ચંદીગઢના મુખ્યમંત્રીની નાગરિકતા સાબિત કરતા દસ્તાવેજો સરકાર પાસે પણ નથી

 

ચંદીગઢઃ આરટીઆઇ હેઠળ પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં હરિયાણા સરકારે ખુલાસો કર્યો છે કે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પાસે નાગરિકતા સાથે જોડાયેલા દસ્તાવેજો નથી. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, પાણીપતના એક આરટીઆઇ એક્ટિવિસ્ટે આ અંગેની માહિતી મેળવવા માટે આરટીઆઇ હેઠળ સરકાર સમક્ષ અરજી કરી હતી, જેના જવાબમાં હરિયાણાનાં પબ્લિક ઇન્ફર્મેશન ઓફિસર પૂનમ રાઠીએ કહ્યું હતું કે મનોહરલાલ ખટ્ટરની નાગરિકતા સાથે જોડાયેલા દસ્તાવેજો અંગે અમારી પાસે જાણકારી નથી, શક્ય છે કે આ દસ્તાવેજો ચૂંટણીપંચ પાસે હોય. આ માટે ચૂંટણીપંચ પાસે દસ્તાવેજો માગવાની જરૂર છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અગાઉ હરિયાણામાં ગેરકાયદે રહેતા ઘૂસણખોરોને શોધી કાઢવા માટે એનઆરસી લાગુ કરવાની વાત કરી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here