ચારુસેટના ઇલેક્ટ્રિકલ એન્જીનિયરિંગ ડિપા.ના વિદ્યાર્થીઓની બે ટીમ ગ્રાન્ડ ફાઇનલમાં

 

ચાંગાઃ  સ્માર્ટ ગુજરાત ફોર ન્યૂ ઇન્ડિયા હેકાથોન  ૨૦૧૯-૨૦ (SSIP 2019-20)માં ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ) સંલગ્ન ચંદુભાઈ એસ. પટેલ ઇનિ્સ્ટટયુટ ઓફ ટેકનોલોજી (CSPIT)ના ઇલેક્ટ્રિકલ એન્જીનિયરિંગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓની બે ટીમ રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાન્ડ ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગઈ છે. 

૨૦૧૯-૨૦ અંતર્ગત રિજનલ રાઉન્ડમાં ગુજરાતમાંથી આશરે ૧૬૦૦ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાંથી ગ્રાન્ડ ફાઇનલ રાઉન્ડમાં ૨૪૨ જેટલી જ ટીમ સિલેક્ટ થઈ હતી. જેમાં ઇલેકટ્રીકલ  એન્જીનિયરિંગ ડિપાર્ટમેન્ટ CSPIT ચારુસેટની બંને ટીમ સિલેક્ટ થઇ હતી. તે ચારુસેટ માટે ગૌરવની વાત છે. ઇલેકટ્રીકલ  એન્જીનિયરિંગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓની  પ્રથમ ટીમે ઓટોમેટિક મીટર રીડીંગ એન્ડ બિલિંગ ટુ ઇસ્યુ મંથલી બિલિંગ ઇન્સ્ટેડ ઓફ બાય મંથલી બિલિંગ અને બીજી ટીમે એનર્જી મેઝરમેન્ટ એન્ડ કંટ્રોલ સિસ્ટમ માટે પ્રોટોટાઇપ હાર્ડવેર મોડલ બનાવ્યું હતું. સ્ટાર્ટ અપ ઇનોવેશનની મદદ માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે સ્માર્ટ ગુજરાત ફોર ન્યૂ ઇન્ડિયા હેકાથોન નામની સ્કીમ શરૂ કરી  છે. આ સ્કીમમાં ૨૦૧૯-૨૦માં રજીસ્ટ્રેશનની શરૂઆત કરતા CSPIT  પ્રિન્સિપાલ ડો. એ. ડી. પટેલે અને ઇલેકટ્રીકલ  એન્જીનિયરિંગ ડિપાર્ટમેન્ટના હેડ ડો. નિલય પટેલે બે વિદ્યાર્થીઓની ટીમને ભાગ લેવા પરમિશન આપી હતી. જેમાં એક ટીમના મેન્ટર આસિસ્ટન્ટ પ્રોફેસર  વિભા એન. પરમાર અને બીજી ટીમના મેન્ટર આસિસ્ટન્ટ પ્રોફેસર મૌલિક જે. શાહના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ જીએસએમ સીમકાર્ડના આધારે ઓટોમેટિક ઇલેક્ટ્રીસિટી મીટર રીડીંગ અને માસિક બિલ જનરેટ થાય તેવું પ્રોટોટાઇપ હાર્ડવેર બનાવ્યું હતું. જેની મદદથી વીજકંપની ઇલેકટ્રીકલ પેરામીટર જેવા કે વોલ્ટેજ, કરંટ, ફ્રીક્વન્સી વગેરેનું તથા એનર્જી વપરાશની માહિતી રિમોટલી-દૂરદૂરથી મેળવી શકે છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here