ચીનના ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાની તૈયારીકરતી કેન્દ્ર સરકાર ..

 

   જયારથી પૂર્વ લડાખના સરહદ વિસ્તારમાં ભારત- ચીનના સૈન્ય વચ્ચે તંગદિલી પ્રવર્તવાની શરૂઆત થઈ છે ત્યારથી ભારતમાંં ચીનનો વિરોધ થઈ રહ્યો છે. ભારતના સરહદ વિસ્તારોમાં ઘુસણખોરી કરવાની ચીનની મેલા ઈરાદાથી ભરેલી કામગીરીથી હવે આખું વિશ્વ વાકેફ થતું જાય છે. ચીન સાથેના રાજદ્વારી સંબંધોમાં પણ કડવાશ પ્રવેશી છે. ભારતની કેોન્દ્ર સરકાર કેટલીક ચીની ઉત્પાદનની આયાત માટે લાયસન્સ અનિવાર્ય કરવાની તૈયારી કરી રહી છે. ચીનથી આયાત કરવામાં આવતા એરકન્ડીશન, પામતેલ, ટેલિવિઝન સેટ સહિતની ડઝનબંધ ચીની વસ્તુઓ પર ભારત કડક વલણ અપનાવી રહ્યું છે. સરકાર ચીની ઉત્પાદનોને ભારતમાં પ્રવેશતાં અટકાવીને ઘરઆંગણે મેન્યુફેકચરિંગ કરવાની ઈચ્છા ધરાવે છે. તે ભારતમાં જ ઉત્પાદન કંપનીઓ માટે બજાર ઊભુ  કરવા માગે છે. ચીનથી આયાત થનારા ઉત્પાદનો પર આયાત ડયુટીમાં વધારો. ટેકનિકલ માપદંડમાં વૃધ્ધિ વગેરે નિયંત્રણ કરવામાં આવી રહ્યા હોવાની માહિતી સત્તાવાર સમાચાર સૂત્રોએ આપી હતી. સરકારની યોજના ચીની સામાન પરની નિર્ભરતા સમાપ્ત કરીને ભારતને આત્મ- નિર્ભર બનાવવાની છે. સ્ટીલ, એલ્યુમિનિયમ, ફુટવેયર, અને એરકન્ડીશનના ઉત્પાદનોને દેશમાં જ પ્રોત્સાહન આપવાનો સરકારનો પ્રસ્તાવ છે. એ સાથે લિથિયમ આયન બેટરી, એન્ટી બાયોટિક્સ, પેટ્રોકેમિકલ્સ, ઓટો, અને મોબાઈલ પાર્ટસ , રમકડા સહિત અનેક વસ્તુઓનું ઉત્પાદન ભારતમાં જ કરાવવાની સરકારની નેમ છે. રમતગમતનો સામાન, સૌર્ય ઉપકરણ અને ઈલેકટ્રોનિક ઉપકરણો હવે ભારતમાં જ બને એવી સરકારની નેમ છે. વિદેશ – વ્યાપાર મંત્ર્યાલયે ચીનના સામાનની યાદી બનાવવાનોઅધિકારીઓને આદેશ આપ્યો છે. ઉદ્યોગજગતના નિષ્ણાતોનું માનવું છે કે, ચીનની આયાત રોકવાને લઈને સરકારે સાહસિક ફેંસલો લેવો પડશે. પછી થોડાક દિવસો માટે આપણે બીજેથી મોંઘો સામાન ખરીદવો પડે. બધા ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓને ટ્રાયલ ઓર્ડર આપવાની શરૂઆત કરવી જોઈે. તેમાં ઘટ કે વિલંબ પર ભારતીય કંપની પર દંડની શરત કે જોગવાઈ ના હોવી જોઈે. આવા નિર્ણાયક ફેંસલા કરવાથી જ ભારતીય કંપનીઓને ટેલિકોમ ક્ષેત્રમાં ચીનનો મુકાબલો કરવાની તક મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here