ચીનઃ સંશોધકોને બરફમાં ૧૫,૦૦૦ વર્ષથી રહેલા ૩૩ વાઇરસ મળ્યા

 

લ્હાસાઃ દુનિયાભરમાં કોરોના વાઇરસનુ ઉદ્ગમ સ્થાન મનાતા ચીનના લ્હાસામાં બરફ હેઠળ દબાયેલા ૩૩ વાઇરસના જેનેટિક કોડ વૈજ્ઞાનિકોને મળી આવ્યા છે. આ પૈકીના ૨૮ વાઇરસ એવા છે જે દુનિયાએ પહેલા ક્યારેય જોયા નથી. એવું મનાઈ રહ્યું છે કે, આ વાઇરસ ૧૫,૦૦૦ વર્ષ જુના છે અને બરફ નીચે રહેવાના કારણે અત્યાર સુધી તે બચી શક્યા છે. આ વાઇરસ જેનેટિક કોડ મળવાથી વૈજ્ઞાનિકોને એવી આશા જાગી છે કે, આ પ્રકારનું વાતાવરણ ધરાવતા બીજા ગ્રહો પર પણ જીવન હોવાની શક્યતા મજબૂત બનશે. જેમ કે મંગળ ગ્રહ.

આ સંશોધનમાં સામેલ અમેરિકાના વૈજ્ઞાનિક મેથ્યુ સુલિવનનું કહેવું છે કે, વાઇરસ અત્યંત કપરા વાતાવરણમાં પણ બચી શક્યા છે. તેમનામાં એવા જીન છે જે તેમને મદદ કરે છે. તેને શોધવું જોકે મુશ્કેલ છે. કારણકે બરફમાંથી કાઢીને તેનો અભ્યાસ કરવા સુધીમાં ઘણી સાવધાની રાખવી પડે છે. ચીનમાં તિબ્બતના લ્હાસા નજીકના બરફિલા વિસ્તારમાં આ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું અને તેમાંથી સેમ્પલ લઈને તેનું એાલિસિસ કરાયું હતું. સંશોધનમાં સામેલ ચીનના વૈજ્ઞાનિક જી પિંગ જોન્ગનું કહેવું છે કે, ગ્લેસિયર ધીરે ધીરે બને છે અને અહીંયા ધુળ, ગેસ અને વાઇરસ પણ જમા થતા હોય છે. આ પ્રકારની ટેકનિક મંગળ ગ્રહ પર પણ જીવનની શોધ કરવામાં કામ લાગી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here