ચારુસેટને આઇસીટી ઇનિશિયેટિવ ઈન એજ્યુકેશન સેક્ટરમાં એવોર્ડ

ચારુસેટ યુનિવર્સિટીને પ્રાપ્ત થયેલો બેસ્ટ આઇસીટી ઈનિસિયેટિવ ઇન એજ્યુકેશન સેક્ટર એવોર્ડ સ્વીકારતા પ્રો. અમિત નાયક, પ્રો. અશ્વિન મકવાણા, પ્રો. જેસલ દેસાઈ અને પ્રો. સ્નેહા પઢિયાર નજરે પડે છે. (ફોટોઃ અશ્વિન પટેલ)

 

 

ચાંગાઃ ચાંગાસ્થિત વિશ્વવિખ્યાત ચારુસેટ યુનિવર્સિટીની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. ચારુસેટ યુનિવર્સિટીને શૈક્ષણિક ક્ષેત્રે બેસ્ટ આઇસીટી ઇનિસિયેટિવમાં ગેસિયા તરફથી એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ મેળવનાર ચારુસેટ એકમાત્ર યુનિવર્સિટી છે.
ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ઘ્લ્ભ્ત્વ્) અને દેવાંગ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ટેકનોલોજી એન્ડ રિસર્ચ (ઝ઼ચ્ભ્લ્વ્ખ્ય્) ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ (જ્વ્ચ્)ના આધારસ્તંભ છે, જે શૈક્ષણિક પદ્ધતિને સશક્ત બનાવવા માટે અત્યાધુનિક ટેકનોલોજીલક્ષી વર્કોને સ્વીકારે છે. ચારુસેટના સતત પ્રયાસોના કારણે અગાઉનાં વર્ષોમાં ચારુસેટને ટીચિંગ એન્ડ લર્નિંગમાં ટેકનોલોજીના ઉપયોગ બદલ શ્રેષ્ઠ યુનિવર્સિટીના ઘણા બધા એવોર્ડ્સ પ્રાપ્ત થયેલા છે.
ગેસિયા એવોર્ડ એનાયત સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી, અતિથિવિશેષ તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહ, નાસ્કોમના પ્રમુખ દેબજાની ઘોષ અને ટેક મહિન્દ્રાના સીઈઆ, ઐમડી સી. પી. ગુરનાની ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા.
એવોર્ડ માટે અરજી કરવા આઆઇસીટી, શૈક્ષણિક સ્કૂલો, કોલેજો, યુનીવર્સિટીઓ, પોલિટેક્નિક, આઇટીઆઇ, સંસ્થાઓ ગુજરાતમાં રજિસ્ટર થયેલી હોવી જોઈએ અને આઇસીટી, શૈક્ષણિક સંસ્થાઓને ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
આ વર્ષે ભારતભરમાંથી એવોર્ડ માટે 200થી વધુ નોમિનેશન આવ્યાં હતાં. પ્રથમ રાઉન્ડમાં ક્વોલિફાય થયેલાં 88 નોમિનેશન બીજા રાઉન્ડમાં યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. ડો. અમિત ગણાત્રાના માર્ગદર્શન હેઠળ અને પ્રો. અમિત નાયકનાં સૂચનો મુજબ જરૂરી દસ્તાવેજો સબમિટ થયા પછી પ્રો. જેસલ દેસાઈએ પ્રથમ, બીજા રાઉન્ડ માટે તમામ ધારાધોરણો પરિપૂર્ણ કર્યાં હતાં. અને 39 મહત્ત્વપૂર્ણ નોમિનેશન એવોર્ડવિજેતાઓની પસંદગી માટે જ્યુરી દ્વારા શોર્ટ લિસ્ટ કરાયાં હતાં. ચારુસેટ માટે ગૌરવપૂર્ણ પળ ત્યારે આવી જ્યારે ગાલા નાઇટમાં એવોર્ડ માટે નામ જાહેર કરાયું કે સમાન કેટેગરી માટે અરજી કરનાર તમામ યુનિવર્સિટીઓ સંસ્થાઓમાંથી એકમાત્ર ચારુસેટને બેસ્ટ આઇસીટી ઇનિસિયેટિવ અન એજ્યુકેસન સેક્ટરનો એવોર્ડ મળ્યો છે. ગાલા નાઇટમાં પ્રો. અમિત નાયક, પ્રો. અશ્વિન મકવાણા, પ્રો. જેસલ દેસાઈ અને પ્રો. સ્નેહા પઢિયારે યુનિવર્સિટીનું પ્રતિનિધત્વ કર્યું હતું અને આ અવોર્ડ સ્વીકાર્યો હતો.
ચારુસેટની આ સિદ્ધિને ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, સેક્રેટરી ડો. એમ. સી. પટેલ, એડવાઈઝર અશોક પટેલ, ડો. બી. જી. પટેલ, પ્રો. એચ. જે. જાની, પ્રોવોસ્ટ ડો. પંકજ જોશી, રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોશી, વગેરેએ બિરદાવી અભિનંદન આપ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here