ચાર, ફેબ્રુઆરીના રોજ દર વર્ષે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે

અમદાવાદઃ ચાર, ફેબ્રુઆરીના રોજ દર વર્ષે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ પહેલ કેન્સર સાથે જોડાયેલ તમામ સાથીદારો અને સંભાળ રાખનારાઓમાં કેમો પોર્ટસનાં આરોપણ, સંચાલન અને જાળવણી ઉપરની જાણકારીના સ્તરોમાં સુધારો કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. કેમો પોર્ટસ સ્તન કેન્સર ધરાવતા દર્દીઓ માટે એક વરદાન હોવાનું સાબિત થયુ ંછે કારણકે દર્દી ઓને મોટે ભાગે અનેક સેસનો ધરાવતા કેમોથેરાપીના લાંબા સમયગાળામાંથી પસાર થવું પડે છે. નિષ્ણાંતો માને છે કે પોર્ટસ અંગેની સંપૂર્ણ જાણકારી અને જ્ઞાન સ્તન કેન્સર ધરાવતા દર્દીઓની સારવારની પદ્ધતિને મોટેપાયે સુધારે છે અને જીવનની ગુણવતાને નોંધપાત્ર રીતે સુધારે છે. સ્તન કેન્સર મરણાધીનતાનો દર હાલમાં લગભગ 50 ટકા સુધીના સ્તરે પહોંચે છે અને ભારતીય સ્ત્રીઓમાં તમામ નવા કેન્સરના કિસ્સાઓમાં 27 ટકાથી વધુ માટેનું તે કારણ બને છે.
ડો. ડી. જી. વિજય, વરિષ્ઠ સ્તન કેન્સર વિશેષજ્ઞ અને નિયામક, એચસીજી કેન્સર સેન્ટર, અમદાવાદ જણાવે છે કે વહેલા નિદાન માટેનું પરીક્ષણ અને મલ્ટી-મોડાલીટી સારવારોનો ઉપયોગ એ સ્તન કેન્સરની સારવારમાં સીમારૂપ બાબત છે. આપણે સાથે મળીને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણે ભારતમાં સ્તન કેન્સરના મરણાધીનતાનાં વર્તમાન 50 ટકાનાં સ્તરમાંથી સ્તનકેન્સરની મરણા ધીનતાને 20 ટકા ઉપર સીમિત કરીએ.
આ બાબત વિશિષ્ટ જરૂરીયાત ધરાવતા દર્દીઓ માટ ેઉપચારના સંચાલન માટે પોર્ટને વિશ્વસનીય વિકલ્પ બનાવે છે. અન્ય સાધનો કે જે ત્વચામાંથી બહાર ફેલાય છે તેના કરતા પોર્ટ વધુ સમય સુધી સંક્રમણનું ઓછું જોખમ ધરાવેછે.
મેનેજીંગ ડાયરેકટર બીડીઇન્ડિયા, દક્ષિણ એસિયા એ જણાવ્યું હતું, કેન્સર એક એવો રોગ છે કે જેનો આપણા સમાજમાં અનેકસ્તરો ઉપર સતત રીતે સામનો કરવામાં આવી રહ્યો છે. જ્યારે વહેલી ભાળ એ કોઇ પણ કેન્સરમાંથી જીવનની હાનિને અટકાવવા માટેની ઉત્તમ રીત છે ત્યારે, કેમો થેરાપીમાંથી પસાર થઇ રહેલા દર્દીઓને પણ જટિલતાઓ, આડઅસરો વગેરે ઉપર અંકુશ રાખવા માટે સંભાળની જરૂરપડે છે. અમારી નવી પહેલ, પોર્ટ શાળા કેન્સર અને કેમો પોર્ટસ અંગેની જાગૃતિનું સર્જન કરવા માટે ખાસ રીત તૈયાર કરવામાં આવેલ છે. તે સ્તન અને બૃહદ આંતરડાના કેન્સર ધરાવતા દર્દીઓ માટે કેમોપોર્ટસની સારવાર અને જાળવણી ઉપરના તેમના કૌશલ્યો અને જ્ઞાન વધારવા માટે નર્સો અને ટેકનીશ્યનોને સક્ષમ બનાવશે. વધુસારા દર્દીસંબંધિત પરિણામો હાંસલ કરવા માટે તેમને અદ્યતન ટેકનોલોજીથી પરિચિત બનાવીને, આરોગ્યના વિશ્વને આગળ વધારવાનો અમારો હેતુ હજુ પણ વધુ શક્તિ શાળી બને છે અને અમે માનીએ છીએ કે આરોગ્ય સંભાળ આપતા કામદારો તેઓ જેમનીસેવા કરે છે તેમને કોઈ હાનિ ના થાય તે પ્રત્યેની પોતાની જવાબદારી પૂરીકરવાનું ચાલુરા ખીશકે છે.
પોર્ટ શાળાનો હેતુ કેમો પોર્ટસમાં નવા અને વિકસી રહેલા વિજ્ઞાન અંગે સતત જાણકારી ને મદદ કરવાનો અને આરોગ્ય સંભાળ રાખનારા કામદારો, કેન્સર સારવાર આપનારાઓ અને દર્દીઓમાં કેમો પોર્ટસનાં ઉપયોગની ગહન સમજને અનુકૂળ બનાવવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here