‘ચમત્કારિક ઘડામાં ગમે તેટલું પાણી નાંખો છતાં ભરાતો નથી’

 

રાજસ્થાનનું ૮૦૦ વર્ષ જૂનુ શીતળા માતાનું મંદિર ચમત્કારિક કહેવાય છે. ભૂમિગત ઘડા પર રાખેલો પત્થર વર્ષમાં બે વાર જ હટાવવામાં આવે છે. વર્ષમાં બે વાર જ્યારે આ ઘડો કાઢવામાં આવે છે ત્યારે અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ ચમત્કારિક ઘડામાં ભલે ગમે તેટલુ પાણી નાંખો, પરંતુ તે ભરાતો જ નથી. રાજસ્થાનના પાલી જિલ્લામાં માતા શીતળા માતાનું બહુ જ પ્રાચીન અને ચમત્કારિક મંદિર છે. આ મંદિરમાં આવેલ ઘડો ૮૦૦ વર્ષથી ભરાયો નથી. વર્ષમાં બે વાર ચૈત્ર મહિનાની શીતલા અષ્ટમી અને જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમાના દિવસે તેનું ઢાંકણું હટાવવામાં આવે છે. જેમાં ગામના લોકો દ્વારા પાણી નાંખવામાં આવે છે. દૂરદૂરથી લોકો આ ઘડામાં પાણી નાંખવા માટે આવે છે. અત્યાર સુધી અનેક લાખ લીટર પાણી અંદર નાંખવામાં આવ્યું છે. આ ઘડાનો ઈતિહાસ ૮૦૦ વર્ષ જૂનો છે, તે સમયથી જ તેમાં પાણી નાંખવામાં આવે છે. માન્યતા છે કે આટલા વર્ષોમાં અંદાજે ૫૦ લાખ લીટરથી પણ વધુ પાણી તેમાં નંખાઈ ચૂક્યું છે. પરંતુ તેમ છતા તે હંમેશા ખાલી રહે છે. એક દંતકથા અનુસાર, આ પાણી અસુર પી જાય છે. તેથી ઘડો હંમેશા ખાલી જ રહે છે. 

૮૦૦ વર્ષથી ગામમાં આ પરંપરા ચાલી રહી છે કે, વર્ષમાં માત્ર બે વાર જ ઘડો બહાર કાઢવામાં આવે છે. તે સમયે જે તેના પર મૂકાયેલો પત્થર હટાવવામાં આવે છે. આ પત્થર પહેલી શીતલા સપ્ટમી પર અને બાદમાં જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમા પર હટાવવામાં આવે છે. બંને પ્રસંગોએ ગામની મહિલાઓ કળશમાં પાણી ભરીને મંદિરમાં પહોંચી જાય છે. આ માટે મંદિરની બહાર લાંબી લાઈનો લાગતી હોય છે. પાણી નાંખવા છતાં પણ ઘડો ભરાતો નથી. આ સાથે જ માતાને દૂધનો ભોગ પણ ચઢાવવામાં આવે છે. જ્યારે દેવીના ચરણોમાં દૂધનો ભોગ ચઢાવવામાં આવે છે, તો ઘડો ભરાઈ જાય છે. દૂધનો ભોગ ચઢાવીને પત્થરને ફરીથી ઘડા પર ઢાંકી દેવામાં આવે છે. આ ઘડાને લઈને વૈજ્ઞાનિકોએ અનેક રિસર્ચ કર્યાં છે, પરંતું તેની પાછળનું કોઈ રહસ્ય જાણી શકાયું નથી. ૮૦૦ વર્ષ પહેલા બાબરા નામના એક અસુરનો આતંક ફેલાયેલો હતો. ગામમાં જ્યારે પણ કોઈ કન્યાના લગ્ન થતા હતા, ત્યારે અસુર તેના દુલ્હાને મારી નાંખતો હતો. અસુરના આતંકથી ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા. ત્યારે શીતળા માતાએ આ સમસ્યામાંથી ગામલોકોને મુક્તિ અપાવી હતી. ત્યારે શીતળા માતા એક બ્રાહ્મણના સપનામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, અસુરનો વધ કોઈ કન્યાના વિવાહના દિવસે જ થશે. ત્યારે એક બ્રાહ્મણની દીકરીના લગ્નમાં માતા એક નાનકડી બાળાના રૂપમાં આવ્યા હતા. જેમ એસુર દુલ્હાનો વધ કરવા માટે ત્યાં આવ્યો ત્યાં માતાએ પોતાના ઘૂંટણ નીચે દબાવીને મારી નાંખ્યો હતો. માતાની શક્તિની આગળ તેની હિંમત હારી ગઈ હતી. ત્યારે કહેવાય છે કે અસુર પાતાળમાં સમાઈ ગયો હતો. પરંતુ એક દિવસ તેને બહુ જ તરસ લાગી હતી. તેથી તેને પાણી માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે શીતળા માતાએ તેને પાતાળમાં પાણી મોકલ્યું હતું. ત્યારથી આ ઘડો અહીં છે. અને ત્યારથી જ આ પરંપરા ચાલી આવે છે. વર્ષમાં બે વાર શ્રદ્ધાળુઓ અહીં ઘડામાં પાણી લઈને આવે છે અને ઘડામાં પાણી ચઢાવે છે. બાદમાં દૂધનો ભોગ લગાવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here