતમાં એ હંમેશા પાકિસ્તાનનું મજબૂત ટેકેદાર બની રહ્યું છે. પાકિસ્તાનના આતંકી અઝહર મસૂદને આંતરરાષ્ટ્રીય ધોરણે યુનોમાં આતંકવાદી ઘોષિત કરવાની ભારતની કોશિશોને  વારંવાર પોતાનો વિટો વાપરીને નિષ્ફળ બનાવી હતી. એવું જ વલણ ચીને જમ્મુ – કાશ્મીરના બાબતે લીધું હતું. ભારતની સંસદે કલમ 370 રદ કરી તેની સામે યુનોમાં બંધબારણે ચર્ચાનો પ્રસ્તાવ કરનારું ચીન રાજકારણનું અઠંગ ખેલાડી છે. પવન જોઈને દિશા બદલવામાં માહિર છે ..આગામી સપ્તાહમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે.તેમની અને  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે મંત્રણા યોજાવાની છે. એની અગાઉ ચીનના વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જમ્મુ- કાશ્મીરનો મામલો દ્વિપક્ષી મંત્રણાથી ઉકેલવો જોઈએ. જોકે ચીનના વિદેશ મંત્રાલય દ્વારા જિનપિંગની ભારત મુલાકાત અંગે કશી સત્તાવાર જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદજી વચ્ચે તામિલનાડુના મહાબલિપુરમમાં મંત્રણા થવાની શક્યતા છે. મહાબલીપુરમનો ચીન સાથે બહુ જૂનો, આશરે 2000 વરસ જેટલો પ્રાચીન સંબંધ છે. મહાબલીપુરમ અને ચીન પુરાતનકાળથી  પરસ્પર સંકળાયેલા હોવાનું પુરાતત્વ વિશેષજ્ઞો જણાવે છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતાના જણાવ્યા અનુસાર, ભારત અને ચીન વચ્ચે ઉચ્ચસ્તરીય આદાન- પ્રદાનની પ્રથા છે. ઉચ્ચસ્તરીય પ્રવાસો દરમિયાન બન્ને દેશો વચ્ચે પરસ્પર વિચારો અને સંવાદનું આદાન- પ્રદાન કરવામાં આવે છે. ચીન અને ભારત- બન્ને વિકાસશીલ દેશ છે. તેમની પાસે વિકસતાં બજારો છે. ગત વરસે ચીનના વુહાનમાં થયેલા અનૌપચારિક સંમેલન પછી બન્ને દેશોના સંબંધોને સારી એવી ગતિ મળી છે.ભારત અને ચીને પોતાના મતભેદોનું નિરાકરણ કરીને સહયોગને મહત્વ આપ્યું છે. અમે અમારી ભારત સાથેની મંત્રણાને આગામી સ્તર પર લઈ જઈ રહયા છીએ અને એના માટે સકારાત્મક વાતાવરણનું સર્જન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here